Sunday, August 16, 2020

છેલ્લા ત્રણ અઠવાડિયામાં 11.5 લાખ કેસ વધ્યા, પરંતુ દર અઠવાડિયે વધી રહેલા એક્ટિવ કેસની સંખ્યા 1 લાખથી ઘટીને 50 હજાર થઈ; અત્યાર સુધી કુલ 25.89 લાખ કેસ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 25.89 લાખ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 63 હજાર 986 દર્દીઓ વધ્યા, 53 હજાર 116 સ્વસ્થ થયા છે. જ્યારે 951ના મોત થયા છે. કોરોનાના કુલ સતત વધી રહ્યા છે, પરંતુ રાહતની વાત એ છે કે સામે દર અઠવાડિયે એક્ટિવ કેસ ઘટી રહ્યા છે. 26 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે દેશમાં 99 હજાર 994 એક્ટિવ કેસ વધ્યા હતા, જ્યારે ગયા અઠવાડિયે તેની સરખામણીએ 49 હજાર 658 કેસ નોંધાયા હતા.

છેલ્લા 24 કલાકમાં દેશમાં સૌથી વધુ 12 હજાર 20 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. 8 હજાર 818 કેસ સાથે કર્ણાટક બીજા અને 8 હજાર 732 કેસ સાથે આંધ્રપ્રદેશ ત્રીજા નંબરે છે. સૌથી વધુ 322 લોકોએ જીવ મહારાષ્ટ્રમાં ગુમાવ્યા છે. 127 મોત સાથે તમિલનાડુ બીજા સ્થાને છે. આ આંકડા covid19india.org મુજબ છે.

કોરોના અપડેટ્સ...

  • રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ઇન્દ્રજીત મહંતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
  • સંક્રમણમાં વધારો જોતા મણિપુરમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. અહીં 24 કલાકમાં 192 સંક્રમિત મળ્યા છે.
  • દેશમાં શનિવારે રાત્રે મોતનો આંકડો 50 હજારને પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં 50 હજાર 80 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યારે સરેરાશ રોજ 900 લોકોના મોત થાય છે.
  • મોતના મામલે મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી ખરાબ છે. જ્યાં દેશના 22% દર્દીઓ છે અને 38% લોકોએ જીવ ગુમાવ્યા છે. આ રીતે ગુજરાતમાં દેશના 3% દર્દી છે પરંતુ 6% લોકોના મોત થયા છે.
  • કેરળની તિરુવનંતપુરમ સેન્ટ્રલ જેલમાં શનિવારે 3 અધિકારી અને 50 કેદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સેન્ટ્રલ જેલ અને કોલ્લમ જિલ્લા જેલમાં અત્યાર સુધી 266 કેદી સંક્રમિત થયા છે.

રાજ્યોની પરિસ્થિતિ:

1. મધ્યપ્રદેશ

ઇન્દોરમાં કોરોના સંક્રમણની ગતિ વધી છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 176 સંક્રમિત મળી આવ્યા છે. એક દર્દીનું મોત નીપજ્યું છે. અહીં 3 હજાર સક્રિય કેસ છે. જબલપુરમાં 113 નવા પોઝિટિવ મળ્યાં, જ્યારે 3નાં મોત નીપજ્યાં. શનિવારે ભોપાલમાં 108 કેસ નોંધાયા હતા. અહીં પણ એક દર્દીનું મોત નીપજ્યું. હવે રાજધાનીમાં 1 હજાર 463 ​​દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

2. રાજસ્થાન

રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં 1 હજાર 287 કેસ મળી આવ્યા છે. તેમાં જોધપુરમાં 161, અલવરમાં 129, બિકાનેરમાં 128, કોટામાં 116, અજમેરમાં 99, સીકરમાં 81, રાજસમંદમાં 66 અને ધૌલપુરમાં 63 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે, ભીલવાડામાં 57, ઝાલાવાડમાં 51, નાગોરમાં 45, ભરતપુરમાં 36, સિરોહીમાં 25, જાલોરમાં 20 અને ચુરુમાં 14 પોઝિટિવ મળ્યા છે.

3. મહારાષ્ટ્ર

રાજ્યમાં શનિવારે સંક્રમણના 12 હજાર 20 નવા કેસ સામે આવ્યા છે. 322 દર્દીઓના મોત થયા, જ્યારે 6 હજાર 844 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કુલ 1 લાખ 56 હજારથી વધુ એક્ટિવ છે. અત્યાર સુધીમાં 31 લાખ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે.

4. બિહાર

રાજ્યમાં શનિવારે 3 હજાર 536 કોરોના દર્દીઓ મળ્યા. તે સાથે સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ. પટનામાં સૌથી 498 સંક્રમિત મળ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર શુક્રવારે રાજ્યમાં 1.1 લાખ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. દેશમાં દરરોજ થતી તપાસમાં આ સૌથી મોટો આંકડો છે. 97 હજાર ટેસ્ટ સાથે ઉત્તર પ્રદેશ બીજા સ્થાને છે.

5. ઉત્તર પ્રદેશ

રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત યુવા છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં ચેપગ્રસ્ત 1 લાખ 50 હજાર 61માંથી 49.34% યુવા છે. તેમની ઉંમર 20થી 40 વર્ષની વચ્ચે છે. 60 વર્ષથી વધુ ઉંમરના 8.34% લોકો વાયરસના જોખમમાં છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 8.67 કરોડ લોકોના સર્વે કરવામાં આવ્યો છે. હાલમાં તેને વધુ વધારવા માટે ભાર આપવામાં આવી રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
11.5 lakh cases increased in the last three weeks, but the number of active cases increasing every week fell from 1 lakh to 50 thousand; A total of 25.89 lakh cases so far


from Divya Bhaskar https://ift.tt/3asYlwN
via IFTTT

No comments:

Post a Comment