Thursday, August 13, 2020

સરકાર વિશ્વાસ પ્રસ્તાવ લાવશે, ભાજપે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી;BSPએ ધારાસભ્યોને કહ્યું- કોંગ્રેસ વિરુદ્ધ વોટિંગ કરો

રાજસ્થાનમાં બળવાખોરી થોભ્યા પછી આજથી 15મી વિધાનસભાનું 5મું સત્ર શરૂ થઈ રહ્યું છે. જેમાં ગેહલોત સરકાર વિશ્વાસ પ્રસ્તાવ લાવશે. ભાજપે પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી લીધી છે.આ સાથે જ BSPએ કોંગ્રેસમાં ગયેલા તેમના 6 ધારાસભ્યોને વ્હિપ જાહેર કર્યું છે અને કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવની સ્થિતિમાં કોંગ્રેસ વિરુદ્ધ વોટ કરો.

વિધાનસભામાં કોંગ્રેસની રણનીતિ તૈયાર કરવા માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરે ગુરુવારે ધારાસભ્ય પક્ષની બેઠક યોજાઈ હતી. જેમાં સચિન પાયલટ અને તેમના જૂથના 18 ધારાસભ્ય પણ પહોંચ્યા હતા. મીટિંગમાં ગેહલોતે કહ્યું કે, જે થયું એ બધુ ભૂલી જાવ.આ 19 ધારાસભ્યો વગર પણ બહુમતી સાબિત કરી દીધી હોત, પણ ખુશી ન મળત. ગેહલોતે કહ્યું કે, અમે પોતે વિશ્વાસ પ્રસ્તાવ લાવીશું. જે ધારાસભ્ય નારાજ છે, તેમની નારાજગી દુર કરીશું.

વિધાનસભાની હાજર ગણિતમાં સરકાર સુરક્ષિત
કુલ ધારાસભ્ય-200
બહુમતીનો આંકડો- 101
સરકાર પાસે-125
કોંગ્રેસઃ 107(પાયલટ જૂથના 19, બસપાના 6 MLA સામેલ)
RLD- 01
અપક્ષ-13
BTP-02
માકપા-02

વિપક્ષ
ધારાસભ્ય-75
ભાજપ-72
RLP -03

ભાજપ આ રીતે સરકારને ઘેરશે
કોંગ્રેસ પહેલા ભાજપે પણ ગુરુવારે તેમના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને કેન્દ્ર કૃષિ નરેન્દ્ર સિંહ તોમર પણ સામેલ થયા હતા. વસુંધરાએ કહ્યું કે, કોંગ્રેસ સરકારે જનતા માટે કંઈ નથી કર્યું. નેતા પ્રતિપક્ષ ગુલાબચંદ કટારિયા અને પ્રદેશઅધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે, ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. સરકાર એક મહિનાથી વાડામાં બંધ છે. પ્રદેશમાં કેન્દ્ર સરકારની યોજનાઓએ નજરઅંદાજ કરાઈ રહી છે.

ફોન ટેપિંગ અંગેના સવાલોને હટાવાયા
સત્ર માટે 2 દિવસનો પ્રશ્નકાળ નક્કી થયો છે.500થી વધુ સવાલ હાલ વિધાનસભાના રેકોર્ડ પર લેવાયા છે. 17 અને 18 ઓગસ્ટના પ્રશ્નકાળ માટે અત્યાર સુધી પંસદ કરાયેલા સવાલોમાંથી ફોન ટેપિંગ અંગેના સવાલને પણ બહાર કરી દેવાયો છે. જ્યારે BJP ફોન ટેપિંગને મુખ્ય મુદ્દો બનાવીને ઘેરવાની જાહેરાત કરી ચુકી છે.

કોરોના અંગે 26, મજૂરો અંગે 6 સવાલ
ધારાસભ્યો તરફથી જનતાની માંગના આધારે કરવામાં આવનારા સવાલોનો સૌથી મોટો મુદ્દો કોરોના લાગી રહ્યો છે. ચિકિત્સા તથા સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માને 54 સવાલ કરવામાં આવ્યા છે, જેમાંથી 26 કોરોના અંગેના છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rajasthan Vidhan Sabha Assembly Session Confidence In Motion By Congress And No Confidence Motion Bjp Ashok Gehlot Government Latest News Live Update


from Divya Bhaskar https://ift.tt/3iBOJTe
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...