17 ઓગસ્ટ, સોમવારે સૂર્ય પોતાની રાશિ એટલે સિંહમાં આવી ગયો છે. જેથી સૂર્યનો શુભ પ્રભાવ વધી જશે. આ રાશિમાં આ ગ્રહ 16 સપ્ટેમ્બર સુધી રહેશે. આ દરમિયાન બારેય રાશિઓ ઉપર સૂર્યની અસર પડશે. સૂર્યના સિંહ રાશિમાં આવી જવાથી તેને સિંહ સંક્રાંતિ કહેવામાં આવશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે 16 જુલાઈથી સૂર્ય કર્ક રાશિમાં હતો અને પોતાના દુશ્મન ગ્રહ શનિ સાથે દૃષ્ટિ સંબંધ બનાવી રહ્યો હતો. આ અશુભ યોગના કારણે અનેક લોકો છેલ્લાં એક મહિનાથી પરેશાન ચાલી રહ્યા હતાં. પરંતુ 17 ઓગસ્ટના રોજ સૂર્યના રાશિ બદલવાથી અનેક લોકોને આ અશુભ યોગથી રાહત મળવા લાગશે. સૂર્યના પ્રભાવથી વૃષભ, મિથુન, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના લોકોના જીવનમાં સારા ફેરફાર આવે તેવી સંભાવના છે. ત્યાં જ, મેષ, કન્યા, મકર અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.
12 માંથી 4 રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશેઃ-
8 રાશિના જાતકો માટે શુભ સમયઃ-
વૃષભ:- સૂર્યના પ્રભાવથી સરકારી પ્રોપર્ટી મળી શકે છે. માનસિક સંતુષ્ટિ મળશે. લગ્નજીવન માટે સારો સમય રહેશે. નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોને કામકાજમાં સફળતા મળવાના યોગ છે.
મિથુન:- સરકાર પાસેથી ફાયદો મળી શકે છે. પારિવારિક જીવન સારું રહેશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. રાજનીતિ સાથે જોડાયેલાં લોકોને સફળતા મળી શકે છે. મહેનત વધશે પરંતુ સફળતાના યોગ છે. લેખન અથવા મીડિયા સાથે જોડાયેલાં લોકો માટે સારો સમય રહેશે.
કર્ક:- પારિવારિક જીવન માટે સમય શુભ રહેશે. આવક વધી શકે છે. દાંપત્ય જીવન માટે સમય શુભ છે. નોકરી અને બિઝનેસમાં આગળ વધવાના અવસર મળી શકે છે. ધનલાભ થઇ શકે છે.
સિંહ:- લીડરશિપ અને મેનેજમેન્ટ ક્વોલિટી વધશે. અધિકારીઓ પાસેથી મદદ મળશે. પ્રમોશનના યોગ છે. રોજિંદા કાર્યોમાં સફળતા મળવાના યોગ છે. આત્મવિશ્વાસ વધશે. અટવાયેલાં કાર્યો અને મોટાં કાર્યો પૂર્ણ થઇ જશે.
તુલા:- મિત્રો અને ભાઇઓ પાસેથી મદદ મળશે. નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકો માટે સારો સમય છે. અધિકારીઓ પાસેથી મદદ મળી શકે છે. આગળ વધવાનો અવસર મળી શકે છે. દાંપત્ય જીવન માટે સમય સારો રહેશે.
વૃશ્ચિક:- નોકરિયાત લોકોના કામથી અધિકારી ખુશ થશે. નવી જવાબદારીઓ મળશે. કામકાજના વખાણ થશે. પ્રોપર્ટીમાં ફાયદો થશે. અટવાયેલું ધન પાછું મળી શકે છે. સુખ વધશે. બિઝનેસમાં ફાયદો થઇ શકે છે.
ધન:- કિસ્મતનો સાથ મળશે. મહેનતનો ફાયદો પણ મળશે. ભાઇઓ અને મિત્રો પાસેથી મદદ મળી શકે છે. સાથે કામ કરતાં લોકોની પણ મદદ મળશે. નવું કામ શરૂ થશે અને પૂર્ણ પણ થઇ જશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
મીન:- સ્વાસ્થ્ય માટે સારો સમય છે. દુશ્મનો ઉપર જીત પ્રાપ્ત થઇ શકે છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળી શકે છે. માનસિક શાંતિ મળશે. દૂર સ્થાનોની યાત્રા થવાના યોગ છે. નોકરી અથવા બિઝનેસમાં ફેરફારમાં સફળતાના યોગ છે.
4 રાશિના જાતકો માટે અશુભઃ-
મેષ:- સૂર્યના રાશિ બદલવાથી મેષ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. લવ લાઇફ માટે સમય ઠીક નથી. મનમુટાવ થવાના યોગ બની રહ્યા છે. ખોટાં વચનો આપવાથી બચવું પડશે. દાંપત્ય જીવનમાં સમસ્યા આવી શકે છે. નોકરિયાત લોકોએ કાર્યક્ષેત્રમાં સાવધાન રહેવું પડશે. દરેક કામ સાવધાનીથી કરવાં પડશે. ઓફિસમાં થતી રાજનીતિથી પોતાને દૂર રાખવા પડશે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું.
કન્યા:- કામકાજમાં ચુનોતીઓ વધી શકે છે. ફાલતૂ ખર્ચ વધવાના યોગ છે. આંખ સાથે સંબંધિત પરેશાની થઇ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. આળસના કારણે અસફળ થઇ શકો છો.
મકર:- દુશ્મનોના કારણે પરેશાન થઇ શકો છો. રહેવા અને કામકાજની જગ્યામાં ફેરફાર થવાના યોગ છે. જીવનમાં ફેરફાર થઇ શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે. યાત્રાઓમાં નુકસાન થઇ શકે છે.
કુંભ:- દાંપત્ય જીવન માટે સમય ઠીક નથી. પારિવારિક મામલાઓમાં વિવાદ થઇ શકે છે. વૈચારિક મતભેદ થઇ શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. રોજિંદા કામકાજમાં તણાવ વધી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Fr7yds
via IFTTT
No comments:
Post a Comment