વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 2 કરોડ 8 લાખ 27 હજાર 637 કેસ નોંધાયા છે. તેમા 1 કરોડ 37 લાખ 23 હજાર 478 દર્દી સાજા થયા છે. 7 લાખ 47 હજાર 584ના મોત થયા છે. આંકડા https://ift.tt/2VnYLis પરથી લેવાયા છે.
મોસ્કો ડેલી વેદોમોસ્તી મુજબ 'સ્પુતનિક વી'ની જાહેરાત પછી વિશ્વભરમાં 3થી 5 અબજ ડોઝ વેક્સીનની માંગ થઈ રહી છે. તેનાથી રશિયાને 75 બિલિયન ડોલર (5.61 લાખ કરોડ રૂપિયા)ની કમાણી થશે. 2021ના અંત સુધીમાં રશિયાની 20થી વધારે દેશમાં 1 અબજ ડોઝ સપ્લાઈ કરવાની યોજના છે.
મેક્સિકો: 4.98 લાખ કેસ
મેક્સિકોના સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં 5858 નવા કેસ નોંધાયા છે અને 737 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં સંક્રમિતોનો આંકડો 4 લાખ 98 હજાર 380 થયો છે. અત્યાર સુધીમાં 54 હજાર 666 મોત થયા છે.
પેરુ: દર રવિવારે કર્ફ્યૂ
પેરુના રાષ્ટ્રપતિ માર્ટિન વિજકારાએ દર રવિવારે દેશમાં કર્ફ્યૂ લાગુ કર્યો છે. તેમણે કહ્યું કે સંક્રમણમાંથી બહાર આવવા માટે આ નિર્ણય લેવાયો છે. પેરુમાં અત્યાર સુધીમાં 4.89 લાખ કેસ નોંધાયા છે. દરરોજ અહીં 7 હજાર કેસ નોંધાય છે.
બ્રિટન: ઈંગ્લેન્ડમાં મોતનો નવો આંકડો જાહેર
સરકારે બુધવારે ઈંગ્લેન્ડમાં સંક્રમણનો નવો આંકડો જાહેર કર્યો છે. તેમાં પહેલાની સરખામણીમાં 5377 મોત ઓછા બતાવાયા છે. સરકારે જણાવ્યું હતું કે તેમા એ લોકોનો પણ સમાવેશ કરાયો છે જેઓ સાજા થઈ ગયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30RCXhn
via IFTTT
No comments:
Post a Comment