ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,087 નવા કેસ નોંધાતા હવે કુલ કેસનો આંકડો 76,569 પર પહોંચ્યો છે. આ સાથે હવે ગુજરાતમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર હેઠળ હોય અને રજા મળી ન હોય તેવા દર્દીઓનો આંકડો 14,299 છે. અન્ય રાજ્યોની તુલના કરીએ તો હવે ગુજરાત કોરોનાના એક્ટિવ કેસની દ્રષ્ટિએ બારમા સ્થાને હોઇ ટોપ ટેન રાજ્યોની કક્ષામાંથી બહાર આવ્યું છે.
અર્થાત ગુજરાતમાં કોરોના સંક્રમણ પ્રમાણમાં નિયંત્રણ હેઠળ છે. રાજ્યમાં 31 જુલાઇથી લઇને 14 ઓગસ્ટ સુધીના 15 દિવસના ગાળામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 14 હજાર આસપાસ રહે છે. નવા નોંધાતા કેસની સામે રિકવર થતાં દર્દીઓની સંખ્યાનું પ્રમાણ પણ વધુ રહેતું હોઇ આ શક્ય બન્યું છે તેમ આરોગ્ય વિભાગના સૂત્રો જણાવે છે. હાલ એક્ટિવ દર્દીઓની ટકાવારી કુલ નોંધાયેલા કેસની સામે 18.5 ટકા છે.
શુક્રવારે ગુજરાતમાંથી કુલ 1,083 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો તે સાથે હવે કુલ 59,522 દર્દીઓએ કોરોનાને માત આપી છે. હાલ ગુજરાતમાં રીકવરી રેટ લગભગ 78 ટકા છે. દર દસ લાખની વસ્તીએ ગુજરાતમાં 1,127 લોકોને કોરોનાનું સંક્રમણ લાગી ચૂક્યું છે.
રાજ્યમાં વધુ 15 કોરોનાના દર્દીઓના મોત નોંધાયા હતાં જેમાં અમદાવાદ સિટી અને સુરત સિટીમાં 4-4, રાજકોટ અને જામનગર શહેરમાં 2-2 જ્યારે વડોદરા શહેર, ગાંધીનગર અને સૂરત જિલ્લામાં 1-1 દર્દીનું મોત થયું છે. આ સહિત હવે ગુજરાતમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા 2,748 પર પહોંચી છે. હાલ 71 દર્દીઓની હાલત નાજૂક હોઇ તેઓ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં કોરોનાનો મૃત્યુદર 3.6 ટકા છે.
રાજ્યવાર કુલ એક્ટિવ કેસ
ક્રમ | રાજ્ય | એક્ટિવ કેસ |
1 | મહારાષ્ટ્ર | 1,50,105 |
2 | આંધ્રપ્રદેશ | 90,780 |
3 | કર્ણાટક | 78,345 |
4 | તમિલનાડુ | 53,499 |
5 | ઉત્તર પ્રદેશ | 49,709 |
6 | બિહાર | 31,483 |
7 | પ.બંગાળ | 26,447 |
8 | તેલંગાણા | 23,438 |
9 | આસામ | 22,243 |
10 | રાજસ્થાન | 14,762 |
11 | ઓડિશા | 14,438 |
12 | ગુજરાત | 14,299 |
13 | કેરળ | 13,891 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DKdKgr
via IFTTT
No comments:
Post a Comment