આજે 14 ઓગસ્ટ છે. બરોબર 73 વર્ષ પહેલા આજના દિવસેજ અંગ્રેજોએ ભારતના વિભાજનની રેખા ખેંચી હતી અને વિશ્વના નકશા પર પાકિસ્તાન નામના નવા એક દેશનું સર્જન થયું હતું. બીજી તરફ આજે સૌની નજર રાજસ્થાન પર ટકેલી રહેશે. CM અશોક ગેહલોત વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. જોકે સરકાર પર અત્યારે કોઇ સંકટ દેખાતું નથી. બળવા પછી સચિન પાયલટ ગુરૂવારે અશોક ગેહલોતને મળ્યા હતા. બન્ને નેતાઓએ હાથ મિલાવ્યો અને હસ્યા પરંતુ ભેટ્યા નહીં. ધારાસભ્ય પક્ષની બેઠકમાં ગેહલોતે કહ્યું કે અમે આ 19 ધારાસભ્યો વિના પણ બહુમત સાબિત કરી દેત પણ તેમાં ખુશી ન થાત. પોતાના તો પોતાના જ હોય છે. ભાજપે પણ ધારાસભ્ય પક્ષની બેઠક આયોજિત કરી હતી. આ વખતે પૂર્વ CM વસુંધરા રાજે પણ તેમાં સામેલ થયા હતાં. ભાજપે કહ્યું કે તેઓ વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.
1.
કોરોના અટકવાનું નામ લેતો નથી. દેશમાં સંક્રમિતોનો આંકડો 24 લાખ પાર કરી ગયો છે. મરનારાઓની સંખ્યા 47 હજારથી વધુ થઇ ગઇ છે. જોકે રાહતની વાત એ છે કે રિકવરી રેટ 70 ટકા થઇ ગયો છે. ગુરૂવારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ (82)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ બુધવારે જન્માષ્ટમી મનાવવા મથુરા પહોંચ્યા હતા. ગુરૂવારે સવારે તેમની તબિયત અચાનક બગડી ગઇ હતી. તપાસ બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભૂમિપૂજનના કાર્યક્રમમમાં તેઓ વડાપ્રધાન મોદી સાથે સ્ટેજ પર ઉપસ્થિત હતા.
2.
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ગુરુવારે કેન્દ્રએ CBI તરફથી સુપ્રીમ કોર્ટમાં લેખિત જવાબ દાખલ કર્યો. CBIએ કહ્યું કે મુંબઇમાં કોઇ કેસ પેન્ડિંગ નથી તેથી ત્યાં ટ્રાન્સફરનો કોઇ સવાલ જ નથી. CBIએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેને તપાસ ચાલુ રાખવા દેવી જોઇએ. બીજી તરફ બિહાર સરકાર અને રિયાએ પણ લેખિત દલીલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી દીધી છે. હવે કોર્ટ આ મામલે નિર્ણય લેશે. કોર્ટે ચૂકાદો સુરક્ષિત રાખ્યો છે. આ મામલે દેશભરમાં સુશાંત સિંહ રાજપૂતના ન્યાય માટે CBI તપાસની માંગ ઉગ્ર બની ગઇ છે. તેની બહેન શ્વેતા સિંહ કિર્તી, અભિનેત્રી કંગના રનોટ અને અંકિતા લોખંડે સહિત ઘણી હસ્તિઓએ CBI તપાસની માંગ કરી છે.
3.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે આજે એક નવો રેકોર્ડ બની ગયો છે. વડાપ્રધાન તરીકે તેમનો આજે 2273મો દિવસ છે. તેઓ છ વર્ષ , બે મહિના અને 20 દિવસથી PM છે. એક બિનકોંગ્રેસી તરીકે તેમણે વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ત્રણ ટર્મમાં અટલજી 2272 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા હતા. બીજો રેકોર્ડ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર બનશે. ત્યારે મોદી સાતમી વખત ધ્વજ ફરકાવીને અટલજીથી આગળ નિકળી જશે. વડાપ્રધાન તરીકે સૌથી લાંબો કાર્યકાળ માત્ર ત્રણ લોકોનો રહ્યો છે. જવાહરલાલ નેહરૂ, ઇંદિરા ગાંધી અને મનમોહન સિંહ. ત્રણેય કોંગ્રેસ પાર્ટીના હતા.
4.
કોરોના અંગે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ચીને બ્રાઝીલથી મોકલવામા આવેલા ફ્રોઝન ચિકનના પાંખમાં કોરોનાવાયરસ મળ્યો હોવાનો દાવો કર્યો છે. ગત અઠવાડિયએ અહીં યાંતાઇ શહેરમાં એક્વાડોરથી મોકલવામા આવેલી ઝીંગા માછલી પણ સંક્રમિત હોવાનો રિપોર્ટ આવ્યો હતો. ચીને જૂનમાં બ્રાઝીલ સહિત અમુક 1દેશોમાંથી આયાત પર રોક લગાવી હતી. જોકે બાદમાં તે પ્રતિબંધ હટાવી લીધો હતો.
હવે સમાચાર કિસ્મત કનેક્શન અંગે..
14 ઓગસ્ટ, શુક્રવારે ચંદ્રમા મૃગશિરા નક્ષત્ર સાથે તેની ઉચ્ચ રાશિમાં હશે. જેનાથી માનસ અને હર્ષણ નામના 2 શુભ યોગ બની રહ્યા છે. તેનો સીધો ફાયદો મિથુન, કર્ક, કન્યા, મકર, કુંભ અને મીન રાશિના લોકોને મળશે. આ રાશિના લોકોએ જે કામ વિચાર્યા હશે તે પૂર્ણ થઇ શકે છે અને અમુક કિસ્સાઓમાં કિસ્મતનો સાથ મળી શકે છે.
ટેરો રાશિફળ અનુસાર આજે 12માંથી 8 રાશિના લોકોને ફાયદો રહેશે. બિઝનેસ અને કરિયરમાં લાભ અને વિકાસની તક મળી શકે છે. 4 રાશિઓને સંબંધો અને સ્વાસ્થ્ય અંગે આજે સાચવીને રહેવું પડશે. મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મનોરંજન અને આરામથી ભરેલો હોઇ શકે છે. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ સૂચના મળવાનો દિવસ છે. મિથુન રાશિના લોકો માટે આધ્યાત્મિક પ્રગતિનો દિવસ છે. ટેરો કાર્ડ રીડર શીલા. એમ. બજાજ પાસેથી જાણે તમારો આજનો દિવસ કેવો રહેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3ameKDf
via IFTTT
No comments:
Post a Comment