Thursday, August 13, 2020

ઈઝરાયલ અને UAE વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર; ઈઝરાયલની આઝાદીના 72 વર્ષમાં કોઈ આરબ દેશ સાથે આ માત્ર ત્રીજો કરાર

દુનિયાના ઘણા ભાગમાં વધતા તણાવ વચ્ચે આ વર્ષે પહેલી વખત શાંતિના સંદર્ભમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. કટ્ટર દુશ્મન ગણાતા ઈઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત(UAE)વચ્ચે ગુરુવારે ઐતિહાસિક શાંતિ કરાર થયો છે. બન્ને દેશો વચ્ચે મધ્યસ્થની ભૂમિકા અદા કરનાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે.

1948માં આઝાદી પછી ઈઝરાયલના કોઈ આરબ દેશ સાથે આ માત્ર ત્રીજો કરાર છે. આ પહેલા જોર્ડન અને મિસ્ત્ર સાથે કરાર કરી ચુક્યો છે.

તણાવમાં ઘટાડો નક્કી
UAE અને ઈઝરાયલનો કરાર કારગર સાબિત થઈ શકે છે. પેલેસ્ટાઈન તેનો વિરોધ કરી રહ્યો છે, જ્યારે ઘણા દેશ આ સમજૂતીથી હેરાન છે. ઈઝરાયલ અને UAE વચ્ચે ઘણ વર્ષોથી ‘બેક ડોર ડિપ્લોમેસી’ ચાલી રહી હતી. પણ હવે બન્ને દેશોએ સાર્વજનિક રીતે શાંતિ કરારની જાહેરાત કરી છે. ઈઝરાયલે વેસ્ટ બેન્કમાં વસ્તી વસાવવાનો અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કબજો કરવાનો ઈરાદો હાલ પૂરતો ટાળી દીધો છે. આનાથી ખાડી દેશો અને ઈઝરાયલમાં તણાવ ઓછો થશે.

ઘણા મહિનાની વાતચીત જે ગુપ્ત રાખવામાં આવી
ટ્રમ્પ ઘણા મહિનાથી આ કરાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પ્રકારની વાતચીતને ગુપ્ત રાખવામાં આવી હતી. આ જ કારણ છે કે ગુરુવારે રાતે જ્યારે આ અંગેની જાહેરાત કરાઈ તો ઘણા દેશો ચોંકી ગયા હતા. કારણ પણ સ્પષ્ટ છે. ઈઝરાયલ અને આરબ અથવા ખાડી દેશોની દુશ્મની એટલી જ ઐતિહાસિક છે, જેટલો આ કરાર. ટ્રમ્પે કરાર પહેલા તેને મજબૂત રીતે સાબિત કરવા માટે ફોન પર એક સાથે નેતન્યાહૂ અને શેખ જાયેદ સાથે વાતચીત કરી હતી. હવે ઈઝરાયલ અને UAE એકબીજાના દેશમાં રાજકીય મિશન એટલે કે એમ્બેસી શરૂ કરી શકશે.

ટ્રમ્પે એક તીરથી બે નિશાન સાધ્યા
આ કરારનો પહેલો અને સ્પષ્ટ હેતુ ઈરાન પર નિશાન સાધવાનો છે. ઈરાન શિયા બહુમતી વાળો દેશ છે. તેના આરબ દેશ અને અમેરિકા બન્ના સાથે તણાવપૂર્ણ સંબંધો છે. ઈઝરાયલને પણ તે કટ્ટર દુશ્મન માને છે.ઈરાન પરમાણુ શક્તિ મેળવવા માંગે છે. જ્યારે UAE અને ઈઝરાય સત્તાવાર રીતે નજીક આવ્યા છે તો અમેરિકાને વધારે મજબૂતાઈ મળશે. તે ઈરાન પર નિશાન સાધી શકશે. બીજી બાજુ નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ટ્રમ્પે તેને પોતાની જીત તરીકે રજુ કરશે. સમજૂતી સફળ થવામાં વધુ શંકા એટલે નથી કારણ કે ઈઝરાયલ અને UAE છાનાછૂપી કૂટનીતિ દ્વારા ઘણા વર્ષોથી સંપર્કમાં હતા



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Israel UAE Peace Agreement Donald Trump | Israel And UAE Historic Peace Agreement US President Donald Trump Made Surprise Announcement.


from Divya Bhaskar https://ift.tt/31OmOZz
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...