જ્યારે ભારતમાં કોરોનાવાઈરસનો પ્રથમ કેસ નોંધાયો ત્યારે દેશમાં એક પણ પીપીઈ કિટ બનતી ન હતી. જોકે હવે દેશ પીપીઈ કિટનું મેન્યુફેકચરિંગ કરવામાં વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. ચીન પછી ભારતમાં હાલ રોજ 5 લાખ પીપીઈ કિટ બની રહી છે.
ભારત કિટ બનાવીને દેશમાં વાપરવા પુરતું મર્યાદિત નથી, તે અમેરિકા અને બ્રિટન જેવા દેશોને પણ તેનું વેચાણ કરે છે. હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ, જુલાઈમાં અમેરિકા-બ્રિટન અને UAE સહિત 5 દેશોને ભારતે 23 લાખ પીપીઈ કિટ એક્સપોર્ટ કરી છે.
ભારતે પીપીઈ કિટ ઉપરાંત માસ્ક બનાવવાની કેપિસિટી પણ વધારી દીધી છે. દેશમાં રોજ 3 લાખથી વધુ N-95 માસ્ક બની રહ્યાં છે. પહેલા આટલી મોટી સંખ્યામાં માસ્કનું મેન્યુફેકચરિંગ દેશમાં થતું ન હતું.
ફાર્મા પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ વધ્યું, ઈમ્પોર્ટ ઘટ્યું
માત્ર પીપીઈ કિટ અને માસ્ક સુધી નહિ પરંતુ ભારતે ફાર્મા પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ પણ વધારી દીધું છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ પર ઉપલબ્ધ ડેટા મુજબ, એપ્રિલથી જૂનની વચ્ચે ત્રણ મહિનામાં ફાર્મા પ્રોડકટ્સના ઈમ્પોર્ટમાં 1.41 ટકાનો ઘટાડો આવ્યો છે. ગત વર્ષે એપ્રિલથી જૂનની વચ્ચે ભારતે બીજા દેશોમાંથી 4 હજાર 172 કરોડ રૂપિયાની ફાર્મા પ્રોડક્ટસ ઈમ્પોર્ટ કરી હતી. જ્યારે આ વર્ષે ત્રણ મહિનામાં અમે 4 હજાર 113 કરોડ રૂપિયાના પ્રોડક્ટ્સ ઈમ્પોર્ટ કર્યા છે. એટલે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ફાર્મા પ્રોડક્ટસના ઈમ્પોર્ટમાં 58 કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે.
તેનાથી વિપરીત ત્રણ મહિના દરમિયાન તેના એક્સપોર્ટમાં ગત વર્ષની સરખામણીમાં લગભગ 22 ટકાનો વધારો થયો છે.
કોરોના દરમિયાન ભારતે 150 દેશો સુધી મદદ પહોંચાડી
માર્ચમાં કોરોનાવાઈરસ ચીનમાંથી બીજા દેશમાં આવતા જ વિશ્વમાં ભારતની ડિમાન્ડ વધી ગઈ. તેનું કારણ- હાઈડ્રોક્સીક્લોરીક્વીન દવા છે. આ દવા સામાન્ય રીતે મેલેરિયાને મટાડવામાં રામબાણ છે પરંતુ શરૂઆતમાં કોરોના સંક્રમિત દર્દીઓ પર પણ તેની સારી અસર જોવા મળી હતી. પછીથી વિશ્વના 100થી વધુ દેશોએ ભારત પાસે હાઈડ્રોક્સીક્લોરીક્વીન દવા માંગી હતી.
સરકારના આંકડાઓ મુજબ, માત્ર અમેરિકામાં જ ભારતે 5 કરોડ હાઈડ્રોક્સીક્લોરીક્વીન દવાનો સપ્લાય કર્યો હતો. હાઈડ્રોક્સીક્લોરીક્વીનનું ભારત વિશ્વમાં સૌથી મોટું મેન્યુફેકચરર અને એક્સપોર્ટર છે. માત્ર હાઈડ્રોક્સીક્લોરીક્વીન જ નહિ પરંતુ પેરાસિટામોલની ટેબલેટની માંગ પણ વધી ગઈ છે.
જૂનમાં યોજાયેલા યુનાઈટેડ નેશન્સના ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કોરોનામાં ભારતે 150 દેશો સુધી મદદ પહોંચાડી છે.
કોરોના દરમિયાન વિશ્વના દેશોને મદદ કરવા પર યુએનના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરસે ભારતની પ્રશંસા પણ કરી હતી.
જોકે એ વાતની માહિતી મળી શકી નથી કે ભારતે કોરોનાકાળમાં ક્યાં દેશની કેવી રીતે મદદ કરી. જોકે ભારત દર વર્ષે નેપાળ-ભૂતાન સહિત ઘણા દેશોને આર્થિક મદદ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31YVV5a
via IFTTT
No comments:
Post a Comment