આજે સ્વતંત્રતા દિવસ છે. 15 ઓગસ્ટ છે. આજે એક એવો દિવસ છે જેના માટે દરેક ભારતીય ગર્વ અનુભવે છે. આ વખતે સમગ્ર દેશમાં 74મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે જ વર્ષ 1947માં ભારતે અંગ્રેજો પાસેથી સ્વતંત્રતા મેળવી હતી. પણ આ સ્વતંત્રતા કેવી રીતે મળી હતી, કેટલા દેશભક્તોએ તેમનું જીવન કુરબાન કર્યું હતું, કેટલા શહીદો હસતે મો ફાંસીના માંચડે ચડ્યા હતા, કેટલા લોકોએ બંદુકની ગોળીઓ ખાધી હતી. આવા અગણિત શહીદ વીર સપૂત, દેશભક્તોએ આઝાદી અપાવવા માટે લડાઈ લડ્યા હતા. આજે એ ઘડી આવી ગઈ છે કે તે મહાન લોકોને આપણે યાદ કરીએ, તેમને નમન કરીએ.
આ માટે આ સ્વતંત્રતા દિવસ નિમિતે અમે તમારા માટે રજૂ કરી છે એવી 74 યાદગાર તસ્વીરો કે જેના મારફતે તમે સ્વતંત્રતાને લગતા અનેક ઘટનાક્રમોને જાણી શકશો, સમજી શકશો અને એ મહાન વીરોને નમન પણ કરી શકશો.....
24 ઓગસ્ટ 1608ના દિવસે કારોબાર કરવાના ઉદ્દેશથી અંગ્રેજોએ ભારતના સુરત બંદર (Port) પર પગ મુક્યો. અને ધીમે ધીમે અહીં વસવાટ કરતા ગયા. આપણને ગુલામ બનાવી તેમના તમામ કામો કરાવતા ગયા. આ તસ્વીરમાં એક અંગ્રેજ ભારતીય નાગરિક પાસે તેના નખ કપાવી રહ્યો છે.
આ તસ્વીર 1857ના વિપ્લવ અગાઉની છે. તે સમયે અંગ્રેજો જે કારતૂસનો ઉપયોગ કરતા હતા તેની ઉપર ગાય અને સુવરના માંસનો ઉપયોગ થતો હતો. બ્રિટીશ સેનામાં સામેલ ભારતીય સૈનિકોએ તેનો વિરોધ કર્યો. ત્યારબાદ અંગ્રેજો સામે વિપ્લવ થયો.
આ તસ્વીર લખનઉના સિકંદર બાગની છે. વર્ષ 1857માં અંગ્રેજ સેનામાં સામેલ ભારતીય સૈનિકોએ વિપ્લવ બાદ સેંકડો ભારતીય સૈનિક આ બાગમાં છૂપાઈ ગયા હતા. નવેમ્બર 1857માં અંગ્રેજ સેનાએ આ બાગ પર હુમલો કર્યો હતો અને આશરે બે હજાર સૈનિકોને નિર્મમ રીતે મારી નાખ્યા હતા. આ તસ્વીરમાં જે કંકાલ દેખાય છે તે ભારતીય સૈનિકોના જ છે.
આ તસ્વીર લખનઉ રેજીમેન્ટની છે. આ એ જગ્યા છે કે જ્યાં 1857માં અંગ્રેજોએ શરણ લીધી હતી. 1857માં જ્યારે તોફાનો થયા ત્યારે અહીં છૂપાયેલા અંગ્રેજો પર હુમલા થયા હતા. આશરે 5 મહિના સુધી લડાઈ ચાલી હતી. બોમ્બ, દારુગોળો અને તોપના ગોળાથી અહીં હુમલા કરવામાં આવ્યા હતા. આજે પણ આ જગ્યા તે સમય જેવી જ છે.
આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ઓરિજિનલ તસ્વીર છે. તે 1857ના વિપ્લવ બાદ જ્યારે અંગ્રેજોએ ઝાંસી પર હુમલો કર્યો તો રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોને જડબાતોડ જવાબ આપ્યો હતો. ઝાંસી સામે અંતિમ કાર્યવાહી કરનાર અંગ્રેજ હ્યુરોજે કહ્યું હતું કે વિપ્લવ ઓ વચ્ચે તે એકમાત્ર મર્દ હતી.
આ તસ્વીર વર્ષ 1857ના વિપ્લવની છે. જ્યારે વિપ્લવની આગ મેરઠથી કાનપુર પહોંચી તો તે સમયે હ્યૂજ વ્હલર કાનપુરનો કમાન્ડિંગ ઓફિસર હતો. આ તસ્વીર કાનપુરની છે. હ્યૂજે કાનપુરમાં બે બેરક તૈયાર કર્યા હતા. કાનપુરના રાજા નાના સાહેબે આ બેરક પર હુમલો કર્યો હતો.
