Monday, August 17, 2020

​​​​​​​સુપ્રીમકોર્ટ નક્કી કરશે કે જજો સામે જાહેરમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકાય કે નહીં?

વકીલ પ્રશાંત ભૂષણ સામેના કોર્ટના અનાદરનાં 11 વર્ષ જૂના કેસમાં સુપ્રીમકોર્ટે સોમવારે 2 મોટા સવાલ નક્કી કર્યા. આ અંગે સુનાવણી કરી રહેલી કોર્ટ નક્કી કરશે કે જજો સામે સાર્વજનિક ધોરણે ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકાય કે નહીં? જસ્ટિસ અરુણ મિશ્રાના વડપણ હેઠળની બેન્ચ એ પણ નક્કી કરશે કે આ મુદ્દો સુનાવણી માટે લાર્જર બેન્ચને મોકલવો કે નહીં? વધુ સુનાવણી 24 ઓગસ્ટે થશે.

પ્રશાંત ભૂષણ વતી સિનિયર એડવોકેટ રાજીવ ધવને સુપ્રીમકોર્ટ સમક્ષ કહ્યું કે જજો સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવવો એ કોર્ટનો અનાદર નથી. કોર્ટે આરોપોના સંદર્ભમાં પરિસ્થિતિઓ પર વિચાર કરવો જોઇએ. સુનાવણી દરમિયાન જસ્ટિસ મિશ્રાએ રિટાયર્ડ જસ્ટિસ જે. એસ. વર્માનો એક ચુકાદો ટાંકતાં કહ્યું, ‘સુપ્રીમકોર્ટનો આ ચુકાદો કહે છે કે જજો સામે ભ્રષ્ટાચારનો આરોપ સીધો પહેલી વારમાં જાહેર ન કરી શકાય. તે પહેલાં કોર્ટના વહીવટી વિભાગમાં આંતરિક તપાસ માટે મૂકવા જરૂરી છે.’

આ તબક્કે સિનિયર એડવોકેટ શાંતિ ભૂષણે કહ્યું કે કોર્ટે નિયમિતપણે સુનાવણી શરૂ થયા બાદ જ આ મામલો સાંભળવો જોઇએ. જવાબમાં જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે તેઓ મામલો ખતમ કરવા ઇચ્છતા હતા પણ આમાં બે મહત્ત્વના સવાલ ઊભા થયા છે, જે નક્કી કરવા ખૂબ જરૂરી છે. આ સવાલ કોઇ વ્યક્તિ વિશેષના સંદર્ભમાં નથી. નોંધનીય છે કે 2009માં પ્રશાંત ભૂષણે ‘તહલકા’ મેગેઝિનને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે કોર્ટના 16 ચીફ જસ્ટિસમાંથી અડધાને ભ્રષ્ટ કહ્યા હતા. આ મામલે સુપ્રીમકોર્ટે સુઓ મોટો નોંધ લઇને અનાદરની કાર્યવાહી હાથ ધરી હતી. મેગેઝિનના તત્કાલીન એડિટર તરુણ તેજપાલ પણ આરોપી છે.

સુપ્રીમકોર્ટ આ 2 સવાલ અંગે વિચાર કરશે

  • જો કોઇ જજ સામે ભ્રષ્ટાચાર સંબંધી ફરિયાદ હોય તો શું જજોના ભ્રષ્ટાચાર અંગે સાર્વજનિક નિવેદન આપી શકાય? આવા નિવેદન ક્યારે આપી શકાય અને ક્યારે નહીં?
  • હાલ કાર્યરત જજો અને નિવૃત્ત જજોના સંબંધમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવા અંગે શું પ્રક્રિયા હોવી જોઇએ?


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Will the Supreme Court decide whether judges can be publicly charged with corruption?


from Divya Bhaskar https://ift.tt/313DbCb
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...