Saturday, August 15, 2020

13 વર્ષની સગીરાની દુષ્કર્મ પછી હત્યા, આંખો ફોડી અને જીભ કાપીને ક્રુરતા આચરવામાં આવી; 2 નરાધમોની ધરપકડ

ઉતરપ્રદેશના લખીમપુર જિલ્લામાં 13 વર્ષની છોકરી પર બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી છે. ઘટના સંદર્ભે હાલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બળાત્કાર થયો હોવાની પુષ્ટિ થઈ છે. બે આરોપીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.

ઘટના નેપાળ બોર્ડર પરના ઈસાનગર વિસ્તારની છે. છોકરીનું શબ અહીં શુક્રવારે રાતે શેરડીના ખેતરમાંથી મળ્યું હતું. છોકરી શુક્રવારથી ગુમ હતી. છોકરીના પિતાના જણાવ્યા અનુસાર છોકરીની શોધખોળ હાથ ધરવામાં આવ્યા બાદ તેનું શબ ગામના એક વ્યક્તિના ખેતરમાંથી મળ્યું. તેની આંખો બહાર આવી ગઈ હતી અને જીભ કપાયેલી હતી. દુપટ્ટો ગળા સાથે ચુસ્ત બાધેલો હતો.

રેપ પછી હત્યા થઈ
ઘૌરાહરા સર્કલના પોલીસ અધિકારી અભિષેક પ્રતાપે જણાવ્યું કે છોકરીની હત્યા બળાત્કાર કર્યા પછી કરવામાં આવી હોવાની વાત પ્રકાશમાં આવી છે. બે ઓરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે ખેતરમાંથી છોકરીનું શબ મળ્યું હતું, તે ખેતર એક આરોપીનું છે. આંખો ફોડવાની અથવા કાઢી નાખવામાં આવી હોવાની વાત તથ્ય વગરની છે. ઓરોપીઓ પર NSA અંતર્ગત કાર્યવાહી કરીને તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A 13-year-old girl was murdered after being raped, her tongue was also cut out; Arrest of 2 accused


from Divya Bhaskar https://ift.tt/3h0WVw7
via IFTTT

No comments:

Post a Comment