Friday, August 14, 2020

17 ઓગસ્ટે સિંહ સંક્રાંતિ; સૂર્ય કર્કમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે, ઘરમાં જ પવિત્ર નદીઓ અને તીર્થનું ધ્યાન કરીને સ્નાન કરો

સોમવાર, 17 ઓગસ્ટના રોજ સિંહ સંક્રાંતિ છે. આ દિવસે સૂર્ય કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. હિંદુ પંચાંગ પ્રમાણે એક વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે. સૂર્ય જ્યારે રાશિ બદલે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે સંક્રાંતિએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે.

હાલ કોરોના મહામારીના કારણે નદીમાં સ્નાન કરવાથી બચવું જોઇએ. ઘરમાં જ પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને પવિત્ર નદીઓ અને તીર્થનું ધ્યાન કરીને સ્નાન કરવું જોઇએ. આવું કરવાથી તીર્થ સ્નાન સમાન પુણ્ય મળી શકે છે. સ્નાન કર્યા પછી ઘરની આસપાસ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું ધાન કરવું જોઇએ.

પંચદેવોમાંથી એક સૂર્યદેવ છેઃ-
સૂર્યને પંચદેવમાંથી એક માનવામાં આવે છે. કોઇપણ શુભ કામની શરૂઆતમાં ગણેશજી, શિવજી, વિષ્ણુજી, દેવી દુર્ગા અને સૂર્યની પૂજા જરૂર કરવામાં આવે છે. સંક્રાંતિએ સૂર્યદેવના દર્શન કરીને તાંબાના લોટાથી અર્ઘ્ય આપવું જોઇએ. જળ ચઢાવતી સમયે ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતાં રહેવું જોઇએ. હાલ વરસાદના કારણે સૂર્યના દર્શન થઇ શકતાં નથી તો સૂર્ય પ્રતિમા કે સૂર્ય યંત્રની પૂજા કરવી જોઇએ.

આ રીતે સૂર્યદેવની પૂજા કરી શકો છોઃ-
સૂર્ય પ્રતિમા ઉપર ગંગાજળ અને ગાયનું દૂધ ચઢાવવું જોઇએ. મૂર્તિનું વિધિપૂર્વક પૂજન કરો. પૂજામાં ફૂલ, ચોખા, કંકુ સહિત અન્ય પૂજન સામગ્રી ચઢાવો. પૂજામાં જળ ચઢાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરો.

સૂર્ય મંત્ર- ૐ સૂર્યાય નમઃ નો જાપ કરતાં રહો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર હોવો જોઇએ.

જરૂરિયાતમંદ લોકોને ધાબળો, વસ્ત્ર, ઘી, ઘઊં, દાળ-ચોખા વગેરેનું દાન કરો. ગરીબોને ભોજન કરાવશો તો વધારે શુભ રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
August 17 Lion Sankranti; The sun will enter Leo from Cancer, bathe at home meditating on the holy rivers and pilgrimages


from Divya Bhaskar https://ift.tt/2DL76GM
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...