Friday, August 14, 2020

બાટલા હાઉસ એન્કાઉન્ટરના 12 વર્ષ પછી શહીદ શર્માને વીરતા પુરસ્કાર, ચીન સામે લડનારા ITBPના 21 જવાનોને પણ એવોર્ડની ભલામણ

ગૃહ મંત્રાલયે 2020ના કેલેન્ડરી અને સર્વિસ એવોર્ડની જાહેરાત કરી છે. તેમાં પહેલું સ્થાન જમ્મુ કાશ્મીર પોલીસ અને બીજા સ્થાને સીઆરપીએફ જ્યારે ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે. જમ્મુ-કાશ્મીર પોલીસને કુલ 81 અને સીઆરપીએફ્ને 55 અને યુપી પોલીસને 23 પુરસ્કાર મળ્યાં છે. કુલ 215 પોલીસને ગેલેન્ટી એવોર્ડ અપાશે. 80ને રાષ્ટ્રપતિ પોલીસચંદ્ર અને 631ને સર્વિસ એવોર્ડ અપાશે. ગુજરાતના 19 પોલીસ કર્મીઓને એવોર્ડ મળશે. 2008માં બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મોહનચંદ્ર શર્માને મરણોપરાંત વીરતા એવોર્ડ મળશે. આ ઉપરાંત સીબીઆઈના 32, એનઆઈએના 5 અધિકારીને એવોર્ડ મળશે. ચીન સામે લડનારા આઈટીબીપીના 21 જવાનોને પણ એવોર્ડ આપવાની ગૃહમંત્રાલય તરફથી ભલામણ કરવામાં આવી છે.

શહીદ ઇન્સ્પેક્ટર શર્માને 7મી વાર વીરતા ચંદ્રક મળશે
2008ના બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા દિલ્હી પોલીસના ઇન્સ્પેક્ટર મોહનચંદ્ર શર્માને મરણોપરાંત વીરતા ચંદ્રકથી સન્માનાશે. શર્મા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં હતા. 44 વર્ષીય મોહનચંદ્ર શર્માને 19 સપ્ટેમ્બર 2008ના રોજ દક્ષિણ દિલ્હીમાં બાટલા હાઉસમાં છૂપાયેલા 5 શંકાસ્પદ આતંકીઓને પકડવા દરમિયાન 3 ગોળી વાગી હતી. બાદમાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું સન્માન થયું હતું. 2009માં તેમને અશોક ચક્ર પ્રાપ્ત થયું હતું. મોહનચંદ્ર શર્માનું આ 7મું વીરતા પ્રદક હશે. તેમને 7 વાર રાષ્ટ્રપતિ ચંદ્રકથી પણ સન્માનિત કરાયા છે.

ITBPના 294 કર્મીને એવોર્ડ જાહેર
આઈટીબીપીના 294 જવાનોને ડાયરેક્ટર જનરલ સન્માન પ્રાપ્ત થશે. ચીન સામે લડનારા 21 જવાનોને ગેલેન્ટરી એવોર્ડ માટે ભલામણ કરાઈ છે. આ ઉપરાંત 318 જવાનોને કોવિડ સામેના જંગ માટે હોમ મિનિસ્ટર સ્પેશિયલ ઓપરેશન એવોર્ડ એનાયત થશે. દિલ્હીમાં આઈટીબીપીએ વિક્રમી સમયમાં 10 હજારની બેડ ક્ષમતા ધરાવતા સરદાર પટેલ કોવિડ 19 કેર સેન્ટરની સ્થાપના કરી હતી. આ ઉપરાંત રાધા સ્વામી બ્યાસ ખાતે હોસ્પિટલનું પણ નિર્માણ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
દિલ્હી પોલીસના ઇન્સ્પેક્ટર મોહનચંદ્ર શર્માની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/31RT125
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...