Sunday, August 16, 2020

આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, પૈસા ન આપતા વેપારીનું બાઈક સળગાવ્યું, કોરોના કેસનો આંકડો 28,840એ પહોંચ્યો

1. આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
રાજ્યમાં લો પ્રેશર અને સાક્લોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદ ખાબકી શકે છે. 16 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 ઓગસ્ટે વરસાદની તીવ્રતા વધી જશે. જેના કારણે કચ્છ,બનાસકાંઠા, પાટણ,સુરેન્દ્રનગર, દ્વારકા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે.

2. અમદાવાદમાં કોરોનાનો કહેર (સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
શહેર અને જિલ્લામાં કુલ 162 નવા કેસ નોંધાયા હતા અને 3 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ 188 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 14 ઓગસ્ટની સાંજથી 15 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 148 અને જિલ્લામાં 14 નવા કેસ નોંધાયા છે.જ્યારે શહેરમાં 3 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 168 અને જિલ્લામાં 20 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 28,840એ પહોંચ્યો છે. જ્યારે 23,708 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં 1,655 દર્દીઓ કોરોના સામે લડતાં લડતાં મોતને ભેટ્યા છે. હવે શહેરમાં કુલ 224 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. ગઇકાલે 13 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં અને 18 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે.

3. મેઘાણીનગરમાં સોપારીના વેપારીએ રૂપિયા ન ચૂકવતા એકટીવા સળગાવ્યું (સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
મેઘાણીનગર વિસ્તારમાં ઉછીના રૂપિયા લઈને સમયસર ન આપતા રૂપિયા આપનાર વ્યક્તિએ લેણદારની ઘરની બહાર જઈને તેની એક્ટિવા સળગાવી નાખી હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. રામચંદ્ર કોલોનીમાં રહેતા કમલેશભાઈ પ્રજાપતિ પોતાના ઘરે સુતા હતા. ત્યારે આજુબાજુમાંથી બુમો પડતા તેઓ ઘરની બહાર દોડીને ગયા હતા. તેમણે જોયું તો તેમનું પાર્ક કરેલું એક્ટિવા સળગી રહ્યું હતું. આસપાસના લોકોએ પાણી નાખીને આગ બુઝાવી હતી. હાલ પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે


from Divya Bhaskar https://ift.tt/3g2zHnZ
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...