Sunday, August 16, 2020

ઉકાઈનો સૌપ્રથમવાર રાતનો રંગીન નજારો, રાજ્યમાં અવિરત મેઘસવારી

ઉકાઇ ડેમ પર કરાયેલા ત્રીરંગા લાઇટીંગના રાતનો નજરો પહેલી વખત રજુ કરાયો છે. બીજી બાજુ રાજ્યમાં રવિવારે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. સૌથી વધુ નવસારી જિલ્લામાં ધોધમાર 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત મધ્ય ગુજરાતને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં 1થી 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.

દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક 2 ઇંચથી વધુ વરસાદ પડી જતાં નદીઓમાં પૂર આવ્યાં હતાં. ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. દ્વારકા-ચરકલા રોડ પર કેડ સુધીના પાણી ભરાઈ જતાં વાહનચાલકો ફસાયા હતા.
મુન્દ્રા અને માંડવી તાલુકામાં પડેલા અનાધાર વરસાદથી શેરડી ગામ પાસે આવેલો ખારોડ ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો.
સુરતમાં આવેલા ખાડી પૂરના પાણી ત્રીજા દિવસે પણ ઓસર્યાં નથી. લોકોને હોડી મારફત ફૂડ પેકેટ્સ પહોંચાડાયાં હતાં.
સાવરકુંડલામાં ભારે વરસાદ પડતા પાણીની ભરપુર આવકથી શેલ દેદુમલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં.
કિમ નદીમાં આવેલાં પૂરના કારણે કિમ શહેરની સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલી પડી હતી.

બજારોમાં નદી વહી

દેલવાડા નજીકનાં ગુપ્ત પ્રયાગ મંદિરમાં પાણી ઘુસ્યા

ઊનાઃ દેલવાડા નજીક ગુપ્ત પ્રયાગતિર્થધામમાંથી પસાર થતી નદીમાં ભારે વરસાદથી કુંડ પાસે આવેલ પ્રયાગરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું.

લીલિયામાં 2 ઇંચ વરસાદથી બજારમાં પૂર આવ્યું

લીલિયાઃ અમરેલીના લીલિયામાં 2 ઇંચ વરસાદ પડતાં નાવલી બજારમાં પાણીની નદી વહી નીકળીતાં પૂર જેવી સ્થિતિ બની હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ઉકાઇ ડેમ પર કરાયેલા ત્રીરંગા લાઇટીંગના રાતનો નજરો પહેલી વખત રજુ કરાયો છે.


from Divya Bhaskar https://ift.tt/3g46ZTI
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...