Monday, September 14, 2020

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફોન ની અંદર અલગ થી એપ સ્ટોર પણ આપવા માં

from How To: Tech News, Tips and Tricks in Gujarati | ટેક ટિપ્સ - GizBot Gujarati https://ift.tt/32s8K9s
via IFTTT

Monday, September 7, 2020

તમારા આધાર કાર્ડ ને મોબાઈલ નંબર ની સાથે ઓનલાઇન કઈ રીતે જોડવું

આધાર એ એક 12 આંકડા નો અલગ નંબર છે કે જેને ભારત સરકાર દવતા દરેક ભારતીય ને આપવા માં આવેલ છે. અને તમારી ઓળખ સાબિત કરવા માટે પણ આધાર એ એક ખુબ જ અગત્ય નું ડોક્યુમેન્ટ છે. અને તેની સાથે સાથે

from How To: Tech News, Tips and Tricks in Gujarati | ટેક ટિપ્સ - GizBot Gujarati https://ift.tt/333H5uO
via IFTTT

Friday, September 4, 2020

ફોન પે પર પિન, ટ્રાન્ઝેક્શન લિમિટ, પાસવર્ડ રીસેટ વગેરે કઈ રીતે ચેન્જ કરવું

કોરોના વાઇરસ ને કારણે દેશ ની અંદર ડિજિટલ ટ્રાન્ઝેક્શન ની અંદર વધારો થયો છે. અને તેના કારણે ડિજિટલ વોલેટસ ના યુઝર્સ ની અંદર પણ વધારો જોવા મળ્યો છે કેમ કે વધુ ને વધુ લોકો દ્વારા ડિજિટલ પેમેન્ટ ને પ્રિફર કરવા માં

from How To: Tech News, Tips and Tricks in Gujarati | ટેક ટિપ્સ - GizBot Gujarati https://ift.tt/3lVaBeE
via IFTTT

તમારા મોબાઈલ નંબર ને ઓનલાઇન કઈ રીતે પોર્ટ કરવો

આજના સમયની અંદર આપણે વધુ ને વધુ આપણા ઘરની અંદર રહેતા હોઈએ છીએ અને તેવા સંજોગો ની અંદર ઈન્ટરનેટ ઉપર ની ડિપેન્ડન્સી આપણી વધી ચૂકી છે. અને જો તમે કોઈ વાઇફાઇ નો ઉપયોગ નથી કરતા અને માત્ર મોબાઈલ ડેટા પર આધારિત

from How To: Tech News, Tips and Tricks in Gujarati | ટેક ટિપ્સ - GizBot Gujarati https://ift.tt/357udX4
via IFTTT

Monday, August 17, 2020

ક્યારે ખુલશે સ્કૂલો, અમુક રાજ્યો ઈચ્છે છે કે, સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલે-અમુક નહીં, તે બધુ જ જે તમારા માટે જાણવું જરૂરી છે

કોરોના વાઈરસના પ્રકોપના કારણે આ વખતે અભ્યાસ પર ખૂબ ખરાબ અસર થઈ છે. માર્ચમાં જ્યારે પહેલીવાર લોકડાઉન લાગ્યું ત્યારથી સ્કૂલ-કોલેજો બંધ છે. ઘણાં રાજ્યોમાં પરિક્ષાઓ પણ થઈ શકી નથી. નવું સત્ર શરૂ થઈ ગયું છે અને ન્યૂ નોર્મલની જેમ ઘણી સ્કૂલોમાં ઓનલાઈન અભ્યાસ પણ ચાલુ થઈ ગયા છે. જ્યારે નરેન્દ્ર મોદી સરકારે અનલોકિંગની પ્રક્રિયા શરૂ કરી ત્યારથી વારંવાર આ સવાલ સામે આવી રહ્યો છે કે, સ્કૂલો ક્યારથી શરૂ થશે? તો આવો જાણીએ કે સ્કૂલોને ફરી ખોલવા માટે શું તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સરકાર અનલોક 4.0માં સ્કૂલો ખોલવા માટે શું ગાઈડલાઈન લાવી શકે છે.

