Monday, August 17, 2020

બ્રાઝિલના જંગલોમાં વસતા હજારો આદિવાસીઓમાં સરકાર સામે રોષ, કહ્યુ- અમને પણ કોરોનાથી બચાવો

બ્રાઝિલના જંગલોમાં વસતા હજારો આદિવાસીઓએ સરકાર સામે રોષ વ્યક્ત કરવા એમેઝોનના હાઈ વે બ્લોક કરી દીધા હતા. તેમની માંગ છે કે, જંગલમાં વસતા વિવિધ આદિવાસી સમાજના લોકોને કોરોના વાઈરસથી મરતા અટકાવવા બ્રાઝિલ સરકાર તેમને પણ પૂરતી મદદ કરે. ‘કાયાપો મેકરાગ્નોતિર’ અને ટૂંકમાં ‘કાયાપો’ તરીકે જાણીતા આદિવાસી છે. કોરોનાના કારણે અત્યાર સુધી ચાર આદિવાસીના મૃત્યુ થયા છે, જ્યારે અનેક પોઝિટિવ આવ્યા છે. વિશ્વની સૌથી જૂની ગણાતી આદિવાસી પ્રજામાંની એક કાયાપો લોકોની વસતી ફક્ત 400 છે. તેઓ જુદા જુદા 15 લોકોના જૂથમાં વસે છે.

અત્યાર સુધી બ્રાઝિલમાં 20 હજાર આદિવાસીઓને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.

કાયાપો અગ્રણીઓએ દાવો કર્યો છે કે, કોરોનાથી બચવા સરકારે અમારા માટે કોઈ દવા, ડોક્ટર, હોસ્પિટલ કે માસ્કની સુવિધા ઊભી નથી કરી. જોકે, બ્રાઝિલમાં કોરોનાનો ભોગ બનેલા અન્ય આદિવાસી સમાજનો કુલ આંકડો ખૂબ મોટો છે. બ્રાઝિલ આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે જ, અત્યાર સુધી બ્રાઝિલમાં 20 હજાર આદિવાસીઓને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે, જ્યારે 338ના મૃત્યુ થયા છે. જોકે, નિષ્ણાતો કહે છે કે, આદિવાસીઓના મૃત્યુનો આંકડો બમણાથી પણ વધુ હોઈ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રસ્તુત તસવીર ‘કાયાપો મેકરાગ્નોતિર’ અને ટૂંકમાં ‘કાયાપો’ તરીકે જાણીતા આદિવાસી લોકોની છે.


from Divya Bhaskar https://ift.tt/2E06YmA
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...