16 ઓગસ્ટના રોજ મંગળ પોતાની જ રાશિ એટલે મેષમાં આવી જશે. આ પહેલાં આ ગ્રહ 18 જૂનના રોજ મીન રાશિમાં આવ્યો હતો. હવે આવતાં મહિને 10 સપ્ટેમ્બરે વક્રી થઇને 4 ઓક્ટોબરના રોજ ફરી મીન રાશિમાં આવી જશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે મંગળના પોતાની જ રાશિમાં આવી જવાથી દેશના પશ્ચિમ તથા ઉત્તરના ભાગમાં વરસાદ વધી શકે છે. આ સિવાય અન્ય જગ્યાએ વધારે કે ઓછા પ્રમાણમાં વરસાદ થશે. સાથે જ, દેશમાં મોંઘવારી વધી શકે છે. થોડી દુર્ઘટનાઓ પણ થઇ શકે છે. દેશમાં તણાવ અને ઉત્પાત વધવાની સંભાવના છે. દેશના ઉત્તર રાજ્યોમાં નાની-મોટી હિંસા અને વિરોધ પણ થઇ શકે છે.
મંગળના મેષ રાશિમાં આવી ગયા પછી તેના ઉપર બૃહસ્પતિ અને કેતુની દૃષ્ટિ પણ રહેશે. ગ્રહોની આ સ્થિતિ કુંભ અને મિથુન રાશિના લોકો માટે શુભ રહેશે. વૃશ્ચિક અને કર્ક રાસિના લોકો માટે સમય સામાન્ય રહેશે. ત્યાં જ, મેષ, મીન, મકર, ધન, તુલા, કન્યા, સિંહ અને વૃષભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.
45 દિવસ નહીં 6 મહિના પછી વૃષભ રાશિમાં મંગળ પહોંચશેઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે, મંગળ ગ્રહ મોટાભાગે 45 દિવસમાં રાશિ બદલે છે. પરંતુ આ વર્ષે બીજી રાશિ એટલે વૃષભ સુધી જવામાં 6 મહિનાથી વધારે સમય લાગશે. 16 ઓગસ્ટથી મંગળ મેષ રાશિમાં રહેશે. 10 સપ્ટેમ્બરના રોજ મેષમાં જ વક્રી થઇ જશે. ત્યાર બાદ વક્રી રહીને 4 ઓક્ટોબરના રોજ ફરી મીનમાં આવી જશે. પછી 14 નવેમ્બરના રોજ મીનમાં જ માર્ગી થઇ જશે. ત્યાર બાદ 23 ડિસેમ્બરના રોજ મેષમાં આવી જશે. ત્યાર બાદ ફેબ્રુઆરી 2021માં વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
મંગળ ઉપર કેતુ અને બૃહસ્પતિની દૃષ્ટિઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે મેષ રાશિમાં મંગળના આવી જવાથી તેના ઉપર બૃહસ્પતિ અને કેતુની પાંચમી દૃષ્ટિ રહેશે. જેના પ્રભાવથી દેશના પશ્ચિમ અને ઉત્તરના રાજ્યોમાં વિક્ષેપ કારક શક્તિઓ સક્રિય થઇ શકે છે. સામાજિક તણાવ અને ઉત્પાતના યોગ બની રહ્યા છે. અન્ય દેશના દુશ્મનોનો દેશમાં દખલ વધી શકે છે. રાષ્ટ્રીય આવકમાં વધારો થવાની સંભાવના છે. સંસાધનમાં વિકાસના યોગ બની રહ્યા છે. થોડાં નવા ચહેરા આકર્ષણનું કેન્દ્ર પણ બનશે. રાષ્ટ્રીય હિત વિચાર અને મંથન વધશે.
10 સપ્ટેમ્બરના રોજ મંગળના વક્રી થવાથી મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય વ્યક્તિત્વના નિધનની સંભાવના છે. આતંકવાદ વધવાની સંભાવના છે. દેશના ઉત્તર ભાગમાં ઊથલ-પાથલ થવાના યોગ બની રહ્યા છે. રાજનૈતિક ક્ષેત્રમાં અસ્થિરતા જળવાયેલી રહેશે. દુર્ઘટનાઓ વધી શકે છે. દક્ષિણના દરિયા કિનારા તરફથી રાષ્ટ્રીય આવક ઓછી થઇ શકે છે, પરંતુ ખાદ્ય પદાર્થો વધશે. થોડાં રાજનેતા આંતરિક ષડયંત્રના શિકાર થઇ શકે છે. ત્યાર પછી 4 ઓક્ટોબરના રોજ ફરીથી મીન રાશિમાં મંગળના આવી જવાથી દેશના દુશ્મન નબળા થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3iCIrCS
via IFTTT
No comments:
Post a Comment