વર્ષ 1857માં થયેલા વિપ્લવથી અંગ્રેજો ગભરાઈ ગયા હતા. એવો અંદાજ વ્યક્ત કરવામાં આવે છે કે આ લડાઈનો અંત આવ્યો ત્યાં સુધીમાં આશરે 10 લાખ ભારતીયોએ તેમના જીવ ગુમાવ્યા હતા. અંગ્રેજોએ એક સમગ્ર પેઢીને જ ઉભી થતા અટકાવી દીધી હતી. અંગ્રેજોએ સેંકડો જગ્યાએ લોકોને પકડી-પકડીને ફાંસી આપી દીધી હતી.
આ તસ્વીરમાં લાલ-બાલ-પાલ છે, એટલે કે લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક અને વિપિન ચંદ્ર પાલ. વર્ષ 1907માં કોંગ્રેસ જહાલવાદી અને મવાળવાદી એમ બે જૂથમાં વહેચાઈ ગઈ હતી. લાલ-બાલ-પાલ જહાલવાદી દળના નેતા હતા. જહાલવાદી દળ હિંસા તથા ક્રાંતિનું સમર્થન કરતા હતા. જ્યારે મવાળવાદી અહિંસામાં વિશ્વાસ રાખતા હતા.
16 ઓક્ટોબર 1905ના રોજ લોર્ડ કર્જને બંગાળને બે ભાગમાં વહેચી દીધુ હતું. તેને બંગ-ભંગ પણ કહે છે. વિભાજન બાદ બંગાળ, પૂર્વી બંગાળ અને પશ્ચિમ બંગાળમાં વહેચાઈ ગયું. પૂર્વી બંગાળનું કુલ ક્ષેત્રફળ 1.06 લાખ વર્ગ માઈલ હતું અને રાજધાની ઢાકા હતી. જ્યારે પશ્ચિમ બંગાળમાં બિહાર, ઓડિશાનો સમાવેશ થતો હતો. તેનું કુલ ક્ષેત્રફળ 1.41 લાખ વર્ગ માઈલ હતું. રાજધાની કોલકાતા હતી.
આ તસ્વીર ખુદીમામ બોઝની છે. ફક્ત 18 વર્ષની ઉંમરમાં 11 ઓગસ્ટ 1908ના રોજ ખુદીરામને ફાંસી આપવામાં આવી હતી. ખુદીરામ બાળપણથી ક્રાંતિકારી હતા. ખુદીરામને મુજફ્ફરપુર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. ખુદીરામ નિર્ભય બનીને સિંહની માફક ફાંસીના માંચડે ચડી ગયા હતા.
આ તસ્વીર પ્રથમ વિશ્વ યુદ્ધની છે. આ યુદ્ધમાં અંગ્રેજો તરફથી 10 લાખ ભારતીય સૈનિક લડ્યા હતા. તે પૈકી આશરે 75 હજાર ભારતીય સૈનિક શહીદ થયા હતા.
પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટીશ શાસકોએ ભારતીય સૈનિકોની મદદ લીધી હતી. આ સમયે ભારતીય સેનાએ યુરોપીયન,ભૂમધ્ય સાગર અને મધ્ય પૂર્વના યુદ્ધ ક્ષેત્રોમાં પોતાના ડિવિઝનો તથા સ્વતંત્ર બ્રિગેડમાં યોગદાન આપ્યુ હતું. લડાઈમાં સામેલ 9200 સૈનિકોને વીરતા મેડલ આપવામાં આવ્યા હતા.
વર્ષ 1927માં સાઈમન કમીશન પંચની રચના કરવામાં આવી, જેમાં 7 અંગ્રજ સાંસદો હતો. અધ્યક્ષ જોહન સાઈમન હતો. ફેબ્રુઆરી 1928માં સાઈમન કમીશન ભારત આવ્યુ. સમગ્ર દેશમાં તેને લઈ ભારે વિરોધ થયો. અનેક જગ્યાએ 'સાઈમન ગો બેક'ના સૂત્રોચ્ચાર લગાવવામાં આવ્યા, લાહોરમાં વિરોધ પ્રદર્શનમાં પોલીસે જે લાઠીચાર્જ કર્યો તેમાં લાલા લાજપત રાયને ઈજા પહોંચી અને 18 દિવસ બાદ તેમનું અવસાન થયું
ભગત સિંહની આ તસ્વીર વર્ષ 1927માં લેવામાં આવી હતી. તે સમયે તેમને લાહોર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા, અહીં તેમણે જેલની કોટડીમાં નંબર 14માં રાખવામાં આવ્યા હતા. જ્યાં ફ્લોર પણ પાકી ન હતી અને અનેક જગ્યા પર ઘાસ ઉગેલુ હતું. કોટડી એટલી નાની હતી કે ભગત સિંહ માંડ માંડ ઉંઘી શકતા હતા.
