Sunday, August 16, 2020

અજય માકનની કોંગ્રેસના પ્રભારી મહાસચિવ તરીકે નિમણૂક, 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી

સચિન પાયલટ પરત ફર્યા બાદ અને સરકારે વિશ્વાસ મત જીત્યાના બે દિવસ બાદ રાજસ્થાન કોંગ્રેસમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે અજય માકનને રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી પ્રભારી મહાસચિવ બનાવ્યા. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના જણાવ્યા અનુસાર અજય માકન અનિવાશ પાંડેનું સ્થાન લેશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલે આ આદેશ જાહેર કર્યો હતો.

કોંગ્રેસે 3 સભ્યોની કમિટી પણ બનાવી છે. કમિટીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, કે.સી.વેણુગોપાલ અને અજય માકન સામેલ છે. કમિટી રાજસ્થાનમાં હાલના રાજકીય ઘટનાક્રમના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેનું સમાધાન શોધશે.

બે દિવસ પહેલા જ બહુમતી સાબિત કરી
કોંગ્રેસનો આ નિર્ણય રાજસ્થાન વિધાનસભામાં ગેહલોત સરકારની બહુમતી સાબિત કરવાના બે દિવસ પછી લેવામાં આવ્યો છે. 14 ઓગસ્ટે મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં વિશ્વાસ મત સાબિત કર્યો હતો. વિધાનસભા સત્ર દરમિયાન ગહેલોત અને પાયલટ સમર્થિત એમ બંને દળ એક સાથે આવ્યાં હતા. સચિન પાયલટને 18 ધારાસભ્યોનું સમર્થન હતું. ગેહલોત સાથે મતભેદ સામે આવ્યા બાદ ગયા મહિને પાયલટને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જણાવ્યા અનુસાર અજય માકન અનિવાશ પાંડેનું સ્થાન લેશે.


from Divya Bhaskar https://ift.tt/3gXX0R0
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...