Saturday, August 15, 2020

પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથી નિમિત્તે વડાપ્રધાન મોદી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાને એક ટ્વિટ કરીને કહ્યું કે, દેશની પ્રગતિની દિશામાં અટલ બિહારી વાજપેયીનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે બીજી પુણ્યતિથી છે. 2018માં દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લાંબી બિમારી પછી 93 વર્ષની ઉંમરમાં વાજપેયીનું નિધન થયું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ ‘સદૈવ અટલ’ પહોંચ્યા અને તેમને પુષ્પાજંલિ અર્પણ કરી. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ સમાધિ સ્થળ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

શાહ અને રાજનાથ સિંહ સહિતે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી
પૂર્વ વડાપ્રધાનને યાદ કરતા દેશના ઘણા નેતાઓ ટ્વિટ કરીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અમિત શાહે વાજપેયીને યાદ કરતા ટ્વિટમાં લખ્યું કે, વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અટલજીના વિચારોને કેન્દ્રમાં રાખીને સુશાસન તથા ગરીબ કલ્યાણના માર્ગ પર આગળ છે અને ભારતને વિશ્વમાં એક મહાશક્તિ બનાવવા માટે કટિબદ્ધ છે. પૂર્વ વડાપ્રધાનની પુણ્યતિથી નીમિતે તેમને કોટિ કોટિ વંદન.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે વાજપેયીને યાદ કરીને ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું કે, અટલ બિહારી વાજપેયી જીની પુણ્યતિથી પર તેમને નમન કરું છું. ભારતના વિકાસ અને સામાન્ય લોકો માટે કરેલા તેમના કાર્ય હંમેશા માટે યાદ રહેશે. ભારત માટે તેમના વિચાર ભાવિ પેઢીને પ્રેરણા આપતા રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Leaders including PM Modi pay tributes to former PM Atal Bihari Vajpayee News And Updates


from Divya Bhaskar https://ift.tt/314U2F3
via IFTTT

No comments:

Post a Comment