સ્પેશિયલ ટ્રિબ્યુનલ કોર્ટે 7 ઓક્ટોબર 1930ના રોજ IPCની કલમ 121 અને 302 તેમ જ એક્સપ્લોઝીવ સબસ્ટેન્સ એક્ટ 1908 હેઠળની કલમ 4(B) અને 6 (F) હેઠળ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને મોતની સજા ફટકારી હતી.
તે ભગતસિંહનું ડેથ સર્ટિફિકેટ છે, જે 23 માર્ચ 1931ના રોજ જેલ નિરીક્ષક દ્વારા જારી કરવામાં આવ્યુ હતું. આ સર્ટિફિકેટ પ્રમાણે ભગત સિંહને એક કલાક સુધી ફાંસીના માંચડે લટકાવી રાખવામાં આવ્યા હતા. આ સર્ટિફિકેટ પાકિસ્તાન પાસે છે અને બે વર્ષ અગાઉ પાકિસ્તાને તેને જાહેર કર્યું હતું.
વર્ષ 1928માં ગુજરાતમાં ખેડૂતો માટે આંદોલન થયું, જે બારડોલી સત્યાગ્રહ નામથી ઓળખવામાં આવે છે. ગાંધીજી અને સરદાર પટેલની આ તસ્વીર તે આંદોલન સમયની છે. તે સમયે અંગ્રેજોએ ખેડૂતો પરનો વેરો 22 ટકા વધાર્યો હતો. આ આંદોલન બાદ અંગ્રેજોએ ઝુકવું પડ્યુ હતું.
વર્ષ 1930ના દાયકામાં ગાંધીજીએ વિદેશી માલ-સામાનનો વિરોધ કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ દેશભરમાં વિદેશી માલ-સામાનને સળગાવવામાં આવ્યો. અનેક જગ્યા પર વિરોધ પ્રદર્શન થયા હતા.
દાંડી માર્ચ શરૂ કરી તેના એક દિવસ અગાઉ 11 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ ભાષણ કર્યું હતું. તેમા તેમણે કહ્યું હતું કે આપણે ખાસ કરીને એક અહિંસાત્મક સંઘર્ષની શોધમાં છીએ, પોતાના તમામ સંશાધનોનો ઉપયોગ કરવાનો સંકલ્પ કર્યો છે. ગુસ્સામાં કોઈ ખોટો નિર્ણય ન લો.
આ તસ્વીર વર્ષ 1930માં યોજાયેલી દાંડી માર્ચની છે, જેને મીંઠાના સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવેછે. તે સમયે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી ગાંમ સુધી 24 દિવસ માર્ચ કાઢી હતી. આ માર્ચ બાદ ત્યારપછી કેટલાક મહિનામાં 80 હજારથી વધારે ભારતીયોની ધરપકડ થઈ હતી.
વર્ષ 1930ના દાયકામાં દેશમાં વિદેશી માલ-સામાનનો બહિષ્કારની લહેર ચાલી. અનેક જગ્યા ઈંગ્લેન્ડથી આવતા માલ-સામાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ તસ્વીર તે સમયની છે. એક વ્યક્તિ માર્ગ પર એટલે આડી પડી ગઈ હતી કારણ કે બળદગાડામાં વિદેશી સામાન આવી રહ્યો હતો.
12 માર્ચ 1930થી ગાંધીજીએ મીંઠાનો સત્યાગ્રહની શરૂઆત કરી હતી, જેને દાંડી માર્ચ તરીકે પણ ઓળખવામં આવે છે. આ સત્યા ગ્રાહ અંગ્રેજો દ્વાાર તૈયાર કરવામાં આવેલ મીંઠાને લગતા કાયદાને તોડવા માટેનો હતો. હકીકતમાં અંગ્રેજોએ નવા કાયદા હેઠળ ભારતીયોને મીંઠુ બનાવવાની પરવાનગી આપી ન હતી. માટે સત્યાગ્રહમાં લોકોના હાથમાં કોઈ તખ્તી કે ઝંડા ન હતા.
