ગોંડલમાં ગત રાતથી બપોર સુધી ધોધમાર 4 ઈંચથી વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના ઉમવાડા અંડરબ્રિજ આજે સવારે વરસાદી પાણીથી છલોછલ ભરાય ગયો હતો. સવારે જ હજી ST બસ ફસાતા સ્થાનિક લોકોએ ગળાડૂબ પાણીમાં જીવના જોખમે 40 મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. બાદમાં આ જ અંડરબ્રિજ નીચે એમ્બ્યુલન્સ અને એન્ડેવર લક્ઝુરિયસ કાર ફસાઈ હતી. બંનેને દોરડા વડે ખેંચી બહાર કાઢવામાં આવી હતી. તંત્રની બેદરકારીને કારણે કાર અને એમ્બ્યુલન્સ ફસાઈ હોવાનું લોકો કહી રહ્યા છે.
એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીને બીજી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા
એમ્બ્યુલન્સ ફસાતા બીજી એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવતા દોડી આવી હતી. લોકોએ ફસાયેલી એમ્બ્યુલન્સમાંથી દર્દીને બીજી એમ્બ્યુલન્સ ખસેડી હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા. આ અંડર બ્રિજમાં એક દિવસમાં ત્રણ-ત્રણ મોટા વાહનો ફસાયા હતા. વાહનો ફસાતા જ લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા.
સ્થાનિક લોકોમાં રોષ
સ્થાનિક એક યુવાન મયુરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ અંડરબ્રિજે છેલ્લા એક વર્ષથી લોકોને એટલા પરેશાન કર્યા છે કે તેની કોઈ સીમા નથી. આ અંડરબ્રિજની અંદર ઘણીવાર અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વરસાદને કારણે સવારે એક ST બસ ફસાઈ હતી. જેમાં 40 મુસાફરો સવાર હતા અને તેમના જીવ તાળવે ચોટી ગયા હતા. આ મુસાફરોને ભારે જહેમત બાદ રેસ્કયૂ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ એક એન્ડેવર કાર ફસાઈ હતી તો કારમા સવાર આખા પરિવારને જીવના જોખમે બહાર કાઢવામાં આવ્યો હતો. બીજા એક યુવાને જણાવ્યું હતું કે, તમે જોઈ શકો છો કે અત્યારે કાર પાણીમાં ફસાઈ ગઈ છે. અહીં ચાલવાનો રસ્તો છેલ્લા બે મહિનાથી બંધ છે. બીજી સોસાયટીના લોકો અહીંથી પસાર થઈ શકતા ન હોવાથી પરેશાન છીએ.
સવારે ST બસ ફસાઈ હતી, 40 મુસાફરોનો બચાવ
રાજકોટ જિલ્લાના ગોંડલમાં ધોધમાર 4 ઈંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે જ ભારે વરસાદના પગલે ઉમવાડા અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉમવાડા અંડર બ્રિજમાં સવારે ST બસ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી. સ્થાનિક લોકો દ્વારા જીવના જોખમે ગળાડૂબ પાણીમાંથી 40 મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. પાણીમાં ફસાયેલા લોકો સામાન લઈને પાણીમાંથી બહાર નીકળ્યા હતા.
(દેવાંગ ભોજાણી, ગોંડલ)
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3kId4IL
via IFTTT
No comments:
Post a Comment