Friday, August 14, 2020

કહ્યું- ભારતમાં 3 કોરોના વેક્સીનનું ટેસ્ટિંગ અલગ-અલગ તબક્કામાં, દરેક ભારતીય સુધી ટૂંક સમયમાં પહોંચાડાશે

74મો સ્વતંત્રતા દિવસ કોરોના કાળમાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ વાયરસ રોકવા વિશે પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ભારતમાં કોરોના વેક્સિંગનું ટેસ્ટિંગ અલગ અલગ તબક્કામાં છે. દરેક ભારતીય સુધી તે ટૂંક સમયમાં પહોંચાડવામાં આવશે.

માનવામાં આવતું હતું કે, સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી મોદી વેક્સીન વિશે કોઈ મહત્વની જાહેરાત કરી શકે છે. વડપ્રધાને તે વિશે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.

લાલ કિલ્લા પરથી શું કહ્યું મોદીએ?
કોરોના વેક્સીન ક્યારે તૈયાર થશે તે એક મોટો સવાલ છે. આપણાં દેશના વૈજ્ઞાનિકો ઋષિ-મૂનિઓની જેમ આ કામમાં જોડાયેલા છે. તેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. ભારતમાં એક-બે નહીં, પરંતુ ત્રણ-ત્રણ વેક્સીન ટેસ્ટિંગ અલગ અલગ તબક્કામાં છે. જ્યારે વૈજ્ઞાનિકો તરફથી ગ્રીન સિગ્નલ મળશે ત્યારે તેનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે. તેની સંપૂર્ણ તૈયારીઓ છે. દરેક ભારતીય સુધી વેક્સીન ઓછામાં ઓછા સમયમાં પહોંચાડવામાં આવશે, તેનું માળખુ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
PM Modi's announcement- Corona vaccine will soon be delivered to every Indian


from Divya Bhaskar https://ift.tt/3iIBD6S
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...