આ તસ્વીર તે સમયની છે કે જ્યારે ગાંધીજીની અપીર પર દેશભરમાં સત્યાગ્રહિયોએ અંગ્રેજો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ તસ્વીર 7 એપ્રિલ 1930ની છે, તેમાં સુભાષ ચંદ્ર બોઝ અને જવાહરલાલ નેહરું દેખાય છે. બોઝ અને નેહરુ વચ્ચે વૈચારિક મતભેદ હતા, પણ બોઝ હંમેશા નાના ભાઈની માફક નેહરુંની મદદ કરતા હતા. જ્યારે કમલા નેહરુંની તબિયત બગડી અને નેહરું તેમને લઈ યુરોપ ગયા તો નેતાજીએ તેમને ઘણી મદદ કરી હતી. કમલા નેહરુંના અંતિમ સંસ્કારની વ્યવસ્થા પણ બોઝે જ કરી હતી.
આ તસ્વીરોમાં ગાંધીજી સાથે સરોજીની નાયડુ છે. આ તસ્વીર એ સમયની છે કે જ્યારે વર્ષ 1931માં લંડનમાં યોજાઈ રહેલી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ગાંધીજી અને સરોજીની નાયડુ જઈ રહ્યા હતા. નાયડુ ગાંધીજીને ક્યારેક મિકી માઉસ કો ક્યારેક લિટિન મેન કહીને બોલાવતા હતા. ગાંધીજી પણ તેમને ડિયર મીરાબાઈ, ડિયર બુલબુલ અને ક્યારેક તો અમ્માજાન તથા મધર પણ કહેતા હતા.
વર્ષ 1930માં જ્યારે અંગ્રેજો સામે વિરોધ પ્રદર્શન વધ્યુ ત્યારે લંડનમાં 1931માં બીજી ગોળમેજી પરિષદ યોજવામાં આવી હતી. પ્રથમ ગોળમેજી પરિષદમાં ગાંધીજી સામેલ થયા ન હતા. માટે તે ફ્લોપ ગઈ હતી. બીજી પરિષદમાં ભાગ લેવાની વાત ગાંધીજીએ છેલ્લી ઘડી સુધી કહી ન હતી.
કાકોરી કાંડ અને વર્ષ 1929માં થયેલા બોમ્બ કાંડ બાદ પોલીસ ચંદ્રશેખર આઝાદને શોધી રહી હતી. 27 ફેબ્રુઆરી 1931ના રોજ પોલીસ દ્વારા અલ્લાહાબાદના અલ્ફ્રેડ પાર્કમાં ઘેરી લેવામાં આવ્યા હતા. છેલ્લે આઝાદે પોતાની અંતિમ એક ગોળી પોતના પર ચલાવી દીધી અને શહીદ થઈ ગયા.
27 ફેબ્રુઆરી 1931ના રોજ કોઈએ પોલીસને એવી બાતમી આપી હતી કે ચંદ્રશેખર આઝાદ અલ્લાહાબાદના અલ્ફ્રેડ પાર્કમાં છે. ત્યારબાદ પોલીસે તેમને ઘેરી લીધા હતા. છેલ્લે ચંદ્રશેખર આઝાદે પોતાની પિસ્તોલની અંતિમ ગોળી પોતાના પર ચલાવી હતી.
આ તસ્વીર વર્ષ 1933ની છે, જ્યારે ગાંધીજીએ બીજો ઉપવાસ રાખ્યો હતો. આ ઉપવાસ 8 મેથી 29 મે એટલે કે 21 દિવસ સુધી રાખવામાં આવ્યો હતો.
વર્ષ 1934માં બંગાળના ગવર્નર જોન એડરસને મારવાનું ષડયંત્ર રચવામાં આવ્યુ હતું. તેમા ભવાની પ્રસાદ ભટ્ટાચાર્યજી, રવિન્દ્ર નાથ બેનર્જી, મનોરંજન બેનર્જી, ઉજાલા મજૂમદાર, મધુસૂદન બેનર્જી, સુકુમાર ઘોષ અને સુશીલ ચક્રવર્તીનો સમાવેશ થતો હતો. 17 મેના રોજ પોલીસે તેમની ધરપકડ કરી હતી.
આ તસ્વીરમાં ભારતીય બંધારણના રચયતા ડોક્ટર ભીમરાવ આંબેડકરનો પરિવાર જોવા મળે છે. આ તસ્વીર તેમના ઘર રાજગૃહમાંથી લેવામાં આવી છે. તસ્વીરમાં ડો.આંબેડર સાથે તેમનો દિકરો યશવંત, પત્ની રમાબાઈ, ભાભી લક્ષ્મીબાઈ, ભત્રીજો મુકુંદરાવ છે. રાજગૃહમાં આંબેડકર ફેબ્રુઆરી 1934માં રહેવા માટે આવ્યા હતા.
આ તસ્વીર 1937ની છે. મુંબઈમાં અંગ્રેજોના એક કાયદા સામેની હડતાળની છે. વિરોધમાં લોકો સાયકલ લઈ નિકળી પડ્યા હતા. હડતાળના સમર્થનમાં વ્યાપારીઓએ કામ બધ કર્યું હતું અને બોમ્બેની 15 મિલો બંધ થઈ ગઈ હતી.
