Sunday, August 16, 2020

મોબાઈલ ટાવર પર કેબલ બદલવા ચડેલા ટેક્નિશિયનનું કરંટ લાગતા મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર

શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવર પર કેબલ બદલવા ચડેલા ટેક્નિશિયનનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું. ટાવર પરથી યુવકને ઉતારી હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો હતો. ત્યારબાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે અને સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પરિવારે તટસ્થ તપાસ કરવાની અપીલ કરી અને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.

ફાયર વિભાગની ક્રેન મારફતે નીચે ઉતારાયો

30-35 ફૂટ ઉપરથી યુવકને બેભાન હાલતમાં ક્રેન મારફતે નીચે ઉતારાયો
નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગરમાં સુશાંત રાઉત(ઉ.વ.21) પરિવાર સાથે રહેતો હતો. સુશાંત છેલ્લા બે વર્ષથી મોબાઈલ ટાવરના ટેક્નિશિયન તરીકે કામ કરતો હતો. દરમિયાન ગત રોજ ભેસ્તાન વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવરનો કેબલ બદલવા 30-35 ફૂટ ઉપર ચડ્યો હતો. દરમિયાન ત્યાં જ કરંટ લાગ્યો હતો. અચાનક પ્લેટફોર્મ પર બેભાન થઈ જતા નીચે ઉભેલા સાથી કર્મચારી રવી ઇગડેએ તમામને જાણ કરી હતી. જેથી અધિકારીઓ અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો પણ ક્રેન લઈને પહોંચી ગયો હતો. ત્યારબાદ યુવકને બેભાન હાલતમાં નીચે ઉતારાયો હતો.

પરિવારનું વિરોધ પ્રદર્શન

5-10 લાખના ઈન્સ્યુરન્સ સાથે યોગ્ય વળતરની માંગ
બેભાન હાલતમાં ટાવર પરથી નીચે ઉતારાયેલા યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જેથી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ આજે પરિવાર સિવિલ હોસ્પિટલ ખાતે પહોચ્યું હતું અને મૃતદેહ સ્વિરકારવાની મનાઈ કરી વિરોધ નોંધાવ્યો હતો. પરિવારે જણાવ્યું હતું કે, તટસ્થ તપાસ કરવાની અપીલ કરી અને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. પરિવારે 5-10 લાખના ઈન્સ્યુરન્સ સાથે યોગ્ય વળતરની માંગ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાયર વિભાગની ક્રેન દ્વારા કામગીરી અને મૃતક યુવકની ફાઈલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3h0HUdH
via IFTTT

No comments:

Post a Comment