અમદાવાદ શહેરમાં 17 માર્ચે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ પછી 15 ઓગસ્ટ સુધીમાં મ્યુનિ. હેલ્થ વિભાગે કુલ 216592 ટેસ્ટ કર્યા છે. જે શહેરની કુલ વસતીના 3.43 ટકા જ થાય છે. દિલ્હીમાં અત્યાર સુધી 13 લાખ અને મુંબઈમાં 6.51 લાખ ટેસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હીની વસતી અંદાજે 3.02 કરોડ છે અને કુલ ટેસ્ટ 13 લાખની આસપાસ થયા છે. વસતીની ટકાવારી પ્રમાણે જોઈએ તો ટેસ્ટનું પ્રમાણ 4.31 ટકા છે. આમ અમદાવાદની સરખામણીએ દિલ્હીમાં વધુ ટેસ્ટ થાય છે.
મુંબઈની વસતી અંદાજે 2.04 કરોડ છે. અહીં લગભગ 6.50 લાખ ટેસ્ટ થયા છે. વસતીની ટકાવારી પ્રમાણે આ રેશિયો 3.19 ટકા આવે છે. આમ મુંબઈની સરખામણીએ અમદાવાદમાં વધુ ટેસ્ટ થયા છે.
શહેરમાં માર્ચ મહિનામાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 6.86 ટકા હતો જે એપ્રિલમાં 11.54 અને મેમાં 19.77 થયો હતો. જ્યારે જૂનથી 15 ઓગસ્ટ સુધીમાં આ રેટ લગભગ સરખો અંદાજે 22 ટકા સુધી પહોંચ્યો છે. જો કે બીજી તરફ સારી બાબત એ છે કે, અમદાવાદમાં રિકવરી રેટ માર્ચ મહિનામાં 10 ટકા હતો તે વધીને 15 ઓગસ્ટ સુધીમાં 83 ટકા સુધી પહોંચી ગયો છે. જ્યારે મૃત્યુદર 10.34 ટકાથી ઘટીને 5.98 ટકા સુધી પહોંચ્યો છે. પાંચ મહિનામાં સૌથી વધુ કેસ મે મહિનામાં 8,952 અને જૂનમાં 8,122 કેસ નોંધાયા હતા. જ્યારે જુલાઈમાં આ સંખ્યા ઘટીને 5,009 થઈ હતી અને ઓગસ્ટના 15 દિવસમાં 2116 કેસ નોંધાયા છે. સૌથી વધુ મૃત્યુ મે મહિનામાં 686, જૂનમાં 572 થયા હતા. જ્યારે જુલાઈમાં તે ઘટીને 151 અને ઓગસ્ટના 15 દિવસમાં 58 દર્દીના મૃત્યુ થયા છે.
બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યા પણ એપ્રિલ-મે મહિનાની તુલનામાં 19 ઓગસ્ટમાં ઘટી છે. જો કે, જુલાઈ મહિનાના છેલ્લા સપ્તાહ કરતાં ઓગસ્ટમાં વધી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં સરેરાશ 3 હજાર જેટલા એક્ટિવ કેસ છે.
મેમાં સૌથી વધુ 60520 ટેસ્ટ કરાયા
શહેરમાં માર્ચમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. જો કે, સમગ્ર માર્ચ દરમિયાન 423 સેમ્પલ લઈ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એપ્રિલમાં આ પ્રમાણ વધીને 26 હજાર જ્યારે મે મહિનામાં સૌથી વધુ 60 હજાર ટેસ્ટે પહોંચી ગયું હતું.
મહિનો | કેસ | મૃત્યુ | મૃત્યુદર | રિકવરી રેટ | કુલ સેમ્પલ | પોઝિટિવ |
માર્ચ | 29 | 3 | 10.34% | 10% | 423 | 6.86% |
એપ્રિલ | 2982 | 144 | 4.88% | 13% | 26098 | 11.54% |
મે | 8952 | 686 | 6.96% | 59% | 60520 | 19.77% |
જૂન | 8122 | 572 | 7.00% | 78% | 91177 | 22.03% |
જુલાઈ | 5009 | 151 | 6.50% | 80% | 23927 | 22.01% |
ઓગસ્ટ | 2116 | 58 | 5.98% | 83% | 14447 | 21.15% |
આટલા ટેસ્ટ કરાયા
- દિલ્હી- 1302120
- મુંબઈ- 651593
- અમદાવાદ- 216592
નવા 13 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં, 7ને મુક્ત કરાયા
- હરિધામ એપાર્ટમેન્ટ, મણિનગર
- સમ્રાટનગર સે.1, ઘર ન. 85, 86,87 90, 91,92, ઘોડાસર
- 3 લાઈન 24 ઘર, 5મી લાઈન 28 ઘર, ઈન્દિરાનગર, વટવા
- સર્વોપરી ફ્લોરા-2, ડી-બ્લોક, નરોડા
- ઈડન ફોક્સ, પી બ્લોક, 4થી 6 માળ, ગોદરેજ ગાર્ડન સિટી
- સેરેનિટી સ્પેસ, 4થી 6 માળ, ચાંદલોડિયા
- અખંડઆનંદ સોસાયટી-2, ઘર નં.16થી 44, ઘાટલોડિયા
- ચંદ્રભાગા સોસાયટી, ઘર નંબર 9થી 13, નવા વાડજ
- જગદીશપાર્ક-2, સી-1 લેન, વિરાટનગર
- સમન્વય રેસિડેન્સી, ડી બ્લોક 6ઠ્ઠો માળ, બોપલ
- સનસિટી સેક્ટર-4, ક્યૂ બ્લોક, ગ્રાઉન્ડ ફ્લોર, બોપલ
- સેટેલાઈટ પાર્ક, Lબ્લોક ચોથો માળ, 41થી 44, જોધપુર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/312Xj7z
via IFTTT
No comments:
Post a Comment