આ તસ્વીર તે સમયની છે કે જ્યારે બોમ્બેના એક ખાલી મેદાનમાં કોંગ્રેસની બેઠક ચાલી રહી હતી. પોલીસ આ બેઠક બંધ કરાવવા માટે પહોંચી હતી. પણ કાર્યકર્તાઓ ન માન્યા. જવાબમાં પોલીસે લાઠીચાર્જ કર્યો. તેમાં અનેક મહિલા અને બાળકોને ઈજા પહોંચી.
લુકમણી નામની મહિલાને આજીવન કારાવાસની સજા મળી તેના વિરોધમાં અનેક જગ્યા પર વિરોધ પ્રદર્શન થયા હતા. વિદેશી માલ-સામાનના બહિષ્કાર કરવા સામે આ સજા કરવામાં આવી હતી. આ ચુકાદા સામે બોમ્બેમાં મહિલાઓ માર્ગો પર ઉતરી આવી હતી.
ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝની આ તસ્વીર વર્ષ 1938માં હરિપુરમાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનની છે. આ અધિવેશન અગાઉ ગાંધીજીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે સુભાષચંદ્રને પસંદ કર્યા હતા. તે કોંગ્રેસના 55માં અધ્યક્ષ હતા.
24 નવેમ્બર 1939ના રોજ દિલ્હીમાં વાયસરાય લોજ પાસે જતી વખતે મહાત્મા ગાંધી માર્ગમાં આવતા મોહમ્મદ અલી જિન્નાના ઘરે પણ ગયા હતા.
આ તસ્વીર ફેબ્રુઆરી 1940ની છે અને તે જગ્યા પશ્ચિમ બંગાળમાં આવેલ શાંતિનિકેતન છે. માર્ચ, 1915માં ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોરની મુલાકાત શાંતિનિકેતનમાં થઈ હતી. ગાંધીજીને ટાગોરે જ મહાત્મા તરીકેનું બિરુદ આપ્યુ હતું.
તસ્વીર 7 ઓગસ્ટ 1942ની મુંબઈમાં કોગ્રેસ કમિટીની બેઠકની છે. તે સમયે મેદાનમાં 10 હજાર લોકો બેઠા હતા. જ્યારે 5 હજાર લોકો મેદાન બહાર લાઉડ સ્પીકર મારફતે ગાંધીજી-નેહરુનું ભાષણ સાંભળી રહ્યા હતા.
ઓગસ્ટ 1942માં અંગ્રેજ સરકાર સામે અત્યાર સુધીનું સૌથી મોટુ આંદોલન શરૂ થયુ હતું. જેને ભારત છોડો આંદોલન કહેવામાં આવ્યુ. તેને ઓગસ્ટ ક્રાંતિ પણ કહેવામાં આવે છે. ગાંધીજી સહિત 60 હજાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈમાં કોંગ્રેસની કાર્ય સમિતિની બેઠકમાં ભારત છોડો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો અને 9 ઓગસ્ટના રોજ ભારત છોડો આંદોલન શરૂ થયું. પણ આંદોલન શરૂ થતા જ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી. પછી દેશમાં ગાંધીજીની મુક્તિ માટે માંગને લઈ તોફાનો થયા.
ઓગસ્ટ 1942માં ગાંધીજીએ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. આંદોલન શરૂ થયુ તે અગાઉ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી, પણ આંદોલન ચાલતુ રહ્યું. અંગ્રેજ સરકારે હજારો પુરુષોની ધરપકડ કરી તો મહિલાઓ માર્ગો પર ઉતરી આવી હતી.
ગાંધીજી હંમેશા અહિંસામાં માનતા હતા અને તે મોટાભાગે પોતાના સમર્થકોને પણ હિંસા નહીં કરવાનું ઉદાહરણ આપતા હતા. ગાંધીજીના સમર્થક અંગ્રેજો સામે દિવાલ બનીને ઉભા રહેતા હતા.
1943માં બંગાળમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. આ તસવીર એ કહાનીને વર્ણવે છે. માર્ગો ઉપર લાશો પડી છે અને તેની સામે ગીધો જોઈ રહ્યા છે.આ દુષ્કાળમાં લગભગ 30 લાખ લોકો ભખથી તડપી-તડપીને મરી ગયા હતા.
