પતંજલિ આઈપીએલના મુખ્ય સ્પોન્સર તરીકે પ્રબળ દાવેદાર મનાતી હતી પણ બાબા રામદેવ કહે છે કે કંપની ત્યારે જ સ્પોન્સરશિપ માટે આગળ આવશે જ્યારે કોઈ અન્ય ભારતીય કંપની આગળ નહીં આવે. તેમણે એ દાવાને નકારી કાઢ્યો કે પતંજલિએ સ્પોન્સરશિપ માટે બોલી લગાવી છે. બાયજૂ, અન-એકેડમી, તાતા સન્સ અને ડ્રીમ ઈલેવન જેવી કંપનીઓ રેસમાં છે. બોર્ડ 18 ઓગસ્ટે નવા સ્પોન્સરની જાહેરાત કરશે, જેનો કરાર ફક્ત આ સિઝન માટે જ હશે. અફઘાનિસ્તાનમાં શાપેજા ક્રિકેટ લીગ 6થી 18 સપ્ટેમ્બર સુધી રમાશે. એટલા માટે અફઘાની ખેલાડી પણ આઇપીએલની શરૂઆતની મેચોમાં બહાર રહી શકે છે.
દુબઈ નહીં અબુધાબીમાં હશે કેકેઆરનું બેઝ
કેકેઆર ટીમ 20 કે 21 ઓગસ્ટે યુએઈ રવાના થશે. તેનો બેઝ અબુધાબીની ધ રિટ્ઝ-કાર્લટન હોટેલ હશે. આ હોટેલમાં કેકેઆરના માલિક શાહરુખ ખાનની ભાગીદારી છે. ખેલાડી બાયો-સિક્યોર બબલમાં રહેશે.
સ્મિથની ગેરહાજરીમાં ઉનડકટ કેપ્ટન્સી કરશે
જયદેવ ઉનડકટ નિયમિત સુકાની સ્મિથની ગેરહાજરીમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટન્સી કરશે. સ્મિથ આઈપીએલના શરૂઆતનાં અઠવાડિયામાં નહીં રમે કેમ કે તે સમયે તે આઈસોલેશનમાં રહેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CzIsIk
via IFTTT
No comments:
Post a Comment