પાકિસ્તાન કચ્છની સામેપાર સિંધમાં સતત પોતાના વિસ્તારોમાં માળખાકિય સુવિધા મજબુત કરી રહ્યું છે, તેવામાં સિરક્રિક પાસે પાકિસ્તાને પોતાની ચોકીમાં સુવિધા વધારી છે તો કચ્છની આંતરરાષ્ટ્રીય સીમાથી 20 કિમીના અંતરે જ એક હેડિપેડની સેટેલાઇટ ઇમેજ પણ બહાર આવી છે. થોડા સમયમાં જ આ સવલતો વધારો થયો છે. આ તમામ ગતિવિધિઓ પણ ભારતીય એજન્સીઓની પણ નજરમાં છે. ચોંકાવનારી વાત એ છે કે પાકિસ્તાની આ હેડિપેડ ગુગલ મેપમાં પણ સ્પષ્ટ જોઇ શકાય તેમ છે.
સરહદ પર પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થા ખૂબજ મજબુત બનાવાઇ
આ અંગે મળતી વિગતો મુજબ એક સમય એવો હતો કે કચ્છની સરહદનો ઉપયોગ પાકિસ્તાન માત્ર દાણચોરી માટે કરતું. જોકે હવે કચ્છ સરહદને પાકિસ્તાન ગંભીરતાથી લઇ રહ્યું છે. ભારત દ્વારા તો નાપાક પાડોશીના કારણે સરહદ પર પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થા ખૂબજ મજબુત બનાવાઇ છે. જોકે હવે પાકિસ્તાન પણ ભારતની જેમ કચ્છ સરહદ પર માર્ગો, સામરીક સામગ્રી, ચોકીઓ, વોચ ટાવર સહિતની સુવિધામાં વધારો કરી રહ્યું છે.
ખાસ તો હરામીનાળાની સામેેની બાજુએ પાકિસ્તાને પોતાના વિસ્તારમાં હેલિપેડ બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 20 કિમીના અંતરે આ હેડિપેડ ગુગલ મેપમાં પણ દેખાઇ શકે છે. તો બન્ને દેશ વચ્ચે વિવાદનો કેન્દ્ર બનેલી સિર ક્રીકને પાકિસ્તાને તાજેતરમાં નવા નશમામાં પોતાની હોવાનો દાવો કર્યો હતો. આ સિર ક્રિકની સામે પણ માત્ર 15 કિમી દૂર ચોકી જેવુ માળખુ સેટેલાઇટ તસવીરોમાં દેખાઇ રહ્યું છે. આ વિસ્તારમાં પાકિસ્તાની રેન્જર્સની ચોકીઓ આંતરરાષ્ટ્રીય સરહદો પર નજર રાખતી એજન્સીઓના ધ્યાને આવી હતી. આવી એજન્સીઓએ સિરક્રિક સામે પાકિસ્તાની ચોકીઓની સેટેલાઇટ તરસવીરો જારી કરી હતી. આ ચોકીઓ પણ ગુગલ મેપમાં સ્પષ્ટ દેખાઇ રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3kLPBXn
via IFTTT
No comments:
Post a Comment