Monday, August 17, 2020

ભાવનગરમાં રાત્રે સાડા ત્રણ કલાકમાં 3 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં

રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના પગલે ભાવનગરમાં ગઈકાલે દિવસે વિરામ બાદ રાત્રીના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પ્રથમ ધીમીધારે અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રીના 12 વાગ્યા સુધીમાં સાડા ત્રણ કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો અને વહેલી સવાર સુધી વરસાદ શરૂ રહ્યો હતો. ભાવનગર જિલ્લામાં સિઝનનો 78.81 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે.

ધોધમાર વરસાદથી ભાવનગરમાં રસ્તા પર પાણી ભરાયા હતા

ભાવનગર જિલ્લામાં રાત્રીના ધોધમાર વરસાદ વરસ્યો
રાત્રીના સમયે ભારે વરસાદ શરૂ થતાં શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભાવનગર જિલ્લાના સિહોર, ઉમરાળા, ઘોઘા અને વલ્લભીપુરમાં રાત્રીના સમયે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે.

શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, ભાદર ડેમની સપાટી 31 ફૂટે પહોંચી
શેત્રુંજી ડેમની સપાટી 33.6 ફુટ પર પહોંચી છે અને 4181 ક્યુસેક આવક શરૂ છે. 6 ઈંચ પાણીની આવક થતાં ડેમ ઓવરફલો થશે. ડેમની કુલ સપાટી 34 ફુટ છે. જ્યારે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટા ગણાતા ભાદર ડેમમાં પાણીની આવક શરૂ છે. ગોંડલ, લીલાખા પાસે આવેલા ભાદર ડેમમાં પાણીની સપાટી 31.50 ફૂટ પર પહોંચી છે. ભાદર ડેમની કુલ 34 ફૂટની સપાટી છે. આ ડેમ રાજકોટ જિલ્લાને પીવાનું પાણી પુરું પાડે છે.

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

ભાવનગર જિલ્લામાં 24 કલાકમાં નોંધાયેલો વરસાદ (MMમાં)
ભાવનગર- 87
સિહોર- 39
ઉમરાળા- 30
ઘોઘા- 20
વલ્લભીપુર- 18
પાલિતાણા- 07

(ભરત વ્યાસ, ભાવનગર/ દેવાંગ ભોજાણી, ગોંડલ)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રાત્રે ભાવનગરમાં અનરાધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા


from Divya Bhaskar https://ift.tt/3g7jwWq
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...