Friday, August 14, 2020

એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ, આણંદમાં 13 ઇંચ, સુરતમાં 6 ઇંચ, માંગરોળમાં 8 ઇંચ

રાજ્યમાં વરસાદની ત્રણ સાઇકલ સક્રિય છે અને આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. શુક્રવારે રાજ્યના 193 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. આણંદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેવી જ રીતે સુરતના માંગરોળમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં ઉકાઈ ડેમમાંથી પાણી આવવાને કારણે ખાડીપૂરનો ભય ઊભો થયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ભરી વળ્યાં છે. 2006 પછી 14 વર્ષે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. ઉકાઈ ડેમના 19 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. રાજ્યમાં 70 ટકા હિસ્સામાં વરસાદ નોંધાયો છે.

વરસાદને કારણે12 સ્ટેટ હાઈવે સહિત 225 જેટલા રસ્તા બંધ થઈ ગયા છે. સુરત, વડોદરા હાઈવે પર પણ 12થી 15 કિમીનો ટ્રાફિક જામ થવા પામ્યો હતો. રાજ્યની 8 નદીઓ બે કાંઠે વહી રહી છે. વડોદરામાં વિશ્વામિત્રીની સપાટી પણ સતત વધી રહી છે અને સવાર સુધીમાં 22 ફૂટ થવાની તૈયારી છે. સૌરાષ્ટ્રમાં પણ અનેક ઠેકાણે 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ પર છલકાઈ ગયો છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં એનડીઆરએફની 13 ટીમ એલર્ટ કરાઈ છે.

ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં તોફાની વાતાવરણ સર્જાયું
હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં વાતાવરણ તોફાની બન્યું છે અને સતત વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર-પશ્ચિમમાં કચ્છ-પાકિસ્તાન તથા દક્ષિણ ગુજરાત કાંઠે સાઇક્લોનિક પ્રેશર સર્જાયું છે જ્યારે બંગાળની ખાડીથી ઓરિસ્સા તરફ વેલમાર્ક લૉ-પ્રેશર સર્જાયું. આ ત્રણે ગતિવિધિઓના કારણે સતત વરસાદ પડી રહ્યો છે. તથા આગામી 24થી 72 કલાકમાં રાજ્યમાં હળવોથી ભારે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

ક્યાં કેટલો વરસાદ

આણંદ 13 ઇંચ
માંગરોળ (સુરત) 8.0 ઇંચ
બોરસદ 6.5 ઇંચ
સોનગઢ (સુરત) 6.0 ઇંચ
કલ્યાણપુર 6.0 ઇંચ
સુરત 6.0 ઇંચ
આંકલાવ 5.5 ઇંચ
કામરેજ 5.5 ઇંચ
વ્યારા 5 ઇંચ
નવસારી 4.5 ઇંચ
ખંભાત 4.5 ઇંચ
પેટલાદ 4.5 ઇંચ
તારાપુર 4 ઇંચ
સોજીત્રા 4 ઇંચ
ઓલપાડ 4 ઇંચ
કુકરમુંડા 4 ઇંચ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુરતમાં ખાડીપૂરને કારણે 2006ના પૂરની સ્થિતિની યાદ આવી ગઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા બોટ વડે લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા.


from Divya Bhaskar https://ift.tt/2E25Iz5
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...