શું છે કેન્દ્ર સરકારની યોજના?
કેન્દ્ર સરકારના સ્કૂલ શિક્ષણ વિભાગે જુલાઈમાં પેરેન્ટ્સનો એક સર્વે કરાવ્યો હતો. મોટાભાગના પેરેન્ટ્સનું કહેવું છે કે, તેઓ હાલ બાળકોને સ્કૂલ મોકલવા માટે તૈયાર નથી.
જોકે અમુક રાજ્યોનું કહેવું છે કે, વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખૂબ ખરાબ અસર થઈ રહી છે. તેમની પાસે ઓનલાઈન અભ્યાસ માટે લેપટોપ કે ઈન્ટરનેટ જેવી કોઈ સુવિધા નથી.
કોવિડ-19 મેનેજમેન્ટ માટે સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધનના નેતૃત્વમાં બનેલા મંત્રી સમૂહ સાથે જોડાયેલા સચિવોએ એક પ્લાન બનાવ્યો છે. તેમાં 31 ઓગસ્ટ પછી શું ગતિવિધિઓ શરૂ થશે તે અનલોક 4.0માં સામેલ કરવામાં આવશે.

સ્વિત્ઝરલેન્ડ મોડલની વાત થઈ રહી છે, શું છે આ મોડલ

  • સચિવોમા ગ્રૂપે સ્વિત્ઝરલેન્ડ મોડલ અપનવવાન વાત કરી છે. તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. સ્વિત્ઝરલેન્ડે 11 મેના રોજ સ્કૂલ ખોલી દીધી છે. જુલાઈ સુધી સ્કૂલોમાં અભ્યાસ ચાલતો રહ્યો હતો.
  • ધોરણોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા. રોજ એક ગ્રૂપ ક્લાસમાં આવતું હતું અને બીજુ ગ્રૂપ ઘરેથી અભ્યાસ કરે. બીજા સપ્તાહ પછી 16 વર્ષથી ઓછી ઉંમરના બધા બાળકોને રોજ સ્કૂલ આવવાનું કહેવામાં આવ્યું હતું.
  • આ દરમિયાન, 8 જૂનને મોટા બાળકોને ઓછી સંખ્યામાં સ્કૂલે બોલાવવામાં આવ્યા. અમુક વિદ્યાર્થીઓએ ઘરે રહીને જ અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો અને તેમને સ્કૂલ તરફથી મંજૂરી પણ આપવામાં આવી.
  • સ્વિસ સરકારે 16 વર્ષથી નાની ઉંમરના બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગ માટે મજબૂર ન કર્યા. મોટા બાળકોને 6 ફૂટના અંતરનું પાલન કરાવ્યું.
  • બાળકો માટે માસ્ક ફરજિયાત નહતા, પરંતુ અમુક રાજ્યોમાં મોટા બાળકો માટે માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેમને ભણાવનાર ટીચર્સ માટે પણ માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યા હતા.
  • સ્વિસ સરકારે સ્કૂલોને પણ તેમની રીતે નિયમ બનાવવા અને લાગુ કરવાની છૂટ આપી હતી. સ્કૂલોએ અલગ અલગ વર્ષના બાળકોને અલગ અલગ ગ્રૂપ્સમાં રાખ્યા હતા. તેમના ટાઈમિંગ પણ અલગ રાખ્યા હતા, જેથી મોટા ગ્રૂપ્સ ન બને.

કયા રાજ્યો સપ્ટેમ્બરથી સ્કૂલ ખોલવા તૈયાર?

  • હરિયાણા તો ઓગસ્ટમાં જ સ્કૂલ ખોલવા તૈયાર હતું, પરંતુ હવે અહીં સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલશે. અહીં એક સર્વે કરાવવામાં આવ્યો હતો જેમાં 30 ટકા પેરેન્ટ્સે સ્કૂલ ખોલવાની માંગણી કરી હતી.
  • આસામે સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ 25 ઓગસ્ટ પછી સ્કૂલ ક્યારે ખોલવી તેનો નિર્ણય લેશે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે, તેઓ 1 સપ્ટેમ્બરથી સ્કૂલ ખોલવા વિશે વિચારી રહ્યા છે.
  • આંધ્ર અને પશ્ચિમ બંગાળમાં 5 સપ્ટેમ્બરે ટીચર્સ-ડેના દિવસે સ્કૂલ ખોલવાની તૈયારી કરવામાં આવી રહી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, સ્થિતિમાં સુધારો થશે તો સપ્ટેમ્બરથી સ્કૂલ શરૂ કરશે.
  • પૂર્વોત્તરના રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને અન્ય કેન્દ્ર શાસિત રાજ્યોની સાથે સાથે ઓરિસ્સા, તમિલનાડૂ, તેલંગાણા અને કેરળમાં પણ સપ્ટેમ્બર મહિનામાં સ્કૂલો ખુલી શકે છે.
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કહી દીધું છે કે, તેઓ હાલ સ્કૂલ ખોલવા માટે તૈયાર નથી. જ્યાં સુધી કોરોના વાઈરસ સંપૂર્ણ રીતે કાબુમાં નહીં આવી જાય ત્યાં સુધી સ્કૂલો બંધ રહેશે.
  • મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર અને ઉત્તર પ્રદેશમાં સ્કૂલો શરૂ કરવા માટે કોઈ ઉતાવળ નથી. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવ્યા પછી જ આ રાજ્યો ગાઈડલાઈન જાહેર કરશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
School Reopening Latest News Update | School Reopen September Date 2020 | When Will School ReOpen In India


