Thursday, August 13, 2020

રશિયાની વેક્સીન 'સ્પુતનિક વી'ના 3થી 5 અબજ ડોઝની વિશ્વભરમાં ડિમાન્ડ, તેનાથી દેશને 5.61 લાખ કરોડ રૂપિયાની કમાણી થશે

વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 2 કરોડ 8 લાખ 27 હજાર 637 કેસ નોંધાયા છે. તેમા 1 કરોડ 37 લાખ 23 હજાર 478 દર્દી સાજા થયા છે. 7 લાખ 47 હજાર 584ના મોત થયા છે. આંકડા https://ift.tt/2VnYLis પરથી લેવાયા છે.

મોસ્કો ડેલી વેદોમોસ્તી મુજબ 'સ્પુતનિક વી'ની જાહેરાત પછી વિશ્વભરમાં 3થી 5 અબજ ડોઝ વેક્સીનની માંગ થઈ રહી છે. તેનાથી રશિયાને 75 બિલિયન ડોલર (5.61 લાખ કરોડ રૂપિયા)ની કમાણી થશે. 2021ના અંત સુધીમાં રશિયાની 20થી વધારે દેશમાં 1 અબજ ડોઝ સપ્લાઈ કરવાની યોજના છે.

10 દેશમાં આજે કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ

કેસ મોત કેટલા સાજા થયા
અમેરિકા 53,60,302 1,69,131 28,12,603
બ્રાઝીલ 31,70,474 1,04,263 23,09,477
ભારત 23,95,471 47,138 16,95,860
રશિયા 9,02,701 15,260 7,10,298
દ. આફ્રિકા 5,68,919 11,010 4,32,029
મેક્સિકો 4,98,380 54,666 3,36,635
પેરુ 4,98,555 21,713 3,41,938
કોલંબિયા 4,22,519 13,837 2,39,785
ચીલી 3,78,168 10,205 3,51,419
સ્પેન 3,76,864 28,579 ઉપલબ્ધ નથી

મેક્સિકો: 4.98 લાખ કેસ
મેક્સિકોના સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં 5858 નવા કેસ નોંધાયા છે અને 737 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં સંક્રમિતોનો આંકડો 4 લાખ 98 હજાર 380 થયો છે. અત્યાર સુધીમાં 54 હજાર 666 મોત થયા છે.

પેરુ: દર રવિવારે કર્ફ્યૂ
પેરુના રાષ્ટ્રપતિ માર્ટિન વિજકારાએ દર રવિવારે દેશમાં કર્ફ્યૂ લાગુ કર્યો છે. તેમણે કહ્યું કે સંક્રમણમાંથી બહાર આવવા માટે આ નિર્ણય લેવાયો છે. પેરુમાં અત્યાર સુધીમાં 4.89 લાખ કેસ નોંધાયા છે. દરરોજ અહીં 7 હજાર કેસ નોંધાય છે.

બ્રિટન: ઈંગ્લેન્ડમાં મોતનો નવો આંકડો જાહેર
સરકારે બુધવારે ઈંગ્લેન્ડમાં સંક્રમણનો નવો આંકડો જાહેર કર્યો છે. તેમાં પહેલાની સરખામણીમાં 5377 મોત ઓછા બતાવાયા છે. સરકારે જણાવ્યું હતું કે તેમા એ લોકોનો પણ સમાવેશ કરાયો છે જેઓ સાજા થઈ ગયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
world corona live update 13 August


from Divya Bhaskar https://ift.tt/30RCXhn
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...