Sunday, August 16, 2020

વાત તે લોકોની જેઓ હંમેશાં જીવિત રહેશે, કોઇ વરદાન તો કોઇ શ્રાપના કારણે ક્યારેય મરશે નહીં, ગ્રંથોમાં 8 એવા પાત્ર જે અમર રહેશે

અષ્ટચિરંજીવી એટલે 8 પાત્ર જે હંમેશાં જીવિત રહેશે અને તેમને ક્યારેય વૃદ્ધાવસ્થાનો સામનો કરવો પડશે નહીં. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે રોજ સવારે અષ્ટચિરંજીવિઓના નામનો જાપ કરવાની પરંપરા છે. આ અંગે માન્યતા છે કે આવું કરવાથી ભક્તોને લાંબી ઉંમર અને સ્વસ્થ જીવન મળે છે.

અષ્ટચિરંજીવિઓ સાથે સંબંધિત શ્લોક આ પ્રમાણે છેઃ-

अश्वत्थामा बलिर्व्यासो हनूमांश्च विभीषण:।

कृप: परशुरामश्च सप्तएतै चिरजीविन:॥

सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम्।

जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित।।

આ શ્લોકની પહેલી બે પંક્તિઓ પ્રમાણે અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ આ સાત ચિરંજીવી છે. તેના પછીની પંક્તિનો અર્થ એ છે કે, આ સાત સાથે માર્કંડેય ઋષિના નામનો જાપ કરવાથી વ્યક્તિ નિરોગી રહે છે અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે છે.

અશ્વત્થામાઃ- મહાભારત પ્રમાણે ગુરુ દ્રોણાચાર્યના પુત્રનું નામ અશ્વત્થામા હતું. દ્વાપર યુગમાં થયેલાં યુદ્ધમાં અશ્વત્થામાએ કૌરવો તરફથી યુદ્ધ કર્યું હતું. તે સમયે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. જેને તે પાછું લઇ શક્યો નહીં. જેના કારણે શ્રીકૃષ્ણએ તેને પૃથ્વી ઉપર ભટકતા રહેવાનો શ્રાપ આપી દીધો.

રાજા બલિઃ- રાજા બલિ ભક્ત પ્રહલાદના વંશજ છે. ભગવાન વિષ્ણુના અવતાર વામનદેવને પોતાનું બધું જ દાન કરી દીધું હતું. તેમની દાનશીલતાથી પ્રસન્ન થઇને ભગવાન વિષ્ણુ તેમના દ્વારપાળ બની ગયાં હતાં.

વેદ વ્યાસઃ- વેદ વ્યાસ ચારેય વેદ ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદનું સંપાદન કર્યું હતું. તેમનું પૂર્ણ નામ કૃષ્ણ દ્વૈપાયન છે. તેમણે 18 પુરાણોની પણ રચના કરી છે. વેદ વ્યાસ, ઋષિ પારાશર અને સત્યવતીના પુત્ર હતાં.

હનુમાનઃ- ત્રેતાયુગમાં અંજની અને કેસરીના પુત્ર સ્વરૂપે હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાનજી માતા સીતાની શોધમાં લંકા સુધી પહોંચી ગયાં. દેવી સીતાને શ્રીરામનો સંદેશ આપ્યો હતો, જેથી પ્રસન્ન થઇને સીતાએ તેમને અજર-અમર રહેવાનું વરદાન આપ્યું હતું.

વિભીષણઃ- રાવણના નાના ભાઈ વિભીષણને પણ ચિરંજીવી માનવામાં આવે છે. વિભીષણે ધર્મ-અધર્મના યુદ્ધમાં ધર્મનો સાથ આપ્યો હતો. વિભીષણે રાવણને ખૂબ જ સમજાવ્યો હતો કે તે શ્રીરામ સાથે યુદ્ધ કરે નહીં, પરંતુ રાવણ માન્યો નહીં. રાવણના વધ પછી શ્રીરામે વિભીષણને લંકા સોંપી દીધી હતી.

કૃપાચાર્યઃ- મહાભારતમાં કૌરવ અને પાંડવોના ગુરુ કૃપાચાર્ય જણાવ્યાં છે. તેઓ પરમ તપસ્વી ઋષિ છે. પોતાના તપના બળે તેમને પણ ચિરંજીવી માનવામાં આવ્યાં છે.

પરશુરામઃ- ભગવાન વિષ્ણુ દસ અવતારોમાંથી છઠ્ઠો અવતાર પરશુરામ છે. પરશુરામના પિતા ઋષિ જમદગ્નિ અને માતા રેણુકા હતી. તેમનું મૂળ નામ રામ હતું. રામના તપથી પ્રસન્ન થઇને શિવજીએ તેમને ફરસું ભેટમાં આપ્યું હતું. ત્યાર બાદ રામ જ પરશુરામ કહેવાયા. પરશુરામનો ઉલ્લેખ રામાયણ અને મહાભારત બંને ગ્રંથમાં છે.

ઋષિ માર્કંડેયઃ- સપ્તચિરંજીવીઓ સાથે જ આઠમા ચિરંજીવી ઋષિ માર્કંડેય છે. માર્કંડેય અલ્પાયુ હતાં. તેમણે મહામૃત્યુંજય મંત્રની રચના કરી અને તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યાં. શિવજીના વરથી તેઓ ચિરંજીવી થઇ ગયાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Speaking of people who will live forever, no blessing, no curse will ever die, 8 characters in the scriptures who will be immortal


from Divya Bhaskar https://ift.tt/2Y9py2z
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...