Thursday, August 13, 2020

નિષ્ણાતો પાસે જાણો શું છે ચાર્ટર, શું છે તમારા અધિકાર અને કર્તવ્ય, ટેક્સપેયર્સનું ચાર્ટર લાવનાર ભારત વિશ્વનો ચોથો દેશ

CA નવીન ગુપ્તા અને CA કીર્તિ જોષીના જણાવ્યા અનુસાર અગાઉ બજેટમાં ટેક્સપેયર્સ ચાર્ટર લાવવાની જાહેરાત કરી હતી. લગભગ છ મહિનામાં સરકારે તેને નક્કર આકાર આપ્યો છે. આ સાથે ભારત ટેક્સપેયર્સનું ચાર્ટર લાવનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે. ભારત અગાઉ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ તેનો અમલ કર્યો છે. ટેક્સપેયર્સ ચાર્ટર નિર્ધારિત કરે છે કે, જ્યાં સુધી કરદાતાએ કરચોરી અથવા ગેરરીતિ આચર્યા છે.

તર્કસંગત વર્તનનો અધિકાર
આવકવેરા વિભાગે તમામ કરદાતાઓ સાથે સૌજન્ય, આદર સાથે વર્તન કરવુ પડશે.સત્યનિષ્ઠા અને પ્રમાણિક વ્યવહારો થશે. કાયદા અનુસાર વાજબી અને ન્યાયી નિર્ણય લેવા પડશે.

પ્રામાણિકતા તરીકે માન આપવુ
જ્યાં સુધી કોઈની સામે પુરાવા ન મળી આવે ત્યાં સુધીકરદાતાને પ્રમાણિક ગણવામાં આવશે. અને તેણે આપેલી માહિતી સંપૂર્ણ અને સાચી છે. માહિતીની તપાસમાં સમય લઈ રહ્યો હોય તો તેનો અર્થ એ નથી કે, તમે અપ્રમાણિક છો.

નિશ્ચિતતાનો અધિકાર
તમને કર અંગેની મુશ્કેલીઓ વિશે માહિતી પ્રદાન કરવી, શક્ય તેટલી વહેલી તકે માહિતી આપવી. પૂછપરછ અને તપાસ સંબંધિત કરદાતાના ઇન્ટરવ્યુ માટે યોગ્ય સમય અને સ્થાન પ્રદાન કરાવવુ.

માહિતી લેવાનો અધિકાર
કરદાતાના કાનૂની અધિકારો, કરવેરા ચાર્જ અને લાભો વિશે સમજણ આપવામાં મદદ કરશે. સ્પષ્ટ અને સરળ ભાષામાં અપડેટ કરેલી માહિતી વિભાગની વેબસાઇટ અથવા છાપેલા ફોર્મમાં ઉપલબ્ધ કરાવવી પડશે.

વધુ ટેક્સ ન વસૂલવાનો અધિકાર
વિભાગ કરદાતા સાથે તમામ કામમાં પ્રમાણિકતા સાથે વ્યવહાર કરવો પડશે.બાકી ટેક્સની રકમ જ ચૂકવવામાં આવશે. તમામ કપાત, ક્રેડિટ, અને અન્ય ચીજોની યોગ્ય મંજૂરી

રેટ્રોસ્પેક્ટિવ ન ભરવાનો અધિકાર
સમય-સમય પર કાયદા બદલાતા રહે છે. એક સામાન્ય સિદ્ધાંત છે કે, આ પ્રકારના બદલાવ માત્ર આવક વધવા, સામાન-સેવાનો સપ્લાય કે લેવડ-દેવડ પર લાગૂ થાય છે.

ખર્ચ ઘટાડવાનો અધિકાર
તમારા ટેક્સ ચૂકવણીને સમજવું અને તમારા માટે સરળ બનાવવું. તમારા કર ચૂકવણી સબંધમાં વર્કલોડ, સમય અને મહેનતને ઘટાડવા માટે સરળ બનાવવું.

રિપ્રેઝન્ટકરવાનોઅધિકાર
ટેક્સેશન બાબતમાં અથવા વિભાગની સાથે ડિલિંગમાં તમે જાતે રિપ્રેઝન્ટ કરી શકો છો. અથવા કોઇ બીજા વ્યક્તિની મદદ પણ અવશ્ય લઇ શકો છો.

ટેક્સપેયર્સનુ કર્તવ્ય

  • પ્રમાણિક રહો
  • નિયમોનુ પાલન કરો, આવકવેરા વિભાગ સાથે ડીલ કરતી વખતે સહયોગ આપો
  • કાયદા અનુસાર, રેકોર્ડ જાળવો
  • નિયત સમય પર યોગ્ય અને તમામ દસ્તાવેજો અને ટેક્સ જમા કરાવો
  • પરિસ્થિતિઓમાં બદલાવ આવતાં આયકર વિભાગને માહિતી આપો
  • પોતાના કરદાયિત્વ અને નિયમોનુ પાલન ન કરવાના પરિણામો અંગે જાણકારી રાખો.
  • દિલ્હી સ્થિત એનઈસી હવે કરદાતાઓ અને આકારણી કેન્દ્રો વચ્ચે ટચ પોઇન્ટ બનશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/341XYIj
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...