1.કાંસા રેસિડેન્સી અને કોટેશ્વર ગામ સંપર્ક વિહોણા બન્યા, 500 લોકો ફસાયા(સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
છેલ્લા 24 કલાકથી વરસાદે વિરામ લીધો છે. બીજી બાજુ આજવા સરોવરના 62 દરવાજા રાત્રે 12 વાગે 212 ફૂટે સ્થિર કરી દેવામાં આવતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં ક્રમશઃ ઘટાડો થઇ રહ્યો છે. જોકે, વિશ્વામિત્રી નદીની સપાટી સવારે 10 કલાકે 23 ફૂટ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં હજુ લોકોમાં ભયનો માહોલ છે. અને વડોદરાના છેવાડે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા કાંસા રેસિડેન્સી અને કોટેશ્વર ગામના 500 લોકો વિશ્વામિત્રી નદીના પાણી વચ્ચે ફસાયેલા છે.
2.વડોદરાના સલાટવાડામાં જર્જરિત મકાન ધરાશાયી(સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
શનિવારે સાંજે 6 વાગ્યાથી વરસાદે વિરામ લેતા વડોદરા શહેર અને જિલ્લાવાસીઓએ રાહત અનુભવી છે. ચોમાસાની આ સિઝનમાં સૌથી વધુ વરસાદ વડોદરા શહેરમાં 789 મિ.મી. અને સૌથી ઓછો શિનોર તાલુકામાં 315 મિ.મી. નોંધાયો છે. વડોદરામાં થયેલા ભારે વરસાદને કારણે જર્જરિત મકાનો પડવાનો સિલસીલો ચાલુ રહ્યો છે. સલાટવાડામાં એક મકાન ધરાશયી થઇ ગયું હતું. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.
3.ડભોઇમાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા(સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
ડભોઇ શહેર અને તાલુકામાં આજે વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 6224 ઉપર પહોંચી ગયો છે અને સત્તાવાર મૃત્યુઆંક 118 થયો છે. અત્યાર સુધીમાં કુલ 4944 દર્દી રિકવર થયા છે. હાલ 1156 એક્ટિવ કેસ છે, જે પૈકી 153 દર્દી ઓક્સિજન ઉપર અને 51 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 952 દર્દીની હાલત સ્થિર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2FnWHAZ
via IFTTT
No comments:
Post a Comment