સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)એ કોરોના સંકટનો સારી રીતે સામનો કર્યો છે. લગભગ 98.9 લાખની વસ્તીવાળા આ દેશમાં 29 જાન્યુઆરીના રોજ કોરોનાનો પ્રથમ દર્દી મળ્યો હતો. સરકાર અત્યાર સુધી 57.70 લાખ લોકો એટલે કે દેશના દર બીજા વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરી ચુકી છે. લૉકડાઉન, રાતના કરફ્યુ, ઉડ્યન પર રોક, સ્કૂલ-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ, સેનિટાઈઝેશન અને જાહેર સ્થળોએ કોવિડ-19 સેન્ટર જેવા પગલાંએ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. યુએઈમાં 57,193 એટલે કે, 90% દર્દી સાજા થઈ ગયા છે. અત્યાર સુધી 63,212 દર્દી મળ્યા છે અને 358 મોત થયા છે.
યુએઈ મધ્ય-પૂર્વમાં છે. ખાસ વાત એ છે કે, આ ક્ષેત્રમાં સૌથી વધુ કોરોના સંક્રમિત દેશ ઈરાનથી વધુ ટેસ્ટ યુએઈમાં કરાયા છે. ઈરાનમાં 27.88 લાખ ટેસ્ટ કરાયા છે. ઈરાનની વસ્તી 8.38 કરોડ છે. અહીં કોરોનાના 3,36,324 દર્દી મળ્યા છે અને 19,162નાં મોત થયા છે.
યુએઈમાં વિદેશી યાત્રીઓ માટે એરપોર્ટ પર ટેસ્ટની વ્યવસ્થા છે. સરકારે કહ્યું કે, જેમનો રિપોર્ટ નેગેટિવ આવશે, તે દેશમાં ગમે ત્યાં ફરી શકશે. 150 હોટલોને કોવિડ સેફનો દરજ્જો અપાયો છે. વિદેશી પ્રવાસી અહીં નિશ્ચિંત બનીને રોકાઈ શકે છે.
હોટલનાં વિશેષજ્ઞ પાલ બ્રિજર કહે છે, વર્લ્ડ ટ્રેડ કાઉ્ન્સિલે દુબઈને સુરક્ષિત પ્રવાસન શહેરનો દરજ્જો આપ્યો છે. દુબઈ ટૂરિઝમે પણ ‘રેડી વેન યુ આર’ અભિયાન ચલાવ્યું છે. જેનો હેતુ વિદેશી પ્રવાસીઓને એ જણાવવાનો છે કે, દુબઈ તેમના સ્વાગત માટે તૈયાર છે. નવેમ્બરમાં ‘સિટી સ્કેપ ગ્લોબલ’ પ્રોપર્ટી શો દુબઈમાં યોજાશે. પ્રવાસન ક્ષેત્રે યુએઈના જીડીપીમાં 11.1 યોગદાન છે. કોરોના સંકટની અહીં ઊંડી અસર પડી છે. હવે સરકારે યુએઈના વીઝા લેનારા એવા 2 લાખ વિદેશીને પરત આવવાની મંજુરી આપી છે, જે કોરોનાના લીધે બીજા દેશમાં ફસાયા છે.
આર્થિક મોરચો : અર્થતંત્ર પાટે ફર્યું, સરકારે 2 લાખ કરોડની મદદ કરી
યુએઈમાં પરચેઝિગ મેનેજર ઈન્ડેક્સ અર્થતંત્રની ગતિનું ધોરણ છે. જે જુનમાં 50.4 પર આવી ગયું હતું. જેનો અર્થ, 2020ના પ્રથમ છમાસિક ના અંતમાં અર્થતંત્ર પાટે ચડવા લાગ્યું હતું. જો આ આંકડો 50ના નીચે હોત તો મનાતું કે અર્થતંત્ર ધીમું પડ્યું છે. અર્થશાસ્ત્રી ડેવિડ ઓવનના મુજબ, અનેક કંપનીઓ છેલ્લા 10 મહિનાની સરખામણીમાં વધુ ઓર્ર મેળવી રહી છે. એક વિશેષજ્ઞ ડેવિડ મેકડમ અનુસાર, રિટેલ સેક્ટરમાં 20-28%નો ઘટાડો જોવા મળ્યો છે. આ બાજુ સરકારે અર્થતંત્રમાં પ્રાણ ફુંકવા લગભગ રૂ.2 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે.
આંકડામાં સ્થિતિ આવી
- વસ્તી 98.9 લાખ
- 57.70 લાખ કોરોના ટેસ્ટ
- કુલ દર્દી 63,212
- 57,193 સાજા થયા
- કુલ મોત 358
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XZkU7i
via IFTTT
No comments:
Post a Comment