Sunday, August 16, 2020

35 વર્ષથી માંડીને સિનિયર સિટિઝનોનું 16 જણાનું ગ્રુપ, રોજ નદી-કોઝ વેમાં 10 કિમી તરે છે, ફાયર માટે રેસ્ક્યુ પણ કરે છે

શહેરમાં હાલ ખાડી પૂરના પાણી ભરાયા છે. તરતા આવડતું હોય તેવા લોકો પૂરના પાણીમાં ફસાયેલાની મદદ કરી રહ્યાં છે. ત્યારે લગભગ બે દાયકાથી કોઝ વે અને તાપી નદીમાં 35 વર્ષથી માંડીને સિનિયર સિટિજનોનું 16 જણાનું ગ્રુપ નદી-કોઝવે માં 10 કિમી તરવાની પ્રેક્ટિસ કરે છે. સ્વિમિંગની પ્રેક્ટિસ કરતાં ગ્રુપના સભ્યો ઈમર્જન્સી અને રેસ્ક્યુ કામગીરીમાં સેવા આપવા પણ તૈયાર રહે છે. ફાયર માટે રેસ્ક્યુ પણ કરે છે. તાપીના તરવૈયા બની ગયેલા ગ્રુપના સભ્યો દેશભરની અનેક સ્પર્ધાઓમાં પણ સુરતનું નામ રોશન કરી ચૂક્યાં છે. હાલ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોય આ તરવૈયા તાપીના ધસમસતા પ્રવાહમાં લગભગ 10 કિલોમીટર સુધીનું અંતર કાપીને શારીરિક શૌષ્ઠવ પણ વધારી રહ્યાં છે.

શોખથી સ્વિમિંગ કરે છે
તાપી નદીના કોઝવે અને અલગ અલગ ઓવારા પર મોટી સંખ્યામાં લોકો શોખથી સ્વિમિંગ કરતાં હોય છે ત્યારે કોઝ વે પર સામાન્ય દિવસોમાં રોજનું બેથી દસ કિલોમીટરથી વધુનું અંતર 16 તરવૈયા કાપે છે. આ ગ્રુપના તરવૈયા અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ રોજ સવારે તેઓ તાપી નદીમાં તરવાની પ્રેક્ટિસ કરવાનું ચૂકતા નથી.

શોખ માટે તરતા ગ્રુપના સભ્યો રેસ્ક્યુમાં પણ જોડાય છે

35 વર્ષથી સિનિયર સિટીઝનો પણ ગ્રુપમાં છે
તરવૈયાઓના ગ્રુપમાં 35 વર્ષની ઉંમરથી લઈને સિનિયર સિટીઝનનો પણ સમાવેશ થાય છે. કોઝ વેમાં તરતા આ તરવૈયા ભારે વરસાદ અને ઉકાઈમાંથી પાણી છોડવામાં આવે ત્યારે તાપી નદીના પ્રવાહમાં તરે છે. આ ગ્રુપમાં 16 જેટલા સભ્યો છે. જે રોજ રોજે પ્રેક્ટિસ કરવાનું ચૂકતા નથી.

સેવા આપવા તૈયાર
ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે, હાલ પૂરની સ્થિતિ છે. ઈમર્જન્સીમાં ફાયર બ્રિગેડને રેસ્ક્યુ કામગીરીમાં સેવા આપવા તેમનું ગ્રુપ તૈયાર રહે છે. આ સિવાય તાપી નદીમાં કોઈએ છલાંગ લગાવી હોય તો તેમની શોધખોળ માટે કે રેસ્ક્યુ કામગીરીમાં પણ તેમનું ગ્રુપ મદદ માટે દોડી જાય છે.રાજ્ય અને નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેતા ખેલાડીઓને સ્વિમિંગના પાઠ પણ શીખવે છે.

ગ્રુપના સભ્યો તરવાની સ્પર્ધામાં પણ ભાગ લે છે.

દેશભરની સ્પર્ધામાં ભાગ લે છે
તાપી નદીમાં પ્રેક્ટિસ કરતાં ગ્રુપના સભ્યો મુંબઈમાં યોજાતી છ કિલોમીટર,કોલકાત્તાના મુરીદાબાદમાં યોજાતી 19 કિલોમીટર અને ગોવામાં યોજાતી 10 કિલો મીટર સ્પર્ધામાં દર વર્ષે ભાગ લેતા હોય છે.

19 વર્ષથી સ્વિમિંગ ચાલુ છે
ગ્રુપના સભ્ય ચેતન બોરાડે જણાવ્યું હતું કે, 19 વર્ષથી સ્વિમિંગ કરી રહ્યો છું, અને સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. વર્ષોથી ચોમાસાની ઋતુમાં ઉકાઈમાંથી છોડવામાં આવતા પાણી બાદ તાપી નદી બન્ને કાંઠે વહેતી થાય ત્યારે લગભગ 16 થી વધુ તરવૈયા મિત્રો અમરોલી ઓવારા, કુરુક્ષેત્ર ઓવારા અને વરિયાવ ઓવારા પરથી તાપી નદીમાં છલાંગ મારી અઢીથી 10 કિલો મીટર સુધી તાપી નદીના પાણીના પ્રવાહમા તરતા-તરતા વરિયાવ પાંચ પીપડી ઓવારે આવતા હોય છે.

ઇન્ડિયન નેવી સ્પર્ધાના ખેલાડીઓ
ચેતન બોરાડ
રઘુભાઈ
કિશોરભાઈ

પ્રેક્ટિસ કરતાં તરવૈયા
પ્રકાશ પટેલ ઉ.વ. 62
શશી પટેલ ઉ.વ. 61
રઘુ
નીરજ પટેલ ઉ.વ. 50
જીગુ પેઈન્ટર ઉ.વ. 40
સુલતાન ઉ.વ. 35
પ્રકાશ બબલુ કેવલાણી ઉ.વ. 55
જીતુભાઇ આસવાની ઉ.વ. 48
કિશોરભાઈ પટેલ ઉ.વ. 65
અજય ભાઈ બોઘાવાળા ઉ.વ. 62
અને ચેતન બોરાડ ઉ.વ. 36



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રોજ વહેલી સવારે તરવૈયાઓનું ગ્રુપ તાપી નદીમાં તરવા પહોંચી જાય છે.


from Divya Bhaskar https://ift.tt/310XujW
via IFTTT

No comments:

Post a Comment