Thursday, August 13, 2020

રાજસ્થાનમાં વિધાનસભા સત્ર કાલથી, ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તેવી શકયતા; વસુંધરા રાજેએ કહ્યું- કોંગ્રેસે લોકોનું નહિ પરંતુ પોતાના હિતોનું ધ્યાન રાખ્યું

રાજસ્થાનમાં શુક્રવારથી વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે. તેમાં ભાજપ ગેહલોત સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે પાર્ટીએ બધી તૈયારીઓ કરી રાખી છે. તેમણે કહ્યું કે સરકાર એક મહિનાથી વાડામાં બંધ છે. રાજ્યમાં કેન્દ્ર સરકારની યોજનાઓની અવગણના કરવામાં આવી રહી છે. આ સરકાર વિરોધાભાસી સરકાર છે. આ નિર્ણય ભાજપના ધારસભ્ય દળની બેઠકમાં લેવામાં આવ્યો છે.

બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરાએ કોંગ્રેસ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે લોકોના નહિ પરંતુ પોતાના હિતોનું ધ્યાન રાખ્યું છે. અમે રાજસ્થાનમાં 10 વર્ષ ખૂબ જ કામ કર્યું હતું. કોંગ્રેસની સરકાર આવ્યા બાદ અમારી યોજનાઓનું નામ બદલી નાખવામાં આવ્યું અથવા તો બંધ કરવામાં આવી. હવે અમારે કેન્દ્રના કામોને લોકો સુધી પહોંચાડવાના છે.

કોંગ્રેસના રાજકીય સંકટ પછી વસુંધરા પ્રથમ વખત જયપુર પહોંચી. આ પહેલા 11 ઓગસ્ટે ભાજપના ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવવામાં આવી હતી પરંતુ વસુંધરા હાજર રહ્યાં ન હતા. આજની બેઠક 14 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. વિધાનસભા સત્રને લઈને રણનીતી બનાવવામાં આવી છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ગેહલોત સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
In Rajasthan, from tomorrow's assembly session, BJP is likely to bring a no-confidence motion; Vasundhara Raje said- Congress did not care about the people but its own interests


from Divya Bhaskar https://ift.tt/3fVuApv
via IFTTT

No comments:

Post a Comment