કોરોના મહામારી વચ્ચે લૉકડાઉન દરમ્યાન બેરોજગાર થયેલા લોકો માટે રાજ્યમાં પહેલીવાર વિશેષ જોબ ફેર યોજાશે. અમદાવાદની રોજગાર કચેરી ચાલુ મહિને પાંચ અલગ અલગ દિવસે ઑનલાઇન જોબ ફેર યોજશે. આ જોબ ફેરમાં વર્ક ફ્રોમ હૉમ કરી શકાય એવી 1200થી પોસ્ટ માટે ઉમેદવારોને જૉબ ઑફર કરવામાં આવશે. જૉબ ફેરમાં સેલ્સ, માર્કેટીંગ, ફાયનાન્સ, બેન્કિંગ સહિતના વિવિધ ક્ષેત્રની કુલ 2000 પોસ્ટ માટે ભરતી થશે. ખાસ વાત એ છે કે ભરતી મેળામાં લૉકડાઉન દરમ્યાન નોકરી ગુમાવનારાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવનાર, કમ્પ્યુટર પર કામ કરી શકે તેવા ઉમેદવારો એપ્લાય કરી શકશે.
અમદાવાદ રોજગાર કચેરીના મદદનીશ નિયામક એસ આર વિજયવર્ગીયે જણાવ્યું હતું કે કે, કોવિડ-19ની મહામારીમાં અનેક યુવાનો નોકરી ગુમાવીને બેરોજગાર થયા છે. તેમને રોજગારી આપીને તેમના જીવનને આધાર આપવા માટે ખાસ ઑનલાઈન જોબ ફેર રાખવામાં આવ્યો છે.
ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકાશે
રોજગાર વિભાગના જણાવ્યા પ્રમાણે 18,20, 25,27,29 ઓગસ્ટ દરમ્યાન આયોજિત ઑનલાઇન જોબ ફેરમાં ભાગ લેવા માગતા ઉમેદવારોએ અહીં જણાવેલી લિંક (http://t.ly/WbX9) પર રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. ધોરણ 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારોને તેમની શૈક્ષણિક લાયકાત અનુસાર જોબ ઑફર કરાશે.
નોકરી ગુમાવી છે કે નહીં એની ચકાસણી મૌખિક રીતે કરાશે
રોજગાર કચેરીના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે કોરોનાના સમયમાં રોજગારી કે જોબ ગુમાવનાર વ્યક્તિની ચકાસણી મૌખિક રીતે કરાશે. માનવીય અભિગમ દાખવીને જે તે વ્યક્તિએ જોબ ગુમાવી છે કે નહી ? તેની ચકાસણી માટે દસ્તાવેજો માંગવામાં આવશે નહી.
કસ્ટમર કૅર, માર્કેટિંગ, ઇન્શ્યોરન્સ, બેન્કિંગ, ફાઈનાન્સ સેક્ટરનો સમાવેશ
આ મહિને યોજાનાર જોબ ફેરમાં વિવિધ સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમ માટે 1200થી વધારે જોબ ઓફર કરાશે. આ સેક્ટર્સમાં ઇન્શ્યોરન્સ, બેન્કિંગ, ફાઈનાન્સ, માર્કેટિંગનો સમાવેશ થાય છે. સેલ્સ કૉ-ઓર્ડિનેટર, ટેલિ માર્કેટર, સેલ્સ એક્ઝીક્યુટિવ, બૅક ઑફિસ એક્ઝીક્યુટીવ, બિઝનસ ડેવલપમેન્ટ એક્ઝીક્યુટીવ, વેબ ડેવલપર સહિતની પોસ્ટનો સમાવેશ થાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3aokgFt
via IFTTT
No comments:
Post a Comment