આજે દેશની આઝાદીના 74માં સ્વતંત્રતા દિવસથી આગામી બે વર્ષ આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. 2022માં ભારત આઝાદીની પ્લેટિનમ જ્યુબિલી ઉજવી રહ્યું હશે. આગામી બે વર્ષમાં આપણી સામે ઘણા મોટા લક્ષ્ય છે અને તેને હાંસલ કરવા માટે આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. આજે સ્વતંત્રતા દિવસના પ્રસંગે વાંચો અર્થતંત્ર, ટેક્નોલોજી, અંતરિક્ષ, સંરક્ષણ સહિતના મહત્વના ક્ષેત્રોમાં આપણે 2021 અને 2022માં કઇ-કઇ સિદ્ધિઓ હાંસલ કરવા જઇ રહ્યા છીએ.
અર્થતંત્ર: 27 કરોડ ગરીબીમાંથી નીકળ્યા, 2 વર્ષમાં ગરીબી દૂર કરવાનું લક્ષ્ય
- 2022 સુધી દેશના દરેક નાગરિક પાસે બેન્ક ખાતું હશે. સરકારની જનધન યોજના અંતર્ગત અત્યાર સુધી 40 કરોડ બેન્ક ખાતા ખૂલી ચૂક્યા છે. તેમણે જીવન વીમા-દુર્ઘટના વીમા આપવાનું લક્ષ્ય છે.
- સ્ટેટિસ્ટા અનુસાર, 2022 સુધી 13 કરોડ પરિવારની આવક 3.5 લાખથી 7.5 લાખ વાર્ષિક થવાનું અનુમાન. 2019માં આ આવકનું સ્તર 9.2 કરોડ પરિવાર જ હતા.
- 5.5% રહી શકે છે, ભારતનો આર્થિક વૃદ્ધિ દર 2022-23માં. તાજેતરમાં જ ગ્લોબલ ઈકોનોમિક આઉટલૂકમાં ફિચ રેટિંગ્સે આ અનુમાન લગાવાયું છે. અનુમાન છે કે, કોરોના છતાં ભારત ઝડપથી બહાર આવશે.
- 27.3 કરોડ ભારતીય UN અનુસાર 2005થી 2015માં ગરીબીમાંથી બહાર નીકળ્યા. ભારતે 2022 સુધી ગરીબીમાંથી મુક્ત થવાનું લક્ષ્ય રાખ્યું છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર: ભારતમાલા અને સાગરમાલા વધારશે દેશની આર્થિક ગતિ
- 2022 સુધી 16 રાજ્યોને જોડનારી 35,000 કિમી હાઈવે નિર્માણની ભારતમાલા યોજના 2022 સુધી પૂરી થવાની છે. જેમાં 9000 કિમીના ઈકોનોમિક કોરિડોર બનવાનો છે. આ ઉપરાંત સાગરમાલા પ્રોજેક્ટ પણ પૂરો થશે. આ પ્રોજેક્ટ 75 હજાર કિમીમાં સમુદ્રી કિનારા, 12 મહત્ત્વનાં પોર્ટ, 185 નાના પોર્ટનું આધુનિકીકરણ થશે. આ જ રીતે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 2022 સુધી દેશમાં 20 સ્માર્ટ સિટીનું નિર્માણ લગભગ પુરું થઈ જશે. સાથે જ 99 સ્માર્ટ સિટીમાં રૂ. 2.01 કરોડના વિકાસ કાર્ય પણ ત્યાર પછી લગભગ 2થી 3 વર્ષમાં પૂરા થઈ જશે.
- 2.95 કરોડ ઘર બની જવાનું અનુમાન છે, હાઉસિંગ ફોર ઓલ યોજના અંતર્ગત. આ યોજનામાં 2022 સુધી દેશના દરેક પરિવારને ઘર આપવાની યોજના છે.
દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ તૈયાર થશે
- જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર બની રહેલો દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ આવતા વર્ષે બનીને તૈયાર થઈ જશે. 2022માં તેના પર ટ્રાફિક શરૂ કરવાનું લક્ષ્ય છે. બ્રિજ ભારતીય રેલવેના ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલવે લિન્કનો ભાગ છે.
- બ્રિજ નદીના તળિયાથી 359 મીટર ઊંચો છે.
- ફ્રાન્સના એફિલ ટાવરથી 35 મીટર ઊંચો છે.
ટેક્નોલોજી: દરેક ગામમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ હશે, 7 લાખ કરોડનો ખર્ચ થશે
- નેશનલ બ્રોડબેન્ડ મિશન અંતર્ગત 2022 સુધી દરેક ગામમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ પહોંચી જશે. તેના માટે રૂ.7 લાખ કરોડનું રોકાણ થશે. જેના અંતર્ગત 30 લાખ કિમી રૂટ ઓપ્ટિકલ ફાઈબર પાથરવામાં આવશે.
- 83 કરોડ
- સ્માર્ટફોન યુઝર્સ થઈ જશે. ઈન્ડિયન સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિયેશન અનુસાર દેશમાં 2022 સુધી. અત્યારે આ સંખ્યા 50 કરોડ છે.
- એન્ટરપ્રેન્યોરશિપ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા 60 ઈન્ક્યુબેશન સેન્ટર બની ચૂક્યા છે. તેમની સંખ્યા વધારીને 100 કરવાની યોજના છે. 1000થી વધુ ‘અટલ ટિંકરિંગ લેબ્સ’ બની છે બે વર્ષમાં તેની સંખ્યા 10 હજાર સુધી થઈ જશે. ટિંકરિંગ લેબ્સનો ઉદ્દેશ્ય સ્કૂલના વિદ્યાર્થીઓમાં સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સમાં જિજ્ઞાસા વધારવાનો છે.
સંરક્ષણ: પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજથી આપણી શક્તિ વધશે
- અગાઉ સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંતનું નિર્માણ ત્રીજા તબક્કામાં છે. 40 હજાર ટનના જહાજ 2021માં જલાવતરણની સંભાવના છે. 2022 સુધી જહાજ ભારતીય નોકાદળમાં સામેલ થઈ શકે છે. વિક્રાંતમાં 30 ફાઈટર જેટ અને 10 હેલિકોપ્ટર તૈનાત થશે.
- 2022 સુધી નવું તેજસ: ભારતને વધુ રાફેલ તો મળશે જ, સ્વદેશી તેજસનું નવું સ્વરૂપ એમકે 1 એ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ પણ પ્રથમ ઉડ્ડયન ભરશે. તેની ડિઝાઈન તૈયાર છે.
- 5 થિયેટર કમાન્ડ: યુદ્ધના સમયે ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ માટે થિયેટર કમાન્ડ બનાવાઈ છે. 2022 સુધી 5 થિયેટર કમાન્ડ હશે. ભારતની શક્તિ વધશે.
કૃષિ: કૃષિ નિકાસ અને ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય
- 4.5 લાખ કરોડ રૂપિયા કૃષિ નિકાસનું લક્ષ્ય 2022 સુધી, અત્યારે રૂ. 2.7 લાખ કરોડની નજીક છે.
- રોજગાર સર્જનની આગામી લહેર કૃષિ ક્ષેત્રથી આવી શકે છે. કૃષિ ક્ષેત્રમાં કુલ ખાનગી રોકાણ 2015-16માં રૂ.61 હજાર કરોડ હતું, જે 2022-23 સુધી 1.39 લાખ કરોડ રૂપિયા થવાની આશા છે.
- ભારતનું ખાદ્યાન્ન ઉત્પાદન અત્યારે વિક્રમી 296 મિલિયન ટન પર છે. અનાજનો સરેરાશ સ્ટોક અગાઉથી 2.2% વધુ છે. આગામી વર્ષોમાં ભારતનું ગ્રામીણ અર્થતંત્ર સમગ્ર વિકાસમાં એક મજબુત યોગદાન આપશે.
