Thursday, August 13, 2020

ધોધમાર વરસાદથી દિલ્હીના હાલ થયા બેહાલ, દિલ્હી-એનસીઆરમાં મુશળધાર વરસાદ, ટ્રાફિકજામથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ

રાજધાની દિલ્હીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં પલટો થતા મુશળધાર વરસાદ પડ્યો છે. વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત મળી છે. ભારે વરસાદના કારણે દિલ્હીમાં રસ્તાઓ પર જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હીમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં ટ્રાફિકજામ થયો હતો. નોર્થ દિલ્હીના જખીરા અંડરબ્રિજમાં પાણી ભરાતા એક કારમાં સવાર એક વ્યક્તિ નો બચાવ થયો હતો. રાતભર પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

દિલ્હીમાં આરટીઓ ખાતે ભારે ટ્રાફિકજામ, દૂર-દૂર સુધી ગાડીઓની લાંબી લાઈન લાગી હતી

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પાડવાની આગાહી

હવામાન વિભાગે આગામી બે દિવસ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. આગામી કેટલાક કલાકો દરમિયાન દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, રોહતક, ગુરુગામ, ફરીદાબાદ, પલવલ, પાણીપત સહીત અનેક જગ્યાએ માધ્યમ વરસાદ પાડવાની આગાહી કરી છે. આ વિસ્તારોમાં હાલમાં પણ વરસાદ પાડવાનો સિલસિલો યથાવત છે.

દિલ્હી-એનસીઆરમાં મુશળધાર વરસાદ પડતા રસ્તાઓ પણ પાણી ભરાઈ ગયા હતા. જો વરસાદ આપ્રમાણે જ યથાવત રહ્યો તો દિલ્હીવાસીઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઇ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
દિલ્હીમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં ટ્રાફિકજામ થયો


from Divya Bhaskar https://ift.tt/2Fl630y
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...