from Divya Bhaskar https://ift.tt/3h6x1qP
via IFTTT

17 ઓગસ્ટ સુધીમાં છ કરોડથી વધુની વસ્તીની તુલનાએ માત્ર 2.2 ટકા જ ટેસ્ટિંગ કરાયું, ઉત્તર ગુજરાત અને કચ્છમાં માત્ર 1 ટકા જ ટેસ્ટિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક કરી હતી, જેમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ગુજરાત સહિતના કેટલાક રાજ્યોને કોરોના ટેસ્ટિંગ વધારવા માટે ટકોર કરી હતી. વડાપ્રધાનની ટકોર બાદ છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગમાં 50 હજાર કે તેથી વધુ કરવામાં આવી રહ્યા છે. 17 ઓગસ્ટની સાંજે જાહેર કરવામાં આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યારસુધીમાં 1358364 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની 2011ના વસ્તી ગણતરીના આંકડા 60439692ની સરખામણીએ રાજ્યમાં થયેલા ટેસ્ટ જોઇએ તો કુલ વસ્તીની તુલનાએ માત્ર 2.2 ટકા જ ટેસ્ટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. તેમાં પણ ઉત્તર ગુજરાતમાં ત્યાંની કુલ વસ્તી પ્રમાણે 1.1 અને કચ્છમા એ જ પ્રમાણે 1 ટકા ટેસ્ટિંગ કરાયું છે. જે દર્શાવે છેકે રાજ્યમાં હજી પણ આક્રમકતા સાથે ટેસ્ટિંગ વધારવાની જરૂર છે.

મધ્ય ગુજરાતની વસ્તીના કુલ 3.2 ટકા ટેસ્ટ થયા
મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ, પંચમહાલ, મહીસાગર, ખેડા, દાહોદ, છોટાઉદેપુર એમ કુલ 8 જિલ્લાની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 20135174 વસ્તી છે. જેની સામે 17 ઓગસ્ટ સુધીમાં 661825 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ તો 3.2 ટકા ટેસ્ટ મધ્ય ગુજરાતમાં કરવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતમાં અત્યારસુધીમાં 39705 કેસ થયા છે. જ્યારે 1830 મૃત્યુ થયા છે.

ઉત્તર ગુજરાતની કુલ વસ્તીના 1.1 ટકા જ ટેસ્ટ થયા
ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી એમ કુલ 6 જિલ્લાની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 10325193 વસ્તી છે. જેની સામે 17 ઓગસ્ટ સુધીમાં 114047 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ તો 1.1 ટકા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 5913 કેસ નોંધાયા છે અને 159 મૃત્યુ થયા છે.

સૌરાષ્ટ્રની કુલ વસ્તીના 1.6 ટકા ટેસ્ટ થયા
સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, બોટાદ, જામનગર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને અમરેલી એમ કુલ 11 જિલ્લાની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 15593653 વસ્તી છે. જેની સામે 17 ઓગસ્ટ સુધીમાં 259584 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ તો 1.6 ટકા કોરોનાના ટેસ્ટ સૌરાષ્ટ્રમાં કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધીમાં 12387 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 201 દર્દીના મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં નોંધાયા છે.

દક્ષિણ ગુજરાતની કુલ વસ્તીના 2.4 ટકા ટેસ્ટ થયા
દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, વલસાડ, નર્મદા, નવસારી, તાપી અને ડાંગ એમ કુલ સાત જિલ્લાની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 12293301 વસ્તી થાય છે. જેની સામે 17 ઓગસ્ટ સુધીમાં 300035 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ તો દક્ષિણ ગુજરાતની કુલ વસ્તીની તુલનાએ 2.4 ટકા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અત્યારસુધીમાં 20729 કેસ નોંધાયા છે અને 584 મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ કેસ સુરત, ભરૂચ અને વલસાડમાં નોંધાયા છે.

