Sunday, August 16, 2020

વરસાદે સૌરાષ્ટ્રને ઘમરોળ્યું, રાજકોટ જેલના 23 કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, જાડેજા અને પૂજારાએ ‘ધોનીને મોટાભાઈ’ તરીકે સંબોધ્યા

1. ક્રિકેટર જાડેજા અને પૂજારાએ ટ્વીટ કરી ધોનીને ‘મોટાભાઈ’ તરીકે સંબોધ્યા (સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારાએ મહેન્દ્રસિંઘ ધોનીને મોટાભાઈ તરીકે સંબોધતી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. જેમાં રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, મેં મહેન્દ્રસિંઘ ધોનીની હંમેશા મોટાભાઈ, મેન્ટર, કેપ્ટન અને લેજન્ડ તરીકે જ ગણના કરી છે. તમારી પાસેથી હું ઘણું બધું શીખ્યો છું. આ રમત તમને હંમેશા મિસ કરશે. જાડેજાએ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં મેસેજ સાથે મહેન્દ્રસિંઘ ધોની સાથે પોતાના ફોટા પણ મૂક્યા છે. જેમાં એક ફોટોમાં મહેન્દ્રસિંઘ ધોની સુતા હોય અને રવિન્દ્ર જાડેજા સેલ્ફી લેતા હોય તે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં ટેસ્ટ મેચમાં જેની નામના છે તેવા ચેતશ્વર પૂજારાએ પણ ધોનીની નિવૃત્તિને લઈને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે,
મહેન્દ્રસિંઘ ધોનીને મેં ભાઈ તરીકે સંબોધીત કર્યા છે. ભારતીય ક્રિકેટમાં તમારૂ યોગદાન અને મેન્ટશીપ માટે ખૂબ ખૂબ આભાર. ચેતેશ્વર પૂજારાએ પણ ધોની સાથેના ફોટા શેર કર્યા છે.

2. રાજકોટ મધ્યસ્થ જેલમાં કોરોના વિસ્ફોટ (સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
રાજકોટ મધ્યસ્થ જેલમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. મધ્યસ્થ જેલમાં આજે એક સાથે 23 કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તંત્રમાં દોડધામ શરૂ થઈ ગઈ છે. પોઝિટિવ આવેલા કેદીઓને આઈસોલેટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.એક એનાલિસિસ પ્રમાણે રાજકોટમાં છેલ્લા 7 દિવસમાં 100 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 4 હજારને પાર પહોંચી ગઈ છે.

3.હિરણ નદીમાં ઘોડાપૂર આવતા 5 ભેંસ તણાઈ (સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
ગીર સોમનાથ પંથકમાં પડેલા ભારે વરસાદના પગલે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. હિરણ નદીમાં ઘોડાપૂર આવતા મંડોર ગામના ખેડૂતોની 5 જેટલી ભેંસ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી. ગીર સોમનાથ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

4. રાજકોટમાં પરણિતાએ 12માં માળેથી મોતની છલાંગ લગાવી (સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
શહેરના મવડી બાપા સિતારામ ચોકમાં આવેલા રિયલ પ્રાઈમ એપાર્ટમેન્ટના સી-1201માં રહેતા ધારાબેન હિરેનભાઈ લીંબાસીયા (ઉં.વ.25) નામની પરિણીતાએ 12માં માળેથી મોતની છલાંગ લગાવી હતી. પરિણીતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ તેનુ સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હાલ તો પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.

5. ધોરાજીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ
ધોરાજીમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે નીચણાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદના પગલે ધોરાજીમાં આવેલ ભાદર-2 ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. મહત્વનું છે ધોરાજીમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે.

6.સીદસર નજીક કોઝવેમાં કાર ફસાઈ
જામજોધપુરના સીદસર નજીક ભારે વરસાદના કારણે કોઝવેમાં કાર ફસાઈ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે કોઝવેમાં પૂર આવ્યુ છે. પાણીનો પ્રવાહ વધતા કોઝવે પરથી પસાર થતી કાર પાણીના ધસમસતા પ્રવાહમાં કાર કોઝવેની વચ્ચે ફસાઈ ગઈ હતી. જેથી ગ્રામજનો કોઝવે નજીક એકત્રિત થઈ ગયા હતાં.

7. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
રાજકોટ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યાં છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં પડ્યો છે. જેને કારણે જ્યાં જોવો ત્યાં પાણી-પાણી જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે.ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 71.88 ટકા વરસાદ પડ્યો છે. તો આ તરફ અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે લુવરિયા ગામ નજીકથી પસાર થતા ગાગડીયા નદીમાં પૂર આવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભારે વરસાદને લઈને લોકોને હાલાકી, ડેમોમાં નવા નીરની આવક


from Divya Bhaskar https://ift.tt/2DVvnK8
via IFTTT

No comments:

Post a Comment