Friday, August 14, 2020

PM મોદીએ સાતમી વખત લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો, અટલજીને પાછળ પાડ્યા, નહેરુજીએ સૌથી વધુ 17 વખત તિરંગો લહેરાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 74માં સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી સાતમી વખત તિરંગો લહેરાવ્યો છે. આજે મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ પાછળ છોડી દીધા છે. અટલજી પહેલાં વડાપ્રધાન હતા, જેમણે 6 વાર લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો. લાલ કિલ્લા પરથી સૌથી વધારે વખત ધ્વજ લહેરાવનાર વડાપ્રધાનોના લિસ્ટમાં મોદી ચોથા નંબરે આવી ગયા છે.

વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સૌથી વધુ વખત 17 વાર લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવ્યો છે. બીજા નંબરે ઈન્દિરા ગાંધી છે. તેમને આ મોકો 16 વખત મળ્યો છે. જ્યારે વડાપ્રધાન મનમોહન સિંહ આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. તેમણે 10 વખત લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવ્યો છે. જ્યારે રાજીવ ગાંધીએ 5 વખત લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવ્યો છે.

પહેલા સ્વતંત્રતા દિવસે 16 ઓગસ્ટે તિરંગો લહેરાવામાં આવ્યો હતો

14-15 ઓગસ્ટની રાત્રે ભારતને આઝાદી મળી હતી પરંતુ પહેલા સ્વતંત્રતા દિવસે 15 ઓગસ્ટે નહીં પરંતુ 16 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવામાં આવ્યો હતો. ત્યારપછીથી જ દર વર્ષે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવાની પરંપરા શરૂ થઈ છે.

પ્રધાનમંત્રી કાર્યકાળ કેટલી વાર તિરંગો લહેરાવ્યો?
જવાહરલાલ નહેરુ ઓગસ્ટ 1947થી મે 1964 17 વાર : 1947-1963
લાલ બહાદુર શાસ્ત્રી જૂન 1964થી જાન્યુઆરી 1966 2 વાર : 1964-1965
ઇન્દિરા ગાંધી જાન્યુઆરી 1966થી માર્ચ 1977 અને જાન્યુઆરી 1980થી ઓક્ટોબર 1984 16 વાર: 1966-1976 અને 1980-1984
મોરારજી દેસાઈ માર્ચ 1977થી જુલાઈ 1979 2 વાર: 1977-1978
ચરણ સિંહ જુલાઈ 1979થી જાન્યુઆરી 1980 1 વાર: 1979
રાજીવ ગાંધી ઓક્ટોબર 1984થી ડિસેમ્બર 1989 5 વાર: 1985-1989
વીપી સિંહ ડિસેમ્બર 1989થી નવેમ્બર 1990 1 વાર : 1990
પીવી નરસિમ્હા રાવ જૂન 1991થી મે 1996 5 વાર : 1991-1995
એચડી દેવેગૌડા જૂન 1996થી એપ્રિલ 1997 1 વાર: 1996
ઇન્દ્રકુમાર ગુજરાલ એપ્રિલ 1997થી માર્ચ 1998 1 વાર: 1997
અટલ બિહારી વાજપેયી મે 1996થી જૂન 1996 અને માર્ચ 1998થી મે 2004 6 વાર: 1998-2003
મનમોહન સિંહ મે 2004થી મે 2014 10 વાર: 2004-2013
નરેન્દ્ર મોદી મે 2014 થી અત્યાર સુધી 7 વાર: 2014-2020

ગુલઝારી લાલ નંદા અને ચંદ્રશેખર એવા વડાપ્રધાન જેમને મોકો નથી મળ્યો

ગુલઝારી લાલ નંદા બે વાર 13-13 દિવસ માટે વડાપ્રધાન બન્યા. પહેલીવાર 27 મેથી 9 જૂન 1964 સુધી અને બીજી વાર 11 જાન્યુઆરી 1966 સુધી વડાપ્રધાન રહ્યા હતા. જ્યારે ચંદ્ર શેખર 10 નવેમ્બર 1990થી 21 જૂન 1991 સુધી 8 મહિના વડાપ્રધાન રહ્યા. પરંતુ આ બંને નેતાઓને લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવાનો મોકો નહતો મળ્યો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
PM Modi hoists tricolor from Red Fort for seventh time, overtakes Atalji, Nehruji hoists tricolor 17 times at most


from Divya Bhaskar https://ift.tt/340iOrv
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...