Friday, August 14, 2020

ડૉક્ટરને સંક્રમણનું સૌથી વધુ જોખમ, તેમના માટે હવે વિશેષ બોક્સ

વિશ્વભરમાં એવા ઘણા કિસ્સા આવ્યા છે કે જેમાં ડૉક્ટરોને ઇન્ટ્યૂબેશન કરતા સમયે દર્દીને કારણે ચેપ લાગ્યો હોય. ઇન્ટ્યૂબેશન એવી પ્રક્રિયા છે જેમાં દર્દીની શ્વાસનળીને બ્રીધિંગ ટ્યુબની મદદથી વેન્ટિલેટર સાથે જોડવામાં આવે છે. ઘણા ડૉક્ટર સંક્રમિત થયા હોવાથી એવા ઇન્ટ્યૂબેશન બોક્સ મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં જરૂરી સાધન બની રહ્યાં છે.

માત્ર એક અભિયાનથી 187 કરોડ મેળવ્યા
આ પ્રકારના બોક્સને સૌથી પહેલા તાઈવાનના એનેસ્થેસિયોલોજિસ્ટ હીસીન યંગ લઈએ બનાવ્યું હતું. જ્યારે તેમને તેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તો ઘણી કંપનીઓએ તે બનાવવાનું શરૂ કરી દીધું. તેને જરૂરી સાધન માનીને ઘણાએ તેના માટે ઓનલાઈન ફંડ મેળવ્યું. માત્ર અમેરિકામાં ગો ફંડ મી ડૉટકોમ નામની વેબસાઈટ પર આ માટે 187 કરોડ રૂપિયા મેળવાયા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આ તસવીર દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ શહેરની એક હોસ્પિટલની છે. અહીં ડૉક્ટર્સ નવા ડિવાઈસ ‘ઇન્ટ્યૂબોક્સ’નો ડેમો આપી રહ્યાં છે.


from Divya Bhaskar https://ift.tt/3gXG8tP
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...