આઝાદી માટે નેતાજીએ વિશ્વભરના નેતાઓ સાથે વાત કરી હતી. આ મુદ્દે તેઓ જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરને પણ મળ્યા હતા. હિટલરે નેતાજીની માફી પણ માંગી હતી. એવું બન્યું હતું કે હિટલરે પોતાની બાયોગ્રાફી મીન કમ્ફમાં ભારતીયો વિશે આપત્તિજનક વાતો લખી હતી. જ્યારે નેતાજીએ આ વાતને કહી તો હિટલર શરમાઈ ગયો અને માફી માંગી હતી.
આ તસવીર 1944ની છે. જેમા સુભાષચંદ્ર બોઝ અને જાપાનના તે સમયના પ્રદાનમંત્રી તોજો નજરે પડી રહ્યા છે. એવું બન્યું હતું કે 21 ઓક્ટોબર 1943ના રોજ સુભાષચંદ્ર બોઝે આઝાદ ભારતની પ્રથમ સરકાર બનાવી લીધી હતી. તે સરકારમાં બોઝ પ્રધાનમંત્રી, રક્ષા મંત્રી અને વિદેશ મંત્રી હતા. આ સરકારને 9 દેશ સાથે કૂટનીતિક સંબંધો પણ હતા. તેમા જાપાન તો ખુલીને સાથ આપતું હતું.
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જ સુભાષ ચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. આ ફોજની સ્થાપના તેમણે ભાપતમાં નહીં પણ જાપાનમાં કરી હતી. તેમા 85 હજાર સૈનિક હતા.
આ તસવીરમાં ગાંધીજી સાથે અબ્દુલ ગફ્ફાર ખાન, જેમને ફ્રન્ટિયર ગાંધી અને બચ્ચા ખાનના નામથી ઓળખવામાં આવે છે. ગાંધીજીની જેમ ગફ્ફાર ખાન પણ અહિંસાના માર્ગે ચાલતા હતા. ગફ્ફારને ફ્રન્ટિયર ગાંધીનું નામ ગાંધીજીના એક મિત્રએ આપ્યું હતું.
આ સુભાષચંદ્ર બોઝની એ સમયની તસવીર છે જ્યારે અંગ્રેજોએ તેમની છેલ્લીવાર ધરપકડ કરી હતી. 18 ઓગસ્ટ 1945ના રોજ વિમાન દુર્ઘટનામાં નેતાજીનું નિધન થયું હતું. પરંતુ ત્રણ વર્ષ પહેલા ફ્રાન્સની સીક્રેટ સર્વિસ સુરેટના એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે નેતાજી 1945થી 1947 સુધી બ્રિટનની કસ્ટડીમાં હતા અને ત્યાર પછી તેઓ ત્યાંથી બચીને ભાગી ગયા હતા.
29 જુલાઈ 1946ના રોજ મોહમ્મદ અલી જિન્નાએ જાહેરાત કરી હતી કે 16 ઓગસ્ટ 1946ના રોજ ડાયરેક્ટ એક્શન ડે હશે. આ જાહેરાતથી બંગાળમાં રમખાણો શરૂ થયા હતા. આ તસવીરમાં પણ મુસ્લિમ લીગના સમર્થક છે, જે ડાયરેક્ટ એક્શન ડેમાં સામેલ હતા.
1 ઓગસ્ટ 1946ના રોજ બંગાળમાં અચાનક સાંપ્રદાયિક રમખાણો ફાટી નિકળ્યા હતા. આ રમખાણોમાં 5 દિવસમાં બે હજારથી વધારે લોકો માર્યા ગયા હતા. 4 હજારથી વધારે લોકો ઘાયલ થયા હતા. આ રમખાણોને ગ્રેટ કલકતા કિલિંગ પણ કહેવાય છે.
આઝાદીના ઠીક એક વર્ષ પહેલા 16 ઓગસ્ટ 1946ના રોજ બંગાળના નોઆખલી જિલ્લામાં રમખાણો થયા હતા. આ રમખાણમાં 7 હજારથી વધારે લોકોની ધરપકડ કરાઈ હતી. તેમ છતા તેના પર કાબૂ મેળવી શકાયો ન હતો. બાદમાં બ્રિટિશ સરકારે રમખાણોને રોકવા માટે માર્ગો ઉપર ટેન્ક ઉતારી દીધી હતી.
આ તસવીર નવેમ્બર 1946માં મેરઠમાં યોજાયેલા કોંગ્રેસ કમિટીના 55માં સેશનની છે. તેની ઠીક પહેલા નહેરુએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું હતું. ત્યાર પછી આચાર્ય જેબી કૃપલાણી અધ્યક્ષ બન્યા હતા અને આઝાદી સુધી આ પદ ઉપર રહ્યા હતા.
