Friday, August 14, 2020

આજના માહોલમાં ડિક્ટેટર નહીં, પોઝિટિવ પેરેન્ટિંગ જરૂરી

આ એવો અવસર છે કે જ્યારે આપણે આપણાં બાળકો સાથે એક બોન્ડ બનાવી શકીએ છીએ. ડિક્ટેટર બનવાની પ્રવૃત્તિ આપણાં બાળકો માટે જરાય ફાયદાકારક સાબિત નહીં થાય. શાબ્દિક કે શારીરિક સજા ટાળવી જોઇએ.

મારા બાળપણની એક બહુ સુખદ યાદ એ પળની છે કે જ્યારે આખો પરિવાર સાથે બેસીને ટીવી પર કોઇ ફિલ્મ જોતો હતો. એવામાં જ્યારે હિંસાનો કોઇ સીન આવે ત્યારે મા તેમના હાથથી મારી આંખો બંધ કરી દેતી હતી. સ્વાભાવિક છે કે તેના કારણે મારી જોવાની ઉત્સુકતા વધી જતી પણ ભારે મથામણ પછી પણ હું તેમનો હાથ મારી આંખો પરથી હટાવી શકતો નહોતો. માતા-પિતાનું બાળકોને તકલીફોથી બચાવવાનું કેટલું પ્રાકૃતિક છે. લાગે છે કે આ વ્યવહાર માતા-પિતાના મગજમાં કોડ કરી દેવાયો છે.

વિજ્ઞાને આજે સાબિત કરી દીધું છે કે બાળકે જેવું બાળપણ વિતાવ્યું હોય તેની અસર તેના વિકાસ અને વ્યક્તિત્વ પર પડે જ છે. ખાસ કરીને જીવનનાં પ્રથમ 6 વર્ષ બહુ મહત્ત્વનાં છે કે જ્યારે મગજનો વિકાસ બહુ ઝડપથી થાય છે. આ એ જ સમય છે કે જે નક્કી કરી દે છે કે બાળક આગળ જતાં કેટલું સ્વસ્થ અને સુખી રહેશે? નવા પુરાવા તો એવા પણ છે કે જે દર્શાવે છે કે બાળપણમાં નકારાત્મક લાગણીઓનો અનુભવ બાળકોના ભાવનાત્મક વિકાસ પર નકારાત્મક અસર કરે છે.

આજે આખી દુનિયા કોરોના મહામારી સામે ઝઝૂમી રહી છે. આવા અનિશ્ચિત અને ભયના માહોલમાં જ્યારે પ્રી-સ્કૂલ અને સ્કૂલ બંધ છે, પરિવાર ઘરમાં કેદ છે, અવર-જવર પર નિયંત્રણો છે, નોકરી ગયાના અને આવક ઘટ્યાના સમાચાર છે, વર્ક ફ્રોમ હોમના કારણે તણાવ વધ્યો છે. એવામાં સ્વાભાવિક છે કે માતા-પિતા ખૂબ તણાવમાં હશે પણ આવા સમયમાં જ પેરેન્ટ્સે આ પડકાર સામે લડવા માટે તૈયાર રહેવું પડશે. તેમણે કોઇ પણ સંજોગોમાં પોતાના તણાવ અને નકારાત્મક લાગણીઓ બાળકો સુધી પહોંચતા રોકવા પડશે. આજની સ્થિતિમાં પોઝિટિવ પેરેન્ટિંગ અપનાવવું બહુ જરૂરી છે. આપણી જવાબદારી છે કે આપણે હકારાત્મક વિચારો અને વર્તનથી એવો માહોલ તૈયાર કરીએ કે બાળકોને આંગળી પકડીને આ મહામારી જેવા ગંભીર પડકાર સામે લડીને બહાર લાવી શકીએ. તેનાથી આગળ જતાં તેમની માનસિક પ્રતિકારક શક્તિ વધી શકશે.

આ મહામારી એક તક છે કે જ્યારે આપણે બાળકો સાથે એક બોન્ડ બનાવી શકીએ, જેથી આપણે એકબીજાને સપોર્ટ કરી શકીએ. એવામાં ડિક્ટેટર બની રહેવાની પ્રવૃત્તિ આપણાં બાળકો માટે જરાય ફાયદાકારક નથી. આપણે આપણાં બાળકોની લાગણીઓ સમજવી જોઇએ. તેમને એટલી સ્પેસ આપવાની જરૂર છે કે જેમાં તેઓ ખૂલીને પોતાની લાગણીઓ, વિચારો વ્યક્ત કરી શકે. જો કોઇ બાળક જીદ કરતું હોય કે ખરાબ વર્તન કરી રહ્યું હોય તો તેને ગુસ્સે થઇને જવાબ આપતાં પહેલાં આપણે થંભીને એક પળ માટે વિચારવું જોઇએ, કેમ કે કદાચ બાળકની આ રીત તેનો ડર, તણાવ અને ચિંતા વ્યક્ત કરી રહ્યાં હોય, જેને તે બીજી કોઇ રીતે વ્યક્ત કરવા અક્ષમ હોય. કોઇ પણ સંજોગોમાં આપણે બાળકોને શાબ્દિક કે શારીરિક સજા આપવાનું ટાળવું જોઇએ.

બાળકો કોવિડ-19 અંગે અનેક સવાલ પૂછશે અને આપણે એ સ્તરે જવાબ આપવાનો રહેશે જેને તે સમજી શકે. જો તે સવાલ ન પૂછે તોપણ આપણે આ પરિસ્થિતિ વિશે તેમને સમજાવવું પડશે. જો એક જ પ્રશ્ન વારંવાર પૂછે તો તમારે સમજવું કે તે સાંત્વના અને વિશ્વાસ ઈચ્છે છે એટલા માટે તમારે સંયમથી વર્તવું જરૂરી છે. જો તમને તેમના પ્રશ્નોનો જવાબ ખબર નથી તો તેને શોધવા પ્રયાસ કરો. લાખો પરિવાર એવા છે જે એક જેવી ચિંતાનો સામનો કરી રહ્યા છે. એટલા માટે આ ખરેખર જરૂરી બની ગયું છે કે તમે બાળકોની દેખરેખ કરવાની સાથે તમે પોતાનું પણ ધ્યાન રાખો કેમ કે તમારી ભાવનાત્મક સ્થિરતા બાળકો માટે મહત્ત્વપૂર્ણ ઉપહાર સાબિત થઈ શકે છે. બાળકોને ધીરજની સાથે સાંભળવા, એક પ્રેમથી ભરપૂર થપકી, એક ખુશનુમા ઝપ્પી, પ્રેમથી ચુંબન જેવા લાડ બાળકને એક મજબૂત અને દયાળુ વ્યક્તિ થવામાં મદદરૂપ સાબિત થશે. તેનાથી તે તમને સમજી શકશે અને આગળ પણ કોઈને સહારો આપશે. અમારાં નાના નાના બાળકો માતા-પિતા કે પરિવારના અન્ય સભ્યોથી આવા આશ્વાસનની આશા રાખીએ છીએ કેમ કે એ વાતથી ફેર નથી પડતો કે બહારની દુનિયામાં કેટલી ઊથલ-પાથલ છે. બાળકો માટે તો તેમનાં માતા-પિતા જ હીરો છે. માટે અાપણે પાઘડી કે મુગટ પહેરીએ કે નહીં, દરેક સમયે પોતાનાં બાળકોને એ વિશ્વાસ અપાવવાની જરૂર છે કે તેમના માટે આપણે છીએ...!



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સચિન તેંડુલકરની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2PWlMVT
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...