કચ્છની કુલ વસ્તીના 1 ટકા જ ટેસ્ટ થયા
કચ્છ જિલ્લાની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 2092371 વસ્તી છે. જેની સરખામણીએ જિલ્લામાં 17 ઓગસ્ટ સુધીમાં 21851 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ માત્ર જિલ્લાની કુલ વસ્તીની તુલનાએ 1 ટકા જેટલા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં અત્યારસુધીમાં 937 જેટલા કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે અને 26 દર્દીઓના મૃત્યુ થયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
know the status of corona test in gujarat As of August 17 total 1358364 had been tested over more than 6 crore population


from Divya Bhaskar https://ift.tt/3awysMG
via IFTTT

ડોલવણમાં 11, માંડવીમાં 10 ઈંચ વરસાદ, ઠેર-ઠેર જળબંબાકાર સર્જાયો

દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરત જિલ્લાના માંડવીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે.

કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ મથકમાં એક ફૂટ જેટલા પાણી ફરી વળ્યા

આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી
સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સમગ્ર ગુજરાતના ઉપર બની છે. જેથી આગામી બે દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વાપીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ચાર દિવસ વરસાદની આગાહી કરાઈ છે.

વાલોડના ઇદગાહ ફળિયા,પટેલ શોપિંગ સેન્ટર,બાપુ નગર,રામ રહીમ નગર, શેઢીફળીયા, નુરાની ફળીયા, કાલુનગરમાં પાણી ભરાયા

તમામ 32 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડોલવણમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરત જિલ્લાના માંડવીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. વાલોડ-વ્યારામાં 7 ઈંચ, વાંસદા-મહુવામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે વઘઈ, બારડોલી, સોનગઢ અને ગણદેવીમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. 6 તાલુકામાં 4 ઈંચ વરસાદ, બે તાલુકામાં 3 ઈંચ, 4 તાલુકામાં બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે.

માંડવી તાલુકામાં 10 ઇંચ વરસાદના કારણે પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાઇ ગયા

દક્ષિણ ગુજરાતની નદીઓ બે કાંઠે, અનેક કોઝવે બંધ
દક્ષિણ ગુજરાતની તાપી, અંબિકા, પૂર્ણા, મિંઢોળા, ઝાખરી, અંબિકા, ખરેરા, કાવેરી, દમણગંગા, ઔરંગા, સ્વર્ગવાહિની, કોલક, કીમ નદી અને તળાવો, કોતરોમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહ્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ છે. જેના કારણે અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.

ડોલવણમાં 11 ઈંચ વરસાદ નોંધાતા પંથકમાં પસાર થતી નદીઓમાં ઘોડાપૂર

છેલ્લા 24 કલાકનો વરસાદ

તાલુકો વરસાદ(ઈંચમાં)
ડોલવણ

11

માંડવી 10
વાલોડ 7
વ્યારા 7
વાંસદા 6
મહુવા 6
વઘઈ 5
બારડોલી 5
સોનગઢ 5
ગણદેવી 5
આહવા 4
ઉમરપાડા 4
ધરમપુર 4
ચીખલી 4
ચોર્યાસી 4
પલસાણા 4
હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો
મિઢોળા નદી પર રિવરફ્રન્ટ પણ પાણીથી ભરાઈ ગયા
બારડોલી નજીક આવેલા મઢીમાં પાણીનાં નિકાલના અભાવે પાણી ભરાઇ ગયું
કડોદના ગામીત ફળિયા, હનુમાન ફળિયામાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા
વાંકાનેર ગામમાં વરસાદી પાણી ભરાઇ ગયા
પલસોદ ગામના નીચાણવાળા વિસ્તાર ઉપરાંત હળવતિ વાસમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા
કાછલ ગામે સ્ટેટ હાઈવે પર વરસાદી પાણીના કારણે થોડા સમય માટે વાહનવ્યવહારને અસર


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વાલોડના ઇદગાહ ફળિયા,પટેલ શોપિંગ સેન્ટર,બાપુ નગર,રામ રહીમ નગર, શેઢી ફળિયા, નુરાની ફળિયા, કાલુનગરમાં પાણી ભરાયા


from Divya Bhaskar https://ift.tt/3ay9Gvy
via IFTTT

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...