માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલાના હાથમાં જોવા મળતા ફોનનો ઉપયોગ હવે તમે પણ કરી શકશો. જી હા, ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘સરફેસ ડુઓ’ની લોન્ચિંગ ડેટ જાહેર થઈ છે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોન 10 સપ્ટેમ્બરે લોન્ચ થશે. આ ફોનનાં લોન્ચિંગ સાથે કંપની 4 વર્ષ પછી સ્માર્ટફોન માર્કેટમાં કમબેક કરશે.
આ ફોનની કિંમત 1 લાખ રૂપિયાથી વધારે હોઈ શકે છે. કંપનીએ ફોનને ગત વર્ષે હાર્ડવેર કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો. આ ઈવેન્ટમાં ડ્યુઅલ સ્કીન ટેબ્લેટ નિયો, સરફેસ લેપટોપ 3, સરફેસ પ્રો 7 અને સરફેસ પ્રો એક્સ પણ રજૂ થયા હતા.
માઈક્રોસોફ્ટ સરફેસ ડુઓની કિંમત અને ઉપલબ્ધતા
કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે સરફેસ ડુઓના બેઝિક વેરિઅન્ટની કિંમત $1,399 (આશરે 1,04,700 રૂપિયા) હશે. સૌ પ્રથમ અમેરિકામાં તેનું વેચાણ શરૂ થશે. તેનાં 128GB અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થશે.
વેરિઅન્ટ | કિંમત |
128GB | 1399.99 ડોલર (આશરે1,04,700 રૂપિયા) |
256GB | 1499.99 ડોલર (આશરે1,12,200 રૂપિયા) |
માઈક્રોસોફ્ટ સરફેસ ડુઓનાં બેઝિક સ્પેસિફિકેશન
- આ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં 5.6 ઈંચની 1,350x1,800 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવતી OLED સ્ક્રીન મળશે.
- ફોન અનફોલ્ડ કર્યા બાદ તેની સ્ક્રીન 8.1 ઈંચનાં ટેબ્લેટમાં પરિવર્તિત થઈ જાય છે. તેનું રિઝોલ્યુશન 2,700x1,800 પિક્સલ છે. સ્ક્રીનને 360 ડિગ્રી ફેરવી પણ શકાય છે.
- આ ફોનમાં નવાઈની વાત એ છે કે કંપનીએ પોતાની OSને બદલે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. જોકે તેમાં માઈક્રોસોફ્ટની કેટલીક એપ્સ પ્રિ-ઈન્સ્ટોલ્ડ મળશે.
- આ ફોલ્ડેબલ ફોનમાં 11MPનો કેમેરા મળશે, જે ફ્રન્ટ અને રિઅર એમ બંને કેમેરાનું કામ કરશે. તેનું અપર્ચર f/2.0 હશે. તેમાં બોકેહ ઈફેક્ટ, ઓપ્ટિકલ ઝૂમ, બ્લર ઈફેક્ટ સહિતનાં ફીચર્સ મળશે કે નહીં તે હજુ પણ સસ્પેન્સ છે.
- માઈક્રોસોફ્ટના આ ફોલ્ડેબલ ફોનમાં ઓક્ટા કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર અને 6GB રેમ મળી શકે છે.
- ફોનમાં 18 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 3577mAhની બેટરી મળશે.
- જોકે આ ફોનમાં 5G કનેક્ટિવિટી નહીં મળે. તેમાં 4G LTE કનેક્ટિવિટી મળશે.
- કનેક્ટિવિટી માટે તેમાં વાઈફાઈ, બ્લુટૂથ, USB ટાઈપ-સી પોર્ટ અને ઓડિયો જેક મળશે.
- સેમસંગના પ્રિમિયમની સ્માર્ટફોનની જેમ માઈક્રોસોફ્ટના આ ફોલ્ડેબલ ફોનમાં પણ ડ્રોઈંગ અને રાઈટિંગ માટે પેન સપોર્ટ મળી શકે છે.
સરફેસ ડુઓનાં ફીચર્સ
એકસાથે 2 એપ્સ પર કામ
આ ફોનમાં 2 સ્ક્રીન આપવામાં આવી છે. બંને સ્ક્રીન પર અલગ અલગ કામ કરી શકાશે. બંને સ્ક્રીન પર અલગ અલગ સોશિયલ મીડિયા એપ્સ ઓપરેટ કરી શકાશે.
એક સ્ક્રીન પર ટાઈપ બીજી સ્ક્રીન પર વ્યૂ
આ ફોનને લેપટોપની જેમ પણ ઉપયોગ કરી શકાશે. ડોક્યુમેન્ટ્સ એડિટિંગ સમયે 1 સ્ક્રીન પર કી બોર્ડ હશે અને બીજી પર ટાઈપ કરી શકાશે.
ડ્રેગ એન્ડ ડ્રોપ અક્રોસ સ્ક્રીન
આ ફીચર એકદમ યુનિક છે. આ ફીચરની મદદથી તમે કોઈ એક સ્ક્રીનના ટેક્સ્ટને બીજી સ્ક્રીન પર ડ્રેગ કરી શકો છો. ટુ ડુ લિસ્ટ તૈયાર કરવામાં આ ફીચર ઘણું કામ લાગશે.
ડ્યુઅલ સ્ક્રીન વ્યૂ
ફોનની ગેલરીમાં ફોટો/વીડિયો સિલેક્ટ કરવામાં આવશે તો તેનો વ્યૂ બીજી સ્ક્રીનમાં જોઈ શકાશે.
સરફેસ ડુઓ આ ફોનને ટક્કર આપશે
LG, સેમસંગ અને હુવાવે સહિતની ટેક બ્રાન્ડ્સે પોતાનો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યાં બાદ માઈક્રોસોફ્ટ માર્કેટમાં એન્ટ્રી કરશે. લુક અને ડિઝાઈનમાં ફોન સેમસંગ ફોલ્ડને ટક્કર આપી શકે છે.
સ્માર્ટફોન | કિંમત (રૂપિયામાં) |
સેમસંગ ફોલ્ડ | 1.74 લાખ |
સેમસંગ Z ફ્લિપ | 1.69 લાખ |
હુવાવે મેટ એક્સ | 3.60 લાખ (ફિલિપિન્સ) |
LG G8X | 54,990 |
આઈફોન 11 પ્રો મેક્સ | 1.40 લાખ |
વર્ષ 2016 પછી સ્માર્ટફોન સેગમેન્ટમાં માઈક્રોસોફ્ટની એન્ટ્રી
માઈક્રોસોફ્ટે વર્ષ 2014માં સ્માર્ટફોન સેગમેન્ટમાં એન્ટ્રી કરી હતી. સૌ પ્રથમ કંપનીએ લુમિયા 535 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. ત્યારબાદ કંપનીએ 11 લુમિયા સ્માર્ટફોન લોન્ચ કર્યાં. કંપનીએ છેલ્લે લુમિયા 650 સ્માર્ટફોન 2016માં લોન્ચ કર્યો હતો. અત્યાર સુધી કંપની માઈક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતી હતી, પરંતુ માર્કેટમાં માઈક્રોસોફ્ટ કરતાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમની ડિમાન્ડ વધવાથી કંપની હવે પોતાના ફોનમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31KSz5S
via IFTTT
No comments:
Post a Comment