Friday, August 14, 2020

દેશને સંબોધનમાં કહ્યું- કોરોના સંકટમાં હું કોરોના વોરિયર્સને નમન કરું છું

કોરોના કાળમાં દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આઝાદીના આ પાવન પર્વની તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ. આજે જે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ, તેની પાછળ માતા ભારતીના લાખા દીકરી-દીકરાઓનું ત્યાગ, બલિદાન અને સમર્પણ છે. આજે આઝાદીના વીરોને નમન કરવાનો પર્વ છે.અહીંયા મહામારીથી બચવા માટે ઘણી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે લાલ કિલ્લા પર કાર્યક્રમમાં શાળાના બાળકોની જગ્યાએ 1500 એવા લોકો ભાગ લેશે, જેમણે કોરોનાને હરાવ્યો છે.

રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી રહેલા પીએમ મોદી

બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસટન્સીંગનું ખાસ પ્રકારે ધ્યાન રાખવામાં આવ્યું છે. મોદી‘બે ગજના અંતર’ની વાત કહેતા રહે છે, જેથી બે સીટ વચ્ચે ઓછામાં ઓછા 6 ફુટનું અંતર રાખવામાં આવ્યું છે. સુરક્ષાકર્મી PPE કીટ પહેરીને તહેનાત રહેશે. લાઈન ન લાગે, એટલા માટે મેટલ ડિટેક્ટર ડોર લગાડવામાં આવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Independence Day 2020 News Flag Hosting Live Updates; PM Narendra Modi Speech Red For
Independence Day 2020 News Flag Hosting Live Updates; PM Narendra Modi Speech Red For


from Divya Bhaskar https://ift.tt/3aodf7y
via IFTTT

No comments:

Post a Comment