અંગ્રેજો ફરવા માટે તાજમહેલ ઘણીવાર આવતા હતા. ઈતિહાસકાર રાજ કિશોરે પોતાના પુસ્તક તવારીખ એ આગરામાં લખ્યું છે કે અંગ્રેજો માટે તાજમહેલ હંમેશ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.વર્ષ 1857માં બહાદુરશાહ ઝફરના વિદ્રોહ પછી અહીં સુરક્ષા વધારી દેવાઈ હતી.
9 ડિસેમ્બર 1947ના રોજ સંવિધાન સભાની પ્રથમ બેઠક દિલ્હીના કાઉન્સિલ ચેમ્બરમાં થઈ હતી. સભાના સૌથી ઉંમર લાયક ડો. સચ્ચિદાનંદ સિન્હાને અસ્થાયી અધ્યક્ષ બનાવાયા હતા. મુસ્લિમ લીગ આ બેઠકમાં સામેલ થઈ ન હતી અને પાકિસ્તાન માટે અલગ સંવિધાન સભાની માંગ કરી હતી.
આ તસવીર 8 ફેબ્રુઆરી 1947ની છે. આ દિવસે જવાહરલાલ નહેરુએ સંવિધાન સભામાં એક સ્વતંત્ર ગણતંત્રનો પ્રસ્તાવ રાખ્યો હતો.
મહાત્મા ગાંધી અને માઉન્ટબેટનની આ તસવીર આઝાદીના અમુક દિવસ પહેલાની છે. ભાગલાને લઈને માઉન્ટબેટને સૌથી પહેલા ગાંધીજી સાથે ચર્ચા કરી હતી. માઉન્ટબેટન સારી રીતે જાણતા હતા કે જો ગાંધીજી કહી દેશે કે ભાગલા ન થવા જોઈએ, તો પછી ભાગલા ન થઈ શકે.
આ તસવીર એ દિવસની છે જેણે ભારતનો ઈતિહાસ-ભૂગોળ બદલી દીધો. તે તારીખ છે 3 જૂન 1947. આ દિવસે માઉન્ટબેટને કોંગ્રેસ કમિટી અને મુસ્લિમ લીગ સામે ભારત-પાકિસ્તાનના ભાગલાનો પ્લાન રાખ્યો હતો.
જવાહરલાલ નહેરુની આ તસવીર આઝાદીના અમુક દિવસો પહેલાની છે. તેમણે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફ્રેન્સ બોલાવી હતી.
આ તસવીર ભારતમાં મોહમ્મદ અલી જિન્નાની અંતિમ તસવીર છે. ત્યાર પછી તેઓ હંમેશાને માટે પાકિસ્તાન જતા રહ્યા હતા. 3 જૂન 1947ના રોજ જિન્નાએ ઓલ ઈન્ડિયા રેડિયો ઉપર પાકિસ્તાનને અલગ દેશ બનાવવાની જાહેરાત કરી હતી.
15 ઓગસ્ટ 1947ના રોજ જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા હતા. તેને લોર્ડ માઉન્ટબેટને શપત અપાવ્યા હતા. માઉન્ટબેટન છેલ્લા વાયસરોય હતા.
આ આઝાદ ભારતની પ્રથમ કેબિનેટ છે. તેમા જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી બન્યા હતા. તે ઉપરાંત ડો. જોન મથાઈ, સરદાર બલદેવ સિંહ, આરકે ષણમુખમ શેટ્ટી, બીઆર આંબેડકર, જગજીવન રામ, રાજકુમારી અમૃત કૌર, સીએચ ભાભા, રફી અહમદ, ડો. શ્યામ પ્રસાદ મુખર્જી અને વીએન ગાડગિલ સામેલ હતા.
આ તસવીર પ્રથમ સ્વતંત્રતા દિવસની છે. આઝાદી બાદ લોકો માઉન્ટબેટનથી ઘણા ખુશ હતા. પ્રથમવાર તેમની બગીને લાખો લોકની ભીડે ઘેરી લીધી હતી. તેમની સાથે પત્ની એડવિના અને જવાહરલાલ નેહરુ પણ હતા. માઉન્ટબેટને બગી ઉપર જ ઊભા થઈને તિરંગાને સલામી આપી હતી. આ સમયે ભીડમાંથી અવાજ આવી રહ્યો હતો, 'માઉન્ટબેટન કી જય.'
આ 15 ઓગસ્ટ 1947ની સવારની તસવીર છે. આઝાદ ભારતની પ્રથમ સવાર છે. અંગ્રેજોથી આઝાદી મળ્યા પછી લોકો ખુશીથી માર્ગો ઉપર ભેગા થઈ ગયા હતા.
ચાંદની ચોક ઉપર આઝાદીની પ્રથમ તસવીરતસવીર સ્વતંત્રતા દિવસની છે. દિલ્હીના ચાંદની ચોકની છે.
