અમેરિકાના વૈજ્ઞાનિકોએ એવું ઈનહેલર બનાવ્યું છે, જે કોરોનાને અટકાવવામાં PPE કરતાં પણ વધુ સુરક્ષા આપશે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધનકારો તેમના રિસર્ચમાં દાવો કર્યો છે. આ ઈનહેલરને એરોનેબ્સ નામ આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરવા માટે નાકમાં સ્પ્રે કરવું પડે છે. આ ઈનહેલરમાં ખાસ પ્રકારની નેનોબોડીઝ છે, જે એન્ટિબોડીમાંથી તૈયાર કરવામાં આવી છે. આ એન્ટિબોડીઝ લામા અને ઊંટ જેવા પ્રાણીઓમાં જોવા મળે છે, જે શરીરને ઈમ્યુનિટી આપે છે. પરંતુ ઈનહેલરમાં હાજર નેનોબોડીઝને લેબમાં તૈયાર કરવામાં આવી છે. તે જિનેટિકલી મોડિફાઈડ છે, જે ખાસ કરીને કોરોનાને બ્લોક કરવા માટે વિકસિત કરવામાં આવ્યું છે.
શું હોય છે નેનોબોડીઝ
લેબમાં પ્રયોગ દરમિયાન જોવા મળ્યું કે કોરોનાનું શરીરમાં સંક્રમણ ફેલાવાથી રોકવામાં એન્ટિબોડીઝ કામ કરે છે. એન્ટિબોડીઝની જેમ જ નેનોબોડીઝ પણ પ્રોટીનથી બનેલા હોય છે.આ એન્ટિબોડીઝના નાનાં સ્વરૂપ હોય છે અને વધુ સંખ્યામાં બનાવી શકાય છે. નેનોબોડીઝની શોધ 1980માં બેલ્જિયમની એક લેબમાં થઈ હતી.
આ રીતે કોરોનાને અટકાવે છે નેનોબોડીઝ
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જ્યારે કોરોના સંક્રમણ ફેલાવવા માટે તેના સ્પાઈક પ્રોટીનથી મનુષ્યના ACE2 રિસેપ્ટર સાથે જોડાય છે ત્યારે આ નેનોબોડીઝ તેના પ્રોટીનને બ્લોક કરે છે. આવું થવા પર વાઈરસ ACE2 રિસેપ્ટરથી નથી જોડાઈ શકતો અને સંક્રમણ નથી થતું. ACE2 રિસેપ્ટર મનુષ્યના કોષોની સપાટી પર જોવા મળે છે, જે કોરોના સંક્રમણનો એન્ટ્રી પ્રોઈન્ટ છે.
સાર્સ મહામારીના સમયમાં પણ નેનોબોડીઝ ન્યુટ્રલ થયો હતો કોરોના
સંશોધનકર્તા પીટર વોલ્ટરના જણાવ્યા પ્રમાણે, જ્યાં સુધી વેક્સીન નથી બની જતી અથવા ઉપલબ્ધ ન થાય ત્યા સુધી એરોનેબ્સ વાઈરસથી સુરક્ષિત રાખવા માટે કાયમી વિકલ્પ હોઈ શકે છે. સાર્સ મહામારીના સમયે પણ કોરોનાવાઈરસને ન્યુટ્રલ કરવા માટે નેનોબોડીઝ તૈયાર કરવામાં આવી હતી. સંશોધનકર્તા ડો. આશીષ માંગલિકના જણાવ્યા પ્રમાણે, સંશોધનકોએ લેબમાં 21 આવા નેનોબોડીઝ બનાવ્યા છે, જે કોરોનાની સામે કામ કરે છે.
ટૂંક સમયમાં હ્યુમન ટ્રાયલ શરૂ થશે
સંશોધનકર્તા આ નેઝલ સ્પ્રેને લોકો સુધી પહોંચાડવા માટે મેન્યુફ્રેક્ચરિંગ ફર્મ સાથે કરાર કરી રહ્યા છે. અપેક્ષા છે કે, ટૂંક સમયમાં તેનું હ્યુમન ટ્રાયલ શરૂ થશે. જો તે 100 ટકા અસરકારક સાબિત થશે તો તે આ મહામારીને રોકવામાં સરળ અને અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3all7Xs
via IFTTT
No comments:
Post a Comment