વકીલ પ્રશાંત ભૂષણ સામેના કોર્ટના અનાદરનાં 11 વર્ષ જૂના કેસમાં સુપ્રીમકોર્ટે સોમવારે 2 મોટા સવાલ નક્કી કર્યા. આ અંગે સુનાવણી કરી રહેલી કોર્ટ નક્કી કરશે કે જજો સામે સાર્વજનિક ધોરણે ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકાય કે નહીં? જસ્ટિસ અરુણ મિશ્રાના વડપણ હેઠળની બેન્ચ એ પણ નક્કી કરશે કે આ મુદ્દો સુનાવણી માટે લાર્જર બેન્ચને મોકલવો કે નહીં? વધુ સુનાવણી 24 ઓગસ્ટે થશે.
પ્રશાંત ભૂષણ વતી સિનિયર એડવોકેટ રાજીવ ધવને સુપ્રીમકોર્ટ સમક્ષ કહ્યું કે જજો સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવવો એ કોર્ટનો અનાદર નથી. કોર્ટે આરોપોના સંદર્ભમાં પરિસ્થિતિઓ પર વિચાર કરવો જોઇએ. સુનાવણી દરમિયાન જસ્ટિસ મિશ્રાએ રિટાયર્ડ જસ્ટિસ જે. એસ. વર્માનો એક ચુકાદો ટાંકતાં કહ્યું, ‘સુપ્રીમકોર્ટનો આ ચુકાદો કહે છે કે જજો સામે ભ્રષ્ટાચારનો આરોપ સીધો પહેલી વારમાં જાહેર ન કરી શકાય. તે પહેલાં કોર્ટના વહીવટી વિભાગમાં આંતરિક તપાસ માટે મૂકવા જરૂરી છે.’
આ તબક્કે સિનિયર એડવોકેટ શાંતિ ભૂષણે કહ્યું કે કોર્ટે નિયમિતપણે સુનાવણી શરૂ થયા બાદ જ આ મામલો સાંભળવો જોઇએ. જવાબમાં જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે તેઓ મામલો ખતમ કરવા ઇચ્છતા હતા પણ આમાં બે મહત્ત્વના સવાલ ઊભા થયા છે, જે નક્કી કરવા ખૂબ જરૂરી છે. આ સવાલ કોઇ વ્યક્તિ વિશેષના સંદર્ભમાં નથી. નોંધનીય છે કે 2009માં પ્રશાંત ભૂષણે ‘તહલકા’ મેગેઝિનને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે કોર્ટના 16 ચીફ જસ્ટિસમાંથી અડધાને ભ્રષ્ટ કહ્યા હતા. આ મામલે સુપ્રીમકોર્ટે સુઓ મોટો નોંધ લઇને અનાદરની કાર્યવાહી હાથ ધરી હતી. મેગેઝિનના તત્કાલીન એડિટર તરુણ તેજપાલ પણ આરોપી છે.
સુપ્રીમકોર્ટ આ 2 સવાલ અંગે વિચાર કરશે
- જો કોઇ જજ સામે ભ્રષ્ટાચાર સંબંધી ફરિયાદ હોય તો શું જજોના ભ્રષ્ટાચાર અંગે સાર્વજનિક નિવેદન આપી શકાય? આવા નિવેદન ક્યારે આપી શકાય અને ક્યારે નહીં?
- હાલ કાર્યરત જજો અને નિવૃત્ત જજોના સંબંધમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવા અંગે શું પ્રક્રિયા હોવી જોઇએ?
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/313DbCb
via IFTTT
No comments:
Post a Comment