વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 74માં સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી સાતમી વખત તિરંગો લહેરાવ્યો છે. આજે મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ પાછળ છોડી દીધા છે. અટલજી પહેલાં વડાપ્રધાન હતા, જેમણે 6 વાર લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો. લાલ કિલ્લા પરથી સૌથી વધારે વખત ધ્વજ લહેરાવનાર વડાપ્રધાનોના લિસ્ટમાં મોદી ચોથા નંબરે આવી ગયા છે.
વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સૌથી વધુ વખત 17 વાર લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવ્યો છે. બીજા નંબરે ઈન્દિરા ગાંધી છે. તેમને આ મોકો 16 વખત મળ્યો છે. જ્યારે વડાપ્રધાન મનમોહન સિંહ આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. તેમણે 10 વખત લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવ્યો છે. જ્યારે રાજીવ ગાંધીએ 5 વખત લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવ્યો છે.
પહેલા સ્વતંત્રતા દિવસે 16 ઓગસ્ટે તિરંગો લહેરાવામાં આવ્યો હતો
14-15 ઓગસ્ટની રાત્રે ભારતને આઝાદી મળી હતી પરંતુ પહેલા સ્વતંત્રતા દિવસે 15 ઓગસ્ટે નહીં પરંતુ 16 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવામાં આવ્યો હતો. ત્યારપછીથી જ દર વર્ષે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવાની પરંપરા શરૂ થઈ છે.
પ્રધાનમંત્રી | કાર્યકાળ | કેટલી વાર તિરંગો લહેરાવ્યો? |
જવાહરલાલ નહેરુ | ઓગસ્ટ 1947થી મે 1964 | 17 વાર : 1947-1963 |
લાલ બહાદુર શાસ્ત્રી | જૂન 1964થી જાન્યુઆરી 1966 | 2 વાર : 1964-1965 |
ઇન્દિરા ગાંધી | જાન્યુઆરી 1966થી માર્ચ 1977 અને જાન્યુઆરી 1980થી ઓક્ટોબર 1984 | 16 વાર: 1966-1976 અને 1980-1984 |
મોરારજી દેસાઈ | માર્ચ 1977થી જુલાઈ 1979 | 2 વાર: 1977-1978 |
ચરણ સિંહ | જુલાઈ 1979થી જાન્યુઆરી 1980 | 1 વાર: 1979 |
રાજીવ ગાંધી | ઓક્ટોબર 1984થી ડિસેમ્બર 1989 | 5 વાર: 1985-1989 |
વીપી સિંહ | ડિસેમ્બર 1989થી નવેમ્બર 1990 | 1 વાર : 1990 |
પીવી નરસિમ્હા રાવ | જૂન 1991થી મે 1996 | 5 વાર : 1991-1995 |
એચડી દેવેગૌડા | જૂન 1996થી એપ્રિલ 1997 | 1 વાર: 1996 |
ઇન્દ્રકુમાર ગુજરાલ | એપ્રિલ 1997થી માર્ચ 1998 | 1 વાર: 1997 |
અટલ બિહારી વાજપેયી | મે 1996થી જૂન 1996 અને માર્ચ 1998થી મે 2004 | 6 વાર: 1998-2003 |
મનમોહન સિંહ | મે 2004થી મે 2014 | 10 વાર: 2004-2013 |
નરેન્દ્ર મોદી | મે 2014 થી અત્યાર સુધી | 7 વાર: 2014-2020 |
ગુલઝારી લાલ નંદા અને ચંદ્રશેખર એવા વડાપ્રધાન જેમને આ મોકો નથી મળ્યો
ગુલઝારી લાલ નંદા બે વાર 13-13 દિવસ માટે વડાપ્રધાન બન્યા. પહેલીવાર 27 મેથી 9 જૂન 1964 સુધી અને બીજી વાર 11 જાન્યુઆરી 1966 સુધી વડાપ્રધાન રહ્યા હતા. જ્યારે ચંદ્ર શેખર 10 નવેમ્બર 1990થી 21 જૂન 1991 સુધી 8 મહિના વડાપ્રધાન રહ્યા. પરંતુ આ બંને નેતાઓને લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવાનો મોકો નહતો મળ્યો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/340iOrv
via IFTTT
No comments:
Post a Comment