આ તસવીર મુંબઈના માર્ગની છે. આઝાદીના બીજા દિવસે મોટી સંખ્યામાં લોકો ઉજવણી કરવા માટે માર્ગ ઉપર ઉતરી ગયા હતા. આખો દિવસ ઉજવણી ચાલી હતી.
15 ઓગસ્ટ 1947ના રોજ માત્ર ભારતમાં જ નહીં લંડનમાં પણ તિરંગાને ફરકાવાયો હતો. આ તસવીર લંડન સ્થિત ઈન્ડિયા હાઉસની છે. જ્યાં તિરંગાને ફરકાવાયો હતો. આ તિરંગાને નૃપેન્દ્રનાથ શાહદેવે બ્રિટનના ઝંડાને ઉતારીને ફરકાવ્યો હતો.
ભારતને આઝાદી 15 ઓગસ્ટના રોજ મળી હતી. પરંતુ લાલ કિલ્લા ઉપર તિરંગાને 16 ઓગસ્ટે ફરકાવાયો હતો. તે પ્રથમ અને છેલ્લી વાર બન્યુ જ્યારે તિરંગાને 15 ઓગસ્ટના બદલે 16 ઓગસ્ટે ફરકાવાયો હોય.
1947માં જ્યારે ભારત અને પાકિસ્તાન અલગ અલગ દેશ બન્યા, ત્યારે બન્ને દેશ વચ્ચે દેશ વચ્ચે સંપત્તિની વહેંચણી થઈ હતી. ટેબલ અને ખુરશી પણ બન્ને દેશ વચ્ચે બરોબર વહેંચાઈ હતી. લાઈબ્રેરીના પુસ્તકો પણ બન્ને દેશ વચ્ચે સરખા ભાગે વહેચાયા હતા.
આ તસવીર કરાચીની છે. ભાગલા પછી લાખોની સંખ્યામાં હિન્દુ શર્ણાર્થી ભારત પરત ફર્યા હતા.1951ની વસ્તી ગણતરી મુજબ ભાગલા પછી પાકિસ્તાનથી 72.49 લાખ હિન્દુ-સિખ ભારત પરત ફર્યા હતા.
1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી 1.5 કરોડ લોકોએ સ્થળાંતર કર્યું હતું. તે માનવ ઈતિહાસનું સૌથી મોટું સ્થળાંતર માનવમાં આવે છે. સ્થળાંતર દરમિયાન 10થી 20 લાખ લોકો માર્યા ગયા હતા. હજારો મહિલાઓનું અપહરણ થયું હતું.
આ તસવીર એ મુસ્લિમ લોકોની છે જેઓ ભાગલા પછી ભારતથી પાકિસ્તાન જઇ રહ્યા હતા.. 1951ના વસ્તી ગણતરીનો ડેટા જણાવે છે કે ભારત-પાકિસ્તાનના ભાગલા પછી 72.2 લાખ મુસ્લિમ પાકિસ્તાન જતા રહ્યા હતા. આ મુસ્લિમ પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનમાં ગયા હતા.
ઓગસ્ટ 1947માં જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા તો કરોડોની સંખ્યામાં લોકો આમથી-તેમ થયા હતા. આ તસવીર પૂર્વ પાકિસ્તાન (હાલ બાંગ્લાદેશ)નો છે, જ્યાંથી હિન્દુઓ પરત ફરી રહ્યા છે.ભાગલા પછી મહિલાઓ અને બાળકો સામાન લઈને પગપાળા ટ્રેનના પાટાના માર્ગ પર ચાલીને ભારત પહોંચ્યા હતા.
આઝાદી પછી તરત કાશ્મીરને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. પાકિસ્તાને જ્યારે કાશ્મીર ઉપર હુમલો કર્યો તો કાશ્મીરના રાજા હરિસિંહે ભારતમાં વિલયને મંજૂરી આપી દીધી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે ઓક્ટોબર 1947માં યુદ્ધ શરૂ થયું હતું જે 1 જાન્યુઆરી 1949માં સમાપ્ત થયું હતું. આ યુદ્ધમાં કાશ્મીરનો એક તૃત્યાંશ ભાગ પાકિસ્તાનના કબજામાં જતો રહ્યો.
30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસેએ ગોળી મારીને ગાંધીજીની હત્યા કરી દીધી. તેમના અંતિમ સંસ્કાર 31 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં યમુના કિનારે કરાયા. ગાંધીજીના નાના પુત્રએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લગભગ 10 લાખ લોકો સાથે ચાલી રહ્યા હતા અને લગભગ 15 લાઘ લોકો રસ્તા ઉપર ઊભા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Cwg1es
via IFTTT
No comments:
Post a Comment