- સંકટ સમયે 2020-21માં કૃષિ ક્ષેત્ર અર્થતંત્રને મંદીથી બચાવી શકે. 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય છે.
આરોગ્ય/ શિક્ષણ: આરોગ્ય અને શિક્ષણનો દાયરો હવે દરેક બાળક-ગામ સુધી
- 2022 માં શિક્ષણમાં સુધારા માટે નવી વ્યવસ્થા લાગુ થશે. શિક્ષણનો અધિકાર વધારવા જઈ રહ્યો છે. RTIમાં 3થી 18 સુધી બાળકો આવશે. અત્યાર સુધી 6થી 14 વર્ષ હતી.
- દેશના દરેક ગામમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે 2022 સુધી 1.5 લાખ આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખોલાશે. અત્યારે આવા 28,005 સેન્ટર છે. આયુષ્યમાન ભારત સ્કીમથી 1.20 લાખ કમ્યુનિટી આરોગ્ય અધિકારીઓને રોજગાર મળશે.
- ભારતે 2025 સુધી ટીબી બીમારીને મૂળમાંથી દૂર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. કેરળ-2020, હિમાચલ પ્રદેશ-2021, સિક્કિમ અને લક્ષ્મદ્વીપ-2022 સુધી તેનાથી મુક્ત થઈ જશે.
અંતરિક્ષ: અંતરિક્ષમાં માનવ મોકલનારો ચોથો દેશ બનશે ભારત
- સ્વતંત્રતાના 75મા વર્ષમાં ભારત માટે સૌથી મોટી ઉપલબ્ધિ અંતરિક્ષમાં માનવ મોકલશે. ઈસરો ગગનયાન અભિયાન અંતર્ગત ત્રણ ભારતીય અંતરિક્ષમાં મોકલશે.
- ઈસરો ચંદ્રયાન-3નું લોન્ચિંગ પણ આવતા વર્ષે કરવા જઈ રહ્યું છે. જે ચંદ્રના દક્ષિણ પોલર ક્ષેત્રમાં લેન્ડિંગ કરશે.
- 2021ની શરૂઆતમાં ભારત પોતાના પ્રથમ સોલર મિશનની શરૂઆત કરશે.
- 36 મિશન પૂરા કરશે ઈસરો. નાસાની સાથે મળીને ઈસરો એનઆઈએસએઆર સેટેલાઈટ પર પણ કામ કરી રહ્યું છે, જે ભૂકંપ, ચક્રવાતના અનુમાન માટે અધ્યયન કરશે.
મનોરંજન: દુનિયાના ટોપ-10માં હશે ભારતનું ઓટીટી બજાર
- 2.4 લાખ કરોડ રૂપિયાનું થશે 2022 સુધી મીડિયા-એન્ટરટેઈનમેન્ટ સેક્ટર
- 14 કરોડ લોકો સુધી સ્માર્ટ ટીવી ઉપયોગ કરવાની આશા. આ આંકડો અત્યારે 40 લાખ છે.
- અર્નેસ્ટ એન્ડ યંગના રિપોર્ટ અનુસાર, 2021 -22 સુધી મનોરંજનના ડિજિટલ માધ્યમ, પારંપરિક માધ્યમો (ટીવી-રેડિયો)થી આગળ નીકળી જશે.
- એસોચેમ અને પીડબલ્યુસીના અભ્યાસ મુજબ 2022 સુધી ભારતનું વીડિયો ઓટીટી (નેટફ્લિક્સ, પ્રાઈમ વીડિયો, યુટ્યુબ વગેરે) બજાર દુનિયાના ટોપ-10 બજારમાં હશે. તે રૂ.5,363 કરોડનું બજાર બની જશે. સ્ટેટિસ્ટા અનુસાર ઓટીટી વીડિયો પ્લેટફોર્મ્સની રેવેન્યુ 2022 સુધી રૂ.4800 કરોડ સુધીની થઈ જશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2E1nKlc
via IFTTT
No comments:
Post a Comment