Sunday, August 16, 2020

આજે વહેલી સવારથી ગુજરાતમાં મેઘરાજાની અવિરત મહેર, રાજ્યના 68 તાલુકા પૈકી સૌથી વધુ 4 ઈંચ વરસાદ કચ્છના મુન્દ્રામાં

આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યના 68 તાલુકામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ કચ્છના મુન્દ્રામાં નોંધાયો છે. ઉપરાંત કચ્છના ગાંધીધામ અને વલસાડના ધરમપુરમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના સુબિરમાં 2 ઈંચ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક ઈંચ વરસાદ પડ્યો છે. છોટા ઉદેપુરમાં 17 મિમિ, રાજકોટના ધોરાજી અને ઉપલેટામાં 13 મિમિ, સાબરકાંઠાના પોશીના, તાપીના ઉચ્છલ, અરવલ્લીના મોડાસા, છોટા ઉદેપુરના જેતપુર પાવી, ડાંગના વધઈ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને વડોદરાના પાદરામાં 11 મિમિ તથા કચ્છના માંડવીમાં 10 મિમિ વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાજ્યનો સૌથી વધુ 7 ઈંચ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો હતો.

આજે સવારે 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
કચ્છ મુન્દ્રા 99
વલસાડ ધરમપુર 66
કચ્છ ગાંધીધામ 60
ડાંગ સુબિર 42
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 23
છોટા ઉદેપુર છોટા ઉદેપુર 17
કચ્છ અબડાસા 15
તાપી સોનગઢ 14
રાજકોટ ધોરાજી 13
રાજકોટ ઉપલેટા 13
દેવભૂમિ દ્વારકા દ્વારકા 12
સાબરકાંઠા પોશીના 12
તાપી ઉચ્છલ 12
અરવલ્લી મોડાસા 11
છોટાઉદેપુર જેતપુર પાવી 11
ડાંગ વધઈ 11
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 11
વડોદરા પાદરા 11
કચ્છ માંડવી 10

રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદ ખાબકી શકે છે. જોકે આગામી 5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે.

  • 16 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે
  • 17 ઓગસ્ટના ફરી વરસાદની તીવ્રતા વધી જશે. જેના કારણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, દ્વારકા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે.
  • 18 ઓગસ્ટના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અન્ય જિલ્લામાં માધ્યમથી સામાન્ય વરસાદ રહશે.
  • 19 ઓગસ્ટના કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અન્ય જિલ્લામાં પણ વરસાદ રહેશે.

રાજ્યના તમામ ઝોનમાં વરસાદ નોંધાયો
ગઈકાલે રાજ્યમાં તમામ ઝોનમાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના 201 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો હતો. જ્યારે ડાંગના વધઈમાં 5 ઈંચ, મહેસાણાના ઊંઝામાં સવા ચાર ઈંચ, જૂનાગઢના વિસાવદર, નવસારીના વાંસદા અને નવસારીમાં 4 ઈંચ વરસાદ નોઁધાયો હતો. જ્યારે મોરબીના વાંકાનેર, નવસારીના જલાલપોર, ગણદેવી અને ચીખલી, પાટણ, ભરૂચના વાગરા, તાપીના વ્યારા અને સુરતના ઉમરપાડામાં 3-3 ઈંચ વરસાદ નોઁધાયો હતો.

ગઈકાલે 15 ઓગસ્ટે નોંધાયેલા વરસાદના 3થી 7 ઈંચ સુધીના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
વલસાડ કપરાડા 171
ડાંગ વધઈ 122
મહેસાણા ઊંઝા 110
જૂનાગઢ વિસાવદર 100
નવસારી નવસારી 89
નવસારી વાંસદા 87
મોરબી વાંકાનેર 85
નવસારી જલાલપોર 85
પાટણ પાટણ 83
નવસારી ગણદેવી 82
ભરૂચ વાગરા 80
તાપી વ્યારા 79
સુરત ઉમરપાડા 79
નવસારી ચીખલી 75


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Today 16 August rainfall in gujarat yesterday highest 7 inches rai n in kaprada of valsad


from Divya Bhaskar https://ift.tt/3h2QxUS
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...