કોરોના મહામારી પછી આપણા જીવનની બહુ જ બધી એવી ક્ષણો કે જેને અત્યાર સુધી આપણે ખુશીનું પ્રતીક માનતા હતા તે હંમેશા બદલાઈ જશે. જેમ કે, હાથ મિલાવવો, જન્મદિવસે કેકની આસપાસ ઊભા રહીને હેપ્પી બર્થ-ડેનું ગાન કરવું અને પછી ફૂંક મારીને કેન્ડલ બૂઝાવવી અને મૉલમાં ફેમિલી સાથે શૉપિંગ- આ બધું જ જાણે ઈતિહાસ બની ગયું છે. આવો જાણીએ, કોરોનાના કારણે આપણા જીવનમાં શું પરિવર્તન આવ્યું છે.
- બર્થ-ડેની પરંપરા: રિસર્ચર માલિયા જોન્સ કહે છે કે ફૂંક મારવી હવે થૂંકવા જેવું છે. એટલે કે બર્થ-ડેની પરંપરામાં આમૂલ પરિવર્તનની જરૂર છે.
- જમ્પિંગ બૉલનો ખેલ: જમ્પિંગ બૉલનો ખેલ હવે ખતમ થઈ જશે કારણ કે પ્લાસ્ટિકથી સંક્રમણનો ખતરો છે. અનેક કંપનીએ આ રમત બંધ કરી દીધી છે.
- માઈકથી પણ અંતર: લોકો હવે એકબીજાના માઈક્રોફોન અને હેડફોનનો ઉપયોગ પણ નથી કરતા. જાપાનમાં તેના કારણે સંક્રમણ વધ્યું હતું.
- મેક-અપ સેમ્પલ બંધ: મેક-અપ માટે રિ-યુઝ સેમ્પલના બદલે સિંગલ યુઝ પ્રોડક્ટની માંગ વધી છે. સ્ટોર પર હવે ડિસ્પોઝેબલ પ્રોડક્ટ્સ રખાય છે.
- સ્ટ્રોનું શેરિંગ પણ બંધ: પાર્ટીઓમાં અને ઘરોમાં પણ સ્ટ્રોનું શેરિંગ બંધ થઈ ગયું છે. નિષ્ણાતો કહે છે કે તેનાથી સંક્રમણ ઝડપથી થાય છે.
અમેરિકાની વિસ્કોન્સિન મેડિસિન યુનિવર્સિટીના હ્યુમન બિહેવિયરના રિસર્ચર માલિયા જોન્સ કહે છે કે લોકોએ સંક્રમણના ભયથી એકબીજા સાથે હાથ મિલાવવાનું અને ગાલ પર કિસ કરવાનું પણ બંધ કર્યું છે. ત્યાં સુધી કે, એકબીજાની સિગારેટ પણ લોકો નથી પીતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DQlbTb
via IFTTT
No comments:
Post a Comment