Thursday, August 13, 2020

ચીને કહ્યું- બ્રાઝીલમાંથી આવેલા ચિકનમાં કોરોના વાઈરસ મળ્યો, અમુક દિવસ પહેલા ઈક્વાડોરના ઝીંગામાં પણ સંક્રમણનો દાવો કરાયો હતો

ચીને બ્રાઝીલમાંથી મોકલાયેલ ફ્રોઝન ચિકનમાં કોરોના વાઈરસ મળ્યાનો દાવો કર્યો છે. ગત સપ્તાહે અહીં ઈક્વાડોરથી મોકલાયેલા ઝીંગામાં પણ સંક્રમણ મળ્યાનો દાવો કરાયો હતો. ચીને જૂનમાં બ્રાઝીલ સહિત અન્ય દેશોમાંથી મીટ ઈમ્પોર્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે પાછળથી તેને હટાવી દેવાયો હતો.

શેજેનના લોકલ ડિસિસ કંટ્રોલ સેન્ટર (CDC)ની તપાસ દરમિયાન બ્રાઝીલથી મોકલાયેલ ચિકનના સેમ્પલ લેવાયા હતા. તપાસ કરતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અધિકારીઓએ ગુરુવારે કહ્યું હતું કે બ્રાઝીલથી ચિકન સાથે મોકલાયેલ બીજા ફૂડ પ્રોડક્ટના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જોકે બ્રાઝીલને આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

લોકોને સાવધાની રાખવાની અપીલ
શેજન સીડીસીએ બીજા દેશની ફૂડ પ્રોડક્ટ ખાવામાં સાવધાની રાખવાની અપીલ કરી છે. જૂનમાં ચીનની રાજધાની બેઈજિંગના શિનફેડી સીફૂડ માર્કેટમાં સંક્રમણના કેસ નોંધાયા હતા. ત્યાર પછી સરકાર હાલ ફૂડ પ્રોડક્ટના સેમ્પલ લઈને કોરોના ટેસ્ટ કરી રહી છે.

વુહાનના સી ફૂડ માર્કેટથી સંક્રમણ ફેલાવીની આશંકા
ચીનના વુહાન શહેરથી વિશ્વભરમાં કોરોનાની મહામારી ફેલાઈ છે. આશંકા છે કે સંક્રમણ અહીંના સૂ ફૂડ માર્કેટથી ફેલાયું હતું. સંક્રમણને લઈને વિવાદ થતા ચીને ઘણા પુશીઓના ખરીદ-વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.

મહિના પહેલા સાજા થયેલા બે દર્દીઓ ફરી સક્રમિત
ચીનથી ચિંતા વધારનાર સમાચાર આવ્યા છે. અહીં કોરોનાને હરાવનાર બે વ્યક્તિના મહિના પછી ફરી પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. હુબેઈમાં 68 વર્ષની એક મહિલા માં ડિસેમ્બરમાં સંક્રમણની પુષ્ટી થઈ હતી. રવિવારે તેનો રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. બીજો કેસ શાંઘાઈમાં નોંધાયો છે. એક વ્યક્તિ એપ્રિલમાં સંક્રમિત થયો હતો. સોમવારે ફરી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે આ લોકોમાં સંક્રમણના કોઈ લક્ષણ નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તસવીર ફેબ્રુઆરીની છે. વુહાન મીટ માર્કેટમાં ચિકન વેચતી મહિલા નજરે પડે છે. સંક્રમણ ફેલાતા સરકારે આ માર્કેટ બંધ કરી દીધું હતું.


from Divya Bhaskar https://ift.tt/3fQL42g
via IFTTT

